SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-ક૯૫લતા ચિત્ર ૩૪ (હંસવિ૦ ૧, પાનું ૬૦) શ્રી ઋષભદેવના પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક-ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત ‘શ્રીપભપંચાશિકા'ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે૧૪ હે જગનાથ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક૧૫ કરાએલા એવા આપને, વિસ્મય પૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકોએ) યા તેમને ધન્ય છે.” ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કંઈક દેખાય છે. તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઉભા રહેલા યુગલિકના એક છેડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એવો ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના મેળામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિમિત નયનેએ શ્રીપભદેવ સામે જેવું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષને બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓનાં કપડામાં જુદી જુદી જાતનાં શોભના આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરુષના વૈભવશાળી પહેલ્વેશની આબેદમાં રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાંધેલા ચંદરવામાં શ્રેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે. આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં આલેખેલો, શ્રી ઋષભદેવે પોતાની રાજભાવસ્થામાં જગતના પ્રાણીઓને ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રરાંગ જોવાનો છે. ઋષભ પંચાશિકા'ને ૧૦મે કલાકમાં આ પ્રસંગનું વર્ણ નીચે મુજબ આપેલું છે. જેમણે (શબ્દ વિદ્યા, લેખન, ગણિત, ગીત ઈત્યાદિ વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકનાં) શિલ દેખાડ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ સમસ્ત પ્રકારની લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧૧ શિ૯૫ના મુખ્ય પાંચ ભેદે છે. આવશ્યક-નિયંતિની ગાથા ૨૦૭માં ૧૭ તેનું નીચે પ્રમાણે વેણુ છેઃ ‘કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપત (હોમ) ના એમ પાંચ શિ૯ો મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ અવાક્તર ભેદો છે.' જગતને કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બનાવી હતી એમ કહેવામાં આવે છે. પ્રસંગ એ બન્યો હતો કે કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ લોકોનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સુચવ્યા મુજબ પૂર્વોક્ત १.४ धन्ना सबिम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा । चिरधरिअनलिणपत्ता-भिसेअसलिलेहि दिट्ठो सि ॥९॥ ૧૫ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ ‘આવશ્યક.. ५६ दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो। जाओ सि जाय सामिअ, पयाओ ताओ कयत्थाओ ||१०|| ५७ पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ गत ४ कासवए ५। इकिकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ।। २०७॥
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy