________________
૧૪૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચરણકમળની સેવા કરતાં મને આ દેવલોકના સુખ કે ઇન્દ્રની સમૃદ્ધિ પણ તુચ્છા ભાસે છે. માટે હે ભવ્યો! એવા પ્રભુનું ભાવભક્તિપૂર્વક કીર્તન કરો. //પા.
પ્રભુ દૂર થકી પણ ભેટ્યા, તેણે પ્રેમે દુઃખ સવિ મેટ્યા હો; ભા. ગુરુ શ્રી નયવિજય સુશિષ્ય, પ્રભુ ધ્યાન રમે નિશદિશ હો. ભા૦૬.
સંક્ષેપાર્થ :- પરમશાંતિને આપનાર પ્રભુને દૂર રહ્યા છતાં પણ ભાવભક્તિથી જેણે ભેટ્યા તેણે તો સાચા પ્રેમ વડે સંસારના આધિ, વ્યાધિ, ઉપાધિના સર્વ દુઃખોને મેટી દીધા.
ગુરુ શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ હમેશાં રાતદિવસ પ્રભુના ધ્યાનમાં રમે છે, અને કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ એવા પ્રભુના શુદ્ધસ્વરૂપની ભક્તિમાં તન્મય રહો. કા.
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન
૧૩૯ વિજયાવતી રાણીના ચિત્તને આનંદ પમાડનાર તેમના સ્વામી છે. એવા સુખકર વજંધર પ્રભુની હે ભવ્યો! તમે ભાવપૂર્વક વંદના કરો. ||૧||
ખંડ ધાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ધર્મ ધુરંધર જાગે હો; ભાવ વચ્છવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપે ધરમની સીમા હો. ભા૨
સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના પશ્ચિમ ભાગમાં વચ્છવિજયમાં આવેલ સુસીમા નગરીમાં ધર્મ ધુરંધર એવા શ્રી વજંધર પ્રભુ જાગે છે, અર્થાત્ વર્તમાનમાં વિચરી રહ્યા છે. ત્યાં પ્રભુએ ચતુર્વિધ સંઘની સીમા એટલે મર્યાદા સ્થાપી સત્ય ધર્મનો પ્રકાશ કર્યો છે, માટે હે ભવ્યાત્માઓ! ભાવપૂર્વક તેમને વંદન કરો. રા/
પ્રભુ મનમાં અમે વસવું જેહ, સ્વપ્ન પણ દુર્લભ તેહ હો;ભાવ પણ અમ મન પ્રભુ જો વસશે, તો ધરમની વેલ ઉલસશે હો.ભા.૩
સંક્ષેપાર્થ :- નિર્વિકાર પ્રભુના મનમાં અમારો વાસ થવો તે તો સ્વપ્નમાં પણ દુર્લભ છે. પણ અમારા હૃદયમાં પ્રભુ જો આવીને વસશે તો આત્મસ્વભાવરૂપ ધર્મની વેલ ઉલ્લાસ પામશે અર્થાત્ વૃદ્ધિ પામશે. જે વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાનનું કારણ બનશે. માટે હે નિકટ મોક્ષગામી ભવ્યો! તમે પ્રભુની તનમનધનથી સેવા કરો. ડાા
સ્વપને પ્રભુમુખ નિરખતાં, અમે પામું સુખ હરખંતાં હો; ભાવ જેહ સ્વખરહિત કહિયા દેવા, તેથી અમે અધિક કહેવા હો. ભા૦૪
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! સ્વપ્નમાં પણ આપના મુખકમળના દર્શન થતાં અમે હર્ષિત થઈ સુખ પામીએ છીએ. તેથી જેને સ્વપ્ન કદી આવતા નથી એવા સ્વખરહિત દેવો કરતાં અમે વધારે ભાગ્યશાળી છીએ. એવો અવસર પ્રાપ્ત થયો છે માટે હે ભવ્યો! પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરીને જીવન સફળ કરો. //૪
મણિ માણિક કનકની કોડી, રાણીમ ઋદ્ધિ રમણી જોડી હો; ભાવ પ્રભુ દરિશણના સુખ આગે, કહો અધિકેરું કુણ માગે હો. ભા૦૫
સંક્ષેપાર્થ :- મણિ, માણિક્ય અને સુવર્ણ ભલે ક્રોડો ગમે હો, તથા રાજ્ય, વૈભવ તેમજ અનેક રમણીયો સાથે નિવાસ હો, એમ અનેક પ્રકારની ઋદ્ધિ ભલે જોડી હોય છતાં પ્રભુદર્શનના સુખ આગળ તો તે બધું તુચ્છ ભાસે છે. માટે તેથી અધિક સુખ શું છે ? કે જેની પ્રભુ પાસે માગણી કરી શકાય, અર્થાતુ એથી વિશેષ જગતમાં કંઈ નથી.
ઇન્દ્ર જેવા પણ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે ભગવાન! આપના
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી
(મુખ બકઠે- દેશ) શ્રેયાંસ જિનેશ્વર દાતાજી, સાહિબ સાંભળો;
તુમે જગમાં અતિ વિખ્યાતાજી સાટ માંગ્યું દેતાં તે કિશું વિમાસોજી, સારુ
મુજ મનમાં એક તમાસોજી. સા૦૧ સંક્ષેપાર્થ :- હે શ્રેયાંસ જિનેશ્વર ! આપ સર્વ પ્રકારના સુખના દાતાર છો, જગતમાં અતિવિશેષ ખ્યાતિને પામેલા છો. તેથી હે સાહેબ! મારી પણ વિનંતિને આપ ધ્યાનપૂર્વક સાંભળો.
મેં જે આપની પાસે માગ્યું છે તે દેવામાં કેમ વિમાસો કહેતા વિચારમાં પડી ગયા; તે જોઈ મારા મનમાં એ તમાસા જેવું આશ્ચર્યરૂપ લાગે છે. માટે મારી માંગણીને આપ જરૂર પૂરી કરો. II૧.
તુમ દેતાં સવિ દેવાયેજી, સાવ
તો અજર કર્યું શું થાયેજી; સાવ યશ પૂરણ કેમ લહીજેજી, સા.