________________
૧૫૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેજવડે દેદીપ્યમાન થઈ જાઉં. માટે વાચક એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મારા પ્રત્યેના ધર્મસ્નેહનો નિર્વાહ કરીને મને પણ વાંછિત એવું આત્મસુખ આપો. એ જ મારી અભિલાષા છે. એવી મારી ભાવભરી વિનંતિને આપે જરૂર લક્ષમાં લેવી જોઈએ. આવા
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
૧૪૯ રયણ એક દિયે રયણે ભરિયો, જો ગાજેતો દરિયો રે; સુક તો તેહને કાંઈ હાણ ન આવે, લોક તે સંપત્તિ પાવે રે. સુ૦૪
સંક્ષેપાર્થ:- જેમકે ગર્ભાયમાન થતો એવો દરિયો જે રયણે ભરીયો કહેતાં અનેક રત્નોથી ભરેલો છે, તેમાંથી એક રત્ન આપે તો તેને કંઈ હાણ એટલે હાનિ આવવાની નથી. પણ તેના ફળમાં લોકો અનેક પ્રકારની સંપત્તિને પામે છે. તેમ મને પણ આત્મરત્ન આપો, એવી મારી વિનંતિને આપ ધ્યાનમાં લ્યો. ||૪||
અલિ માચે પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે; સુઇ અંબ લુંબ કોટિ નવિ છીએ, એક પિક સુખ દીજે રે. સુપ
સંક્ષેપાર્થ :- જેમ અલિ એટલે ભમરો કમળોની લવ માત્ર પરિમલ કહેતા સુગંધ પામીને આનંદમાં માચે અર્થાત્ મગ્ન થાય છે, તેથી કંઈ પંકજવન કહેતા કમળના વનને કાંઈ સુગંધની ખામી આવતી નથી.
અથવા અંબ લુંબ કોટિ કહેતા આંબાના ઝાડ ઉપર આવેલ ફળના લુમખાઓ ઉપર કરોડોની તાદાભ્યમાં માંજર થાય છે. તેમાંથી એક પિક એટલે એક કોકિલ માંજર ખાઈને પેટ ભરી સુખ ઉપજાવે તેથી કાંઈ માંજર છીછરી થઈ જતી નથી. તેમ હે પ્રભુ! અમને આત્મિક સુખનો અંશ આપવાથી આપના અનંતસુખમાં કાંઈ ફરક પડવાનો નથી. એવી અમારી વિનંતિ ઉપર જરૂર લક્ષ આપો. //પા.
ચંદ્રકિરણ વિસ્તારે છોછું, નવિ હોયે અમીયમાં ઓછું રે; સુક આશા તારક હે બહુત નિહોરા, તે હોવે સુખિત ચકોરા રે. સુ૦૬
સંક્ષેપાર્થ :- ચંદ્રમાં પોતાના કિરણોનો ઘણો વિસ્તાર કરવા છતાં, તેની અમીય એટલે અમૃતમય ચાંદનીના પ્રકાશમાં કાંઈ ઊણપ આવતી નથી.
આશા રાખીને ચકોર પક્ષી પણ ચંદ્રમા તરફ ઘણુ નિહોરા એટલે નિહાળીને જોયા કરે છે, તો તેની પણ આશાનો તારક એવો ચંદ્રમા તે પૂરી કરે છે. અને તે ચકોર પક્ષી તેનાથી સુખ પામે છે. Iકા
તિમ જો ગુણ લવ દીઓ તુમ હેજે, તો અમે દીપું તેજે રે; સુર વાચક યશ કહે વાંછિત દેશો, ધર્મનેહ નિરવહેશો રે. સુક૭
સંક્ષેપાર્થ:- તેમ આપ પણ જો ગુણનો લવ એટલે અંશ મને આપો અર્થાત્ સર્વ ગુણાંશ એવું સમ્યગ્દર્શન આપો તો હું પણ આત્મ અનુભવરૂપી
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી
(વિષય ન ગંજીએ-એ દેશી) વાસુપૂજય જિન વાલહા રે, સંભારો નિજ દાસ; સાહિબશું હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસ રે.
ચતુર વિચારિયે. ૧ સંક્ષેપાર્થ :- હે મારા વાલા વાસુપૂજ્ય સ્વામી ! આ આપના દાસની સંભાળ લ્યો. આપ જેવા સાહિબ પ્રત્યે કલ્યાણ કરાવા અર્થે હઠ કરી શકાય નહીં, પણ અરદાસ કહેતા વિનંતિ કરી શકાય. માટે હે ચતુર સાહિબા! આ મારી વિનંતી પર આપ જરૂર વિચાર કરજો. ||૧|.
શ્વાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસાર્યા નવિ વીસરે રે, તેહશું હઠ કિમ હોય રે. ચ૦૨
સંક્ષેપાર્થ:- શ્વાસ પહિલા આપ સાંભરો છો. આપની યાદ ભુલાતી નથી. આપના મુખ દર્શનથી ઘણું સુખ ઊપજે છે. આપને વિસારવા એટલે ભૂલવા હોય તો પણ ભૂલી શકાય એમ નથી. એવા પરમપુરુષ સાથે કલ્યાણ કરવા માટેની હઠ કેવી રીતે કરી શકાય. માટે હે ચતુર સાહિબા ! મારા બાબત વિચાર કરો. રા
આમણ દુમણ નવિ ટળે રે, પણ વિણ પૂરે રે આશ; સેવક યશ કહે દીજીએ રે, નિજ પદકમળનો વાસ રે. ૨૩
સંક્ષેપાર્થ :- આમણ દુમણ કહેતા મનનું હતાશપડ્યું. આ સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિથી હું હતાશ થઈ ગયો છું. તે મારું હતાશપણું ટળતું નથી. પણ કહેતાં ખણ્યા વિના જેમ ખંજવાળની આશ મટતી નથી તેમ ઉપાય