________________
(૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન
૧૪૩
અર્થાત્ ઇચ્છયા જ કરું તો હું કેવી રીતે આ સંસાર સમુદ્રને તરી શકું ? એનો હે નાથ ! કોઈ ઉપાય સુઝાડો. ।।૪।।
મિથ્યા અવિરતિ પ્રમુખને, નિયમા જાણું દોષ; ના
નિંદુ ગરઢું વળી વળી, પણ તે પામે સંતોષ. ના નપ સંક્ષેપાર્થ :– હે નાથ! આપના જણાવવાથી મિથ્યાત્વ, અવિરતિ, જેમાં પ્રમુખસ્થાને છે એવા પ્રમાદ, કષાય અને યોગને નિયમા એટલે નિયમથી અર્થાત્ સિદ્ધાંતથી દોષ જાણું છું, તે દોષોની નિંદા પણ કરું છું, તથા ગુરુ સમક્ષ તેની વારંવાર ગહ્ન એટલે વિશેષ પ્રકારે નિંદા કરું છું. છતાં જીવને એવા મિથ્યાત્વ, અવિરતિ આદિના દુઃખદાયી પરિણામ કરવામાં જ સંતોષ રહે છે અર્થાત્ આનંદ આવે છે, એવો અનાદિનો મારો અભ્યાસ પડી ગયો છે. પ
અંતરંગ પરરમણતા, ટલશે કિશ્યૂ ઉપાય; ના
આણા આરાધન વિના, ક્રિમ ગુણસિદ્ધિ થાય. ના ન૬ સંક્ષેપાર્થ :– આવી મારા આત્માની અંતરંગ પરભાવમાં રમવાની પરિણતિ છે તે હે નાથ ! કયા ઉપાયે કરીને ટળશે?
તે અંતરંગ પરરમણતા ટળ્યા વિના આપની આજ્ઞાનું આરાધન કેવી રીતે થશે? તેમજ આજ્ઞા આરાધ્યા વિના એટલે આપના કહ્યા પ્રમાણે વર્ત્યા વિના આત્માના અનંતગુણોની સિદ્ધિ એટલે પ્રાપ્તિ પણ કેવી રીતે થશે ? માટે હે નાથ ! હવે કંઈ ઉપાય સૂઝાડો. II9I
હવે જિન વચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; ના શુદ્ધ સાધ્ય રુચિપણે, કરીએ સાધન રીતિ. ના ન૦૭
સંક્ષેપાર્થ :– હવે શ્રી જિનેશ્વર ભગવાનના વચનામૃતનો પ્રસંગ પડવાથી અર્થાત્ તે વચનોને વાંચવા, વિચારવાથી ખરેખર આત્મસાધનની સાચી સાધક નીતિ કે રીતિ કઈ છે, તે જાણવામાં આવી.
તે સાધક નીતિમાં પ્રથમ તત્ત્વ જાણીને શુદ્ધસ્વભાવનું સાધ્ય નિશ્ચિત કરવું અર્થાત્ શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવાનો જ ધ્યેય રાખવો. પછી તે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાને માટે સાચી અંતઃકરણની શ્રદ્ધારૂપ રુચિ ઉત્પન્ન કરીને, તેના સાચા સાધનની રીતિ એટલે આત્માર્થીના લક્ષણ પ્રગટાવવા મંડી પડવું તો જરૂર ક્રમે કરીને સાધ્યની પ્રાપ્તિ થશે, અર્થાત્ આત્માના ગુણોની સિદ્ધિ થશે.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
એ જ સમ્યજ્ઞાન તે સમ્યક્દર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ મેળવવાનો સાચો ઉપાય છે. ।।૭।।
૧૪૪
ભાવ ને ૨મણ પ્રભુગુણે, યોગ ગુણી આધીન; ના
રાગ તે જિનગુણરંગમેં, પ્રભુ દીઠાં રતિ પીન. ના ન૮ સંક્ષેપાર્થ :– શુદ્ધ આત્માની પ્રાપ્તિ અર્થે આત્માના ભાવ અને રમણતા પણ પ્રભુના ગુણોમાં કરીએ. મન વચન કાયાના યોગ, ગુણી એવા પ્રભુને આધીન કરીને અર્થાત્ પ્રભુજીએ ત્રણે યોગને સંયમાદિ કાર્યમાં પ્રવર્તાવવા કહ્યાં છે માટે તેમાં જ વાપરીએ.
રાગ પણ પર પુદ્ગલનો છોડી જિનગુણોમાં રંગાઈ જવાનો કરીએ. તથા પ્રભુના વીતરાયમય દર્શન કરી તે વીતરાગતા પ્રગટાવવામાં જ રતિ એટલે ગમવાપણાનો ભાવ, પીન એટલે પુષ્ટ કરીએ; કે જેથી આત્મગુણોની સિદ્ધિ થાય અર્થાત્ આત્મગુણોની પ્રાપ્તિ થાય. ।।૮।।
હેતુ પલટાવી સર્વે, જોડયા ગુણી ગુણ ભક્તિ; ના॰
તેહ પ્રશસ્તપણે રમ્યા, સાપે આતમશક્તિ. ના ન૯ સંક્ષેપાર્થ :– ઇન્દ્રિયો અને મન જે સંસારના હેતુએ પ્રવર્તતાં હતા તે સર્વેને પલટાવી ગુણી એવા પ્રભુના ગુણગાનરૂપ ભક્તિમાં શુદ્ધ આત્માના લક્ષે જેણે જોડ્યાં; તેના સર્વ અંગ પ્રશસ્તપણે રમ્યા અર્થાત્ શુભ થઈ જવાથી તે ભવ્યાત્મા પોતાના આત્માને હિતકારી એવી આત્મશક્તિનો સાધનાર થાય છે અર્થાત્ આત્મશક્તિને પ્રગટાવનાર થાય છે. લ્હા
ધન તન મન વચના સવે, જોડ્યા સ્વામી પાય; ના
બાધક કારણ વારતાં, સાધન કારણ થાય. ના ન૰૧૦ સંક્ષેપાર્થ ઃ— જેને ધન, તન, મન, વચન, બુદ્ધિ આદિ સર્વ શક્તિને પ્રભુના ચરણકમળમાં જોડી દીધી અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવામાં લગાવી દીધી, તે ભવ્યાત્મા આત્મકલ્યાણમાં બાધક એવા રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોને વારતો થકો આત્માના સાધક કારણોને પામે છે અર્થાત્ આત્મજ્ઞાન અને વીતરાગતાને કાળે કરીને પામે છે. ૫૧૦૦
આતમતા પલટાવતાં, પ્રગટે સંવર રૂપ; ના
સ્વસ્વરૂપ ૨સી કરે, પૂર્ણાનંદ અનુપ. ના ન૦૧૧ સંક્ષેપાર્થ ઃ— પર પુદ્ગલમય એવા દેહાદિમાં આત્માપણું માન્યું હતું,