________________
૧૪૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રભુ સમરણથી પામિયે રે, દેવચંદ્ર પદ સાર રે. ચં૧૧
સંક્ષેપાર્થ:- તે અવિરાધક ભવ્ય જીવને પણ હે પ્રભુ! આપની ભક્તિ જ આધારરૂપ છે. માટે અમે પણ આપ પ્રભુનું ભક્તિસહ સ્મરણ કરતાં કરતાં દેવોમાં ચંદ્રમા સમાન એવા સર્વોત્કૃષ્ટ પ્રભુના શુદ્ધ આત્મપદને પામીએ. ll૧૧ાા
(૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન
૧૪૭ એ આત્માનો ગુણધર્મ છે. અથવા અકષાયપણું એ આત્માનો મૂળ ધર્મ અથવા શુદ્ધ સ્વભાવ છે; એવા શુદ્ધ ધર્મને તો તે જાણતા પણ નથી. IIકા
તત્ત્વરસિક જન થોડલા રે, બહલો જનસંવાદ;
જાણો છો જિનરાજજી રે, સઘલો એહ વિષાદ ૨. ચં-૭
સંક્ષેપાર્થ :- આ કાળમાં આત્મતત્ત્વના રસિક જીવો થોડા છે. અને બહુલો એટલે મોટો જન સમુદાય તો પોતાના મતને જ સત્ય ઠરાવવાના વાદવિવાદમાં પડ્યો છે. પણ આ બધો પ્રપંચ મૂકી રાગદ્વેષ ઘટાડવારૂપ મોક્ષમાર્ગને સાધતા નથી. હે જિનરાજ પ્રભુ! આપ તો આ સઘળો વિષાદ એટલે ખેદની વાતને સર્વ પ્રકારે જાણો છો. હું વિશેષ શું કહ્યું. IIળા
નાથ ચરણ વંદનતણો રે, મનમાં ઘણો ઉમંગ;
પુણ્ય વિના કિમ પામીએ રે, પ્રભુ સેવનનો રંગ રે. ચં૦૮
સંક્ષેપાર્થ:- ઉપરોક્ત પ્રકારની વર્તમાન સ્થિતિ જોઈને આપ નાથના ચરણકમળમાં પ્રત્યક્ષ વંદન કરવાનો મને ઘણો ઉમંગ અર્થાત્ ઘણી ઉત્કંઠા છે. પણ હે નાથ ! અમારા પુણ્યના અભાવે સાક્ષાત્ મહાવિદેહમાં વિચરતા એવા આપ પ્રભુની સેવાનો રંગ એટલે લાભ, અમે કેવી રીતે પામી શકીએ. દા.
જગતારકે પ્રભુ વંદીએ રે, મહાવિદેહ મોઝાર;
વસ્તુ ધર્મ સ્યાદ્વાદતા રે, સુણી કરિયે નિર્ધાર રે, ચંદ્ર
સંક્ષેપાર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા એવા જગતારક પ્રભુને ભાવભક્તિ સહિત વંદન કરીએ. પ્રભુ, પ્રત્યેક વસ્તુમાં જે અનંત ગુણધર્મો રહેલા છે તેનું સ્યાદ્વાદપૂર્વક વિવેચન કરનારા છે. તે ઉપદેશને પુણ્યયોગે સાંભળી, આપણે પણ આત્મસ્વરૂપનો નિર્ધાર કરીએ કે હું પણ નિશ્ચયનયે આપના જેવો જ શુદ્ધ આત્મા છું. Iell
તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય;
પણ અવિરાધક જીવને રે, કારણ સસલું થાય રે. ચં૧૦.
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપની અનંત કરુણા તો સર્વ પ્રાણી ઉપર એક સરખી છે. પણ જે અવિરાધક જીવ છે તેને જ આપની કક્શા સફળતાને આપનારી થાય છે. ll૧૦ના
એહવા પણ ભવિ જીવને રે, દેવ ભક્તિ આધાર;
(૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી
(જાહથી ક્ષતિ કમાણીએ દેશી) નલિનાવતી વિજય જયકારી, ચંદ્રાનન ઉપગારી રે; સુણ વિનતિ મોરી,
પશ્ચિમ અરધે ધાતકી ખંડે, નયરી અયોધ્યા મંડે રે. સુ૧.
સંક્ષેપાર્થ :- ભવ્ય પ્રાણીઓને બોધ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારનાર એવા હે પરમ ઉપકારી પ્રભુ! આપ અમારી વિનંતિ સાંભળો. આપ ધાતકી ખંડના અદ્ધ પશ્ચિમ ભાગમાં આવેલ નલિનાવતી વિજયમાં અયોધ્યાનગરીના મંડનરૂપ છો, એમ શાસ્ત્ર દ્વારા જાણવા મળ્યું છે. [૧]
રાણી લીલાવતી ચિત્ત સહાયો, પદ્માવતીનો જાયો રે; સુર નૃપ વાલ્મીક કુળે તું દીવો, વૃષભ લંછન ચિરંજીવો રે. સુ૨
સંક્ષેપાર્થઃ- આપ રાણી લીલાવતીના ચિત્તને ગમી ગયા છો. પદ્માવતી આપની માતા છે. વાલ્મીક રાજાના કુળમાં આપ દીપક સમાન છો. તથા વૃષભ એટલે બળદ આપનું લંછન છે એવા હે પ્રભુ! આપ ચિરકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. રા.
કેવળ જ્ઞાન અનંત ખજાનો, નહીં તુજ જગમાંહે છાનો રે; સુવ. તેહનો લવ દેતાં શું ખાશે, મનમાંહે કાંઈ વિમાસે રે. સુ૩.
સંક્ષેપાર્થ :- આપની પાસે કેવળ જ્ઞાનરૂપ અનંત ખજાનો છે. તે આપની આત્મિક રિદ્ધિ જગતમાં છાની નથી, પરમ પ્રસિદ્ધ છે. તે આત્મિક રિદ્ધિનો લવ માત્ર એટલે કિંચિત્ ભાગ આપતાં આપનું શું નાસી જાય છે અર્થાત્ શું ઘટી જાય છે. તેના માટે આપ આટલા શું વિમાસણ કહેતાં વિચારમાં પડ્યા છો. કૃપા કરીને હવે મારી વિનંતિને લક્ષમાં લ્યો. આવા