________________
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન
વીતરાગથી હો જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભય વાણો, જિનચંદ્રની હો જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણો. ૫
૧૨૭
સંક્ષેપાર્થ ઃ- હે પર પુદ્ગલની ઇચ્છાથી રહિત નિષ્કામી તથા કષાયરહિત પરિણતિવાળા નાથ ! આપનો જ મને તો હમેશાં સાથ હોજો. આપ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજો છો માટે મને પણ ત્યાં લઈ જઈ આપની સાથે રાખો. સિદ્ધક્ષેત્રમાં આપની પાસે આવવા માટે આપની આજ્ઞાનું હું શુદ્ધપણે સાધકભાવે પાલન કરું એવી શક્તિ આપો.
કેમકે વીતરાગ પ્રભુથી કરેલો વિશુદ્ધ રાગભાવ એટલે આલોક કે પરલોકાદિ સુખની ઇચ્છાથી રહિત પ્રશસ્ત રાગભાવ તે જ સંસારના ભયથી જીવને વારનાર છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનચંદ્રની અર્થાત્ શ્રી તીર્થંકર દેવની ભક્તિમાં જગતને ભૂલીને એકત્વપણું સાધવું એ જ શ્રી કેવળી જિનોમાં ચંદ્રમા સમાન દેવચંદ્ર પદ પ્રાપ્તિનું પ્રસિદ્ધ કારણ છે. ।।૫।।
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(પ્રાણી વાણી જિનતણી—એ દેશી)
દેવ વિશાલ જિણંદની, તમે ધ્યાવો તત્ત્વ સમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અમૃત નિરુપાધિ રે, સહજ અકૃત નિરુપાધિ રે, અરિહંતપદ વંદિયે ગુણવંત રે; ગુણવંત અનંત મહંત સ્તવો, ભવતારણો ભગવંત રે. ૧ સંક્ષેપાર્થ :– હે ભવ્યાત્માઓ! તમે વિશાલ જિનેશ્વરદેવની તત્ત્વ સમાધિ એટલે આત્મતત્ત્વની સ્વસ્થતાનું ધ્યાન કરો. એ તત્ત્વસમાધિ કેવી છે ? તો કે આત્માનંદનો અમૃત રસ અનુભવ કરીને મેળવેલ સહજ અકૃત્રિમ નિરુપાધિક આત્મસમાધિ છે. એવા અનંત આત્મિક ગુણોથી યુક્ત શ્રી અરિહંત પ્રભુના ચરણકમળમાં વંદન કરીએ. મહંત એટલે મહાન એવા પ્રભુની સ્તવના કરો કે જે ભગવાન ભવસમુદ્રથી આપણને તારનારા છે. ૧
ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘ રે;
રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓથ રે. ત॰ અ૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :– સંસારના ભયંકર ઉપાધિરૂપ ગદ એટલે રોગને ટાળવા માટે હે પ્રભુજી! આપ અમોઘ એટલે અચૂક, રામબાણ ઇલાજ કરનાર વૈદ્ય સમાન છો. આપે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયી વડે ઔષધ કરીને અનેક ભવ્યજનોના ઓઘ એટલે સમૂહને તાર્યા છે. ।।૨।।
૧૨૮
ભવ સમુદ્ર જલ તારવા, નિયંમક સમ જિનરાજ રે,
ચરણ જહાજે પામિયે, અક્ષય શિવનગરનું રાજ રે. અ અ૩ સંક્ષેપાર્થ :— હે પ્રભુ ! સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવા માટે આપ નિર્યામક એટલે કમાન સમાન છો. આપના ચરણકમળની સેવા કરવારૂપ જહાજથી પામીએ; શું પામીએ ? તો કે અક્ષય એવા મોક્ષનગરનું રાજ્ય પામીએ. ॥૩॥ ભવ અટવી અતિ ગહનથી, પારંગ પ્રભુજી સત્થવાહ રે;
શુદ્ધ માર્ગદર્શક પણે, યોગ ક્ષેમંકર નાહ ૨ે. યો અજ સંક્ષેપાર્થ :- આ સંસારરૂપી અટવી એટલે જંગલ અતિ ગહન છે. તેને પાર કરવા માટે હે પ્રભુજી ! તમે સાચા સાર્થવાહ છો. શુદ્ધ મોક્ષમાર્ગના દર્શક છો. તથા મોક્ષની સાથે જોડે એવા યોગ સાધન કરાવનાર છો. તેમજ ક્ષેમંકર
એટલે પ્રાપ્ત ગુણોની રક્ષા કરનાર એવા નાહ એટલે નાથ છો. ૪
રક્ષક જિન છકાયના, વળી મોહનિવારક સ્વામી રે;
શ્રમણ સંઘ રક્ષક સદા, તેણે ગોપ ઈશ અભિરામ રે. તે અન્ય સંક્ષેપાર્થ :– હે સ્વામી ! આપ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના રક્ષક છો. વળી આપ સર્વ દુઃખનું મૂળ એવા મોહના નિવા૨ક છો. રાગદ્વેષ અજ્ઞાન એ મોહ છે અને એ જ મુખ્ય કર્મની ગાંઠ છે. તેનો આપ નાશ કરનાર છો. તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને સાચું માર્ગદર્શન આપી, ત્રિવિધ તાપના દુઃખોથી સદા બચાવનાર છો. તેથી આપ જ સાચા ગોવાલ તથા અભિરામ એટલે આનંદદાયક ઈશ્વર છો. ।।૫।।
ભાવ અહિંસક પૂર્ણતા, માહણતા ઉપદેશ રે;
ધર્મ અહિંસક નીપનો, માહણ જગદીશ વિશેષ રે. મા અબ્દુ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપના ભાવોમાં સંપૂર્ણ અહિંસકતા ભરેલી છે.
વળી આપનો ઉપદેશ પણ માહણતા એટલે કોઈપણ પ્રાણીને હણવો નહીં એવો દયામય છે. આપને પરમ અહિંસક ધર્મ પ્રગટ થયેલ છે. તેથી આપ જગતમાં