________________
જૈન ચિત્રકલ્પલતા
૧૮
પુરુષોમાંથી હાલમાં નાબૂદ થઇ ગયેલે છે, ચિત્ર ૨૬ તથા ૨૪માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં ગોટી વાળાએ તથા ફૂલ ઘાલેલાં છે. ચિત્ર ૨૪માંની મે સામેનાં માથાં પણ ખુલ્લાં છે જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂના છે. પ્રાચીન ચિત્રોમાં સ્ત્રીએની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરની આકૃતિને મુકાબલે તરત જ જુદી તરી આવે છે.
પ્રત લખાવનાર સંબંધી માહિતી
કર્મણ નામે અમદાવાદના એક સુલતાનને મંત્રી પંદરમા સૈકામાં થએલા છે, જેણે અમદાવાદમાં આચાર્યશ્રી સેમજયસૂરિના શિષ્ય મહીસમુદ્રને વાચકપદ અપાવ્યું હતું.૧૩ પરંતુ નં નામો સાથે સરખાવતાં તથા પ્રતની લિપિ નેતાં આ પ્રત તેરમા અગર ચૌદમા સૈકામાં લખાલી હોય એવી લાગે છે તેથી આ પ્રત લખાવનાર ઉપર્યુક્ત કર્મણ હોવાની સંભાવના બહુ જ ઓછી છે. આ પ્રત ચૌદમા સૈકા દરમ્યાન લખાએલી હેાય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન ષ્ટિની છાપ ઊતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રા દેરવા છતાં પાત્રા, પ્રાણીઓ વગેરેનાં રૂપરગ તાદશ અન્યાં છે.
ચિત્ર ૬૫ તથા ચિત્ર ૬ જુએ અનુક્રમે ચિત્ર ૨૨ તથા ચિત્ર ૨૧નું વર્ણન.
ચિત્ર ૬ શ્રીપાર્શ્વનાથનું ચ્યવન—દિરની પ્રતના પાના પ૭ ઉપરથી. ચિત્રના મૂળ કદ રડું× ઇંચ ઉપરથી મારું કરીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે.
‘પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથ ગ્રીષ્મકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં (ગુજરાતી ફાગણ માસમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાપ્ત નામના દશમા દેવલેાકથી વ્યવીને વારાણસી નગરીના અન્ક્સન નામે રાજાની વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યાગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા.'
પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસનસ્થ મુર્તિ ચ્યવન કલ્યાણક દર્શાવવા અત્રે રજુ કરી છે, મસ્તક ઉપર કાળા રંગની ધરણેન્દ્રની સાત કણા છે. મૂર્તિ આપણાથી શણગારેલી છે, પક્ષાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૯માં આપણે બૈ ગયા છીએ,
ચિત્ર ૨૮ શ્રીપાર્શ્વનાથના પંચષ્ટિ લાચ—ડરની પ્રતના પાના ૬૦ ઉપરથી. મૂળ ચિત્રના કદ ર×ર ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રીપાર્શ્વનાથ પ્રભુએ શ્રમણું અંગીકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું–પાપ ભાસના કૃષ્ણપક્ષ વર્તતા હતા. તે પખવાડિયાની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશે), પહેલા પ્રહરી વિષે, વિશાલા નામની પાલખીમાં મેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અજ્ઞાક નામના ઉત્તમ વૃક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઊતરી, પેાતાની મેળે જ પોતાનાં આભૂષણ વગેરે ઊતાર્યાં અને પોતાની મેળે જ પંચમુષ્ટિ લેોચ કર્યાં.' આખી યે ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ ધ્યાન ખેંચે તેવી રીતે ચિત્રકારે તાદશ ચીતર્યું છે. આયાના ઝાડની ગાØણી બહુ જ સુંદર પ્રકારની છે. આખું યે મૂળ ચિત્ર સાનાની શાહીથી ગીતરેલું છે.
३३ मा श्री तीर्थयात्रारुपुण्यकारिणा श्रीकर्मणाऽऽरेन महीपमन्त्रिणा | महीसमुद्रभिपण्डितप्रभोः पादयुपाध्याय पदं विवेकिना ॥ ३७ ॥ --]][7.રાવ્ય સર્જ ૩. જ઼ ૨૮