________________
(૯) શ્રી દામોદર જિન સ્તવન
| (જોરા પ્રાહિબ હો શ્રી શીતલનાથ - દેશી) સુપ્રતીતે હો કરી થિર ઉપયોગકે, દામોદર જિન વંદીએ, અનાદિની હો જે મિથ્યા ભ્રાંતિ કે, તેહ સર્વથા ઠંડીએ; અવિરતિ હો જે પરિણતિ દુષ્ટ કે, ટાળી થિરતા સાધીએ, કષાયની હો કશ્મલતા કાપી કે, વર સમતા આરાધીએ. ૧
સંક્ષેપાર્થ:- શ્રી દામોદર પ્રભુ દ્વારા બોધિત મોક્ષમાર્ગને જાણી, તેમાં સુપ્રતીત કરી અર્થાત્ સારી રીતે તેમાં શ્રદ્ધા કરી, પછી આત્મઉપયોગને તેમાં સ્થિર કરીને ભાવભક્તિ સહિત પ્રભુને વંદન કરીએ.
- તથા અનાદિકાળની જીવને જે મિથ્યાભ્રાંતિ છે તેને હવે સર્વથા ઠંડીએ અર્થાતુ સંપૂર્ણપણે તેનો ત્યાગ કરીએ. અનાદિની ભ્રાંતિ શું છે? તો કે દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહબુદ્ધિ, કુદેવ કુગુરુકુધર્મમાં, સુદેવ સુગુરુ સુધર્મબુદ્ધિ વગેરે જીવને મિથ્યા ભ્રાંતિ થઈ ગઈ છે, તેને હવે જડમૂળથી ઉચ્છેદીએ.
મન, વચન, કાયાના યોગો સદા પાંચ ઇન્દ્રિયના વિષયમાં કે હિંસાદિ પાંચ અવ્રતમાં પ્રવર્તે છે, તે દુષ્ટ એવી અવિરતિની પરિણતિને હવે ટાળી શુદ્ધ આત્મભાવમાં સ્થિરતા પામીએ.
ક્રોધાદિ ચાર કષાય અને કષાયના કારણરૂપ હાસ્ય, રતિ આદિ નવ ની કષાયના મેલથી ઉત્પન્ન થતી એવી કમલતા એટલે ગંદકીને કાપી વર એટલે ગુણોમાં પ્રધાન એવી સમતાને આરાધીએ કે જેથી આત્માને પરમ સુખશાંતિનો અનુભવ થાય.
જંબુને હો ભરતે જિનરાજ કે, નવમા અતીત ચોવીશીએ, જસ નામે હો પ્રગટે ગુણરાશિકે, ધ્યાને શિવસુખ વિલસીએ; અપરાધી હો જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુઃખના ધણી, તે માટે હો તુજ સેવા રંગ કે, હોજો એ ઇચ્છા ઘણી. ૨
સંક્ષેપાર્થ :- આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત એટલે ગત ચોવીશીમાં થયેલ આ નવમાં શ્રી દામોદર જિનેશ્વર છે. જેનું નામ સાંભળતાં જ જ્ઞાનાદિક અનેક ગુણની રાશિ પ્રગટે છે અને તેમનું ધ્યાન કરતાં તો શાશ્વત સહજાનંદસ્વરૂપ મોક્ષસુખના વિલાસને પમાય છે.
જે આપની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તે જીવો દોષ વડે અપરાધી હોવાથી તારાથી વેગળા રહી ભૂરિ એટલે બહુ ભારે ભવભ્રમણ દુઃખના ધણી
૧૨૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ થશે અર્થાત્ ઘોર દુઃખોને પામશે. તે માટે મને તો હે પ્રભુ! આપની સેવાનો જ રંગ રહેજો, અર્થાતુ આપની આજ્ઞા ઉઠાવવામાં જ મારી તન્મયતા હજો; એ જ મારી પ્રબળ ઇચ્છા છે. //રા મરુધરમેં હો જિમ સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમો, ભવ ભમતાં હો ભવિજન-આધાર કે, પ્રભુદરિશણ સુખ અનુપમો; આતમની હો જે શક્તિ અનંત કે, તેહ સ્વરૂપ પદે ધર્યા, પરિણામિક હો જ્ઞાનાદિક ધર્મ કે, સ્વસ્વકાર્યપણે વર્યા. ૩
સંક્ષેપાર્થ :- મરુધર એટલે મારવાડમાં આમ્રવૃક્ષના ઝુમખા પ્રાપ્ત થવા તે કલ્પવૃક્ષ સમાન છે. અથવા ભરસમુદ્રમાં ઝોલા ખાતાં પ્રાણીને પ્રવહણ એટલે જહાજની પ્રાપ્તિ થવી તે તેને તરવા બરાબર છે. તેમ સંસારરૂપી સમુદ્રમાં અનાદિથી ભમતા એવા પ્રાણીને પ્રભુના દર્શન થવા અથવા સમ્યગ્દર્શનનું અનુપમ સુખ પ્રાપ્ત થવું તે તેને ભવસમુદ્રથી તરવા માટે પરમ આધારરૂપ છે.
આપે તો હે પ્રભુ! આત્માની જે અનંત શક્તિ છે તેને પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપભોગમાં લગાડી દીધી. જેથી આત્માના જ્ઞાનદર્શનાદિ જે પારિણામિક એટલે સ્વાભાવિક ધર્મો છે તે પણ બધા સ્વતંત્રપણે પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ૩
અવિનાશી હો જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવનો, નિજ ગુણનો હો જે વર્તન ધર્મ કે, સહજ વિલાસી દાવનો; તસ ભોગી હો તું જિનવર દેવ કે, ત્યાગી સર્વ વિભાવનો, શ્રુતજ્ઞાની હો ન કહી શકે સર્વ કે, મહિમા તુજ પ્રભાવનો. ૪
સંક્ષેપાર્થ :- હે પ્રભુજી ! આપને અવિનાશી એવા શુદ્ધ આત્માનો જે આનંદ પ્રગટેલ છે તે પૂર્ણપણે અખંડિત સ્વભાવવાળો છે. તેનો હવે ત્રિકાળમાં નાશ નથી. તેમજ આપના ગુણોની જે વર્તના એટલે સમયે સમયે પરિવર્તન થવારૂપ ધર્મ છે તે પણ નિશ્ચયનયે સહજાત્મસ્વરૂપમાં જ વિલાસ કરનારો છે.
તે આનંદના જ આપ જિનવરદેવ ભોગી છો, કેમકે આપ સર્વ વિભાવના ત્યાગી છો. હે પ્રભુ! જે શ્રુતજ્ઞાની છે તે પણ આપના ગુણોના પ્રભાવનો સર્વ મહિમા વર્ણવવા સમર્થ નથી. જો
નિકામી હો નિકષાઈ નાથ કે, સાથ હોજો નિત તુમ્હ તણો, તુમ આણા હો આરાધન શુદ્ધ કે, સાધુ હું સાધકપણો;