SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન જે પ્રાચીન સાહિોદ્ધાર ગ્રન્થાવલિના અગિયારમા પૂ૫ નરીકે “જૈન ચિત્રકલ્પલતા” નામની આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. - ઈ. સ. ૧૯૩૬માં મારા તરફથી જૈન ચિત્રકલ્પમ’ નામના જે બ્રહદ્ ગ્રંથનું પ્રકાશ કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતની ગ્રંથસ્થ જૈનાશ્રિત કળાને બની શકતો વિસ્તૃત અને વિપુલ પરિચય આપવાને મેં પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નને જાહેર જનતા તરફથી કેટલા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યો હતો, તેની સાબિતી તો એ જ હકીકત બતાવી આપે છે કે મેથી કીમત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથની ભાત્ર ગણીગાંઠી નકલો જ સિલિમાં આજે મારી પાસે છે. એ ગ્રંથની કીમત પચીસ રૂપિયા હોવાથી સામાન્ય વર્ગ તેનો લાભ લેવાથી મોટા ભાગે વંચિત રહ્યાની મારા મિત્રો દ્વારા મને જાણ થઈ, અને તેથી પ્રસ્તુત ગ્રંથનાં સઘળાં જ રંગીન ચિત્રો તથા ઘોડાં ચૂંટી કાઢેલાં એકરંગી ચિત્રો, તેમજ મુખ્ય લેખોમાંથી તારવી કાઢેલા અગત્યના ભાગનો રસથાળ બનાવી આ જૈન ચિત્રકપલના નામની પુસ્તિકા જાહેરમાં મૂકવા હું પ્રેરાયો છું. ઈચ્છું છું કે મારી દરેકે દરેક સાહિત્યપ્રવૃત્તિને જેવી રીતે જનતાએ અપનાવી છે તેવી જ રીતે આ પ્રવૃત્તિને પણ અપનાવશે. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરો તથા દેવદેવીઓનાં ચિત્રોનો ઉપયોગ લેબલો, પિસ્ટર અગર સીનેમા-રલાઈડ માટે કરીને જે કોમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકને વિનતિ છે. સારાભાઈ મણિલાલ નવાબ અષાઢ સુદ ૫ ૧૯૯૬ જ, પારસીની ચાલ - સાબરમતી
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy