________________
coerenteaua remunerwc8a
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા
ગ્રંથસ્થ જન ચિત્રકળા Oા જરાતની જૈનાશ્રિત કળા જુદાજુદા વિભાગોમાં વહેંચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન છે. મંદિરના સ્થાપત્યમાં તથા જૈન ધર્મને હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે.
આ બે અંગે પૈકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેન એ બે મહત્વનાં અંગે પૈકીના એક અંગ તેના ધર્મગ્રંથોની કળાને મળી શકતો ઈતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. - છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારો
એની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી થોડી પ્રસ્તામાં જ પિતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે.
ભારતની રાજપુત અને મોગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણમાં છબિચિત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ બે જાતમાંથી એક જાતુ નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત કાયિાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજીનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધો સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પિતાની મેળે—સ્વતંત્રરીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથમાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે વેતાંબર જૈનોના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે.
આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઈએ.
પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતોમાં મળી આવે છે અને તાડપત્રી એ ચિત્રકળા બે વિભાગમાં વહેચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત સેલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઇ.સ ૧૧૦૦) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાએલી નિશીથગૃણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંઘવીને પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી ગુજરાતની જૈશ્રિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ.૧૨૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિથી આવે છે. કારણ કે વિ. સં. ૧૭પ૬ (ઈ.સ. ૧૯૯૦ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ થોડેઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર ઉપરનાં ચિત્રેના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૭૫૭ (ઈ.સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજ વિભાગને સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪૨૩ (ઈ.સ. ૧૩૭૦)ની તારીખ નોંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે.
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિ તે લાકડાની પાટલીઓ કે જે તેડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે.