________________
(૪) શ્રી મહાજશ જિન સ્તવન
શુક્લધ્યાન હોરીકી જ્વાલા, જાલે કર્મ કઠોર રે; નિક શેષ પ્રકૃતિદલ ાિરણ નિર્જરા, ભસ્મ ખેલ અતિ જોર ૨. નિજ
સંક્ષેપાર્થ:- ઉપરોક્ત ગાથામાં જણાવેલ ધ્યાનના પ્રકાર મુજબ વર્ચે શુક્લધ્યાનરૂપ હોરીની ભીષણ જવાલા પ્રગટ થાય છે. તે કઠોર એવા સર્વ કમને બાળીને ભસ્મીભૂત કરી દે છે. - શેષ રહેલ કર્મોની પ્રકૃતિઓના દિલની ક્ષિરણ નિર્જરા એટલે તેને ખેરવવારૂપ નિર્જરા કરવા ચૌદમાં ગુણસ્થાનના અંતે કર્મોને ભસ્મીભૂત કરવા માટેનો ભસ્મ ખેલ અત્યંત જોરમાં હોય છે. તે વડે સર્વ કમને બાળી આત્મા પરમશુદ્ધ સ્વભાવને પામી મોક્ષપદમાં સર્વકાળને માટે નિવાસ કરે છે.
એ શુક્લધ્યાનના ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે છે :
(૧) પ્રથકત્વ વિતર્ક વીચાર :- જે ધ્યાનમાં પૃથક પૃથકરૂપથી વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના આધારે અલગ અલગ વિચાર કરવો તે. આ ધ્યાનની શરૂઆત આઠમા ગુણસ્થાનકથી થાય છે. આ ધ્યાનવડે વસ્તુના સ્વરૂપનો અલગ અલગ રીતે વિચાર કરવાથી મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ થાય છે.
(૨) એકત્વ વિતર્ક અવીચાર :- પહેલા શુક્લધ્યાનના ભેદવડે જ્યારે કષાયમળથી આત્મા રહિત થાય ત્યારે આ ધ્યાનનું પરાક્રમ પ્રગટ થાય છે, અને આત્મા આ બીજા એકત્વ વિતર્ક અવીચાર ધ્યાનને યોગ્ય બને છે.
આ ધ્યાનમાં એક દ્રવ્ય કે એક પર્યાયનું એક યોગથી ચિંતવન કરે છે, તેને એકત્વ વિતર્ક અવીચાર નામનું ધ્યાન કહે છે. આ ધ્યાન વડે બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણેય ઘાતીયા કર્મનો જડમૂળથી નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
ઉપરોક્ત બે ધ્યાન કેવળજ્ઞાન પ્રગટ થતાં પહેલા હોય છે.
(૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી:- કેવળી ભગવાનને જ્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે આ પ્લાનને યોગ્ય તે બને છે.
આ ધ્યાનમાં વચનયોગ અને મનોયોગમાં સ્થિતિ કરીને બાદર એટલે સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મકાય યોગમાં સ્થિતિ કરીને ક્ષણમાત્રમાં તે જ સમયે વચનયોગ અને મનોયોગ એ બન્નેનો નિગ્રહ કરે છે. એ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું ધ્યાન છે.
(૪) સુપરત ક્રિયા નિવૃત્તિ :- આ શુક્લધ્યાન ચૌદમા અયોગી
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગુણસ્થાનના અંત સમયમાં હોય છે. ત્યાં બાકી રહેલી સર્વ કર્મ પ્રવૃતિઓમાંની તેર પ્રવૃત્તિઓ (૧ વેદનીય, ૧ આયુ, ૧ ગોત્ર, અને ૧૦ નામકર્મની) જે ખપાવવાની બાકી હતી તે સર્વ અહીં નષ્ટ થઈ જાય છે.
આ શુક્લધ્યાનના ચોથા ભેદમાં કાયાની ક્રિયા પણ સર્વથા નાશ પામી જાય છે. અને અ, આ, ઈ, ઉ, લુ, એ પાંચ હ્રસ્વ સ્વર બોલીએ તેટલા સમય સુધી આત્મા આ ગુણસ્થાનમાં રહી પશ્ચાત્ ઉર્ધ્વગમન કરી લોકોને જઈ સિદ્ધાલયમાં બિરાજે છે.
માટે હૈ સુખ કે સપૈયા! અર્થાત્ હે આત્મ સુખના સાધનાર! ઉપર પ્રમાણે સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય જાણવો. જા.
દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે; નિક જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનિ નિજ શક્તિ રે. નિ૫
સંક્ષેપાર્થ :- ઉપરોક્ત રીતે શ્રી મહાજશ પ્રભુના ગુણનું અવલંબન લઈ, ભવ્યાત્માઓ પોતાના આત્માની નિર્ભય એવી સ્વાભાવિક ગુણ પરિણતિની વ્યક્તિ કરે છે અર્થાત્ તે નિર્ભયપણાને પ્રગટાવે છે.
મુનિ ભગવંતો પણ પ્રભુના બોધેલા જ્ઞાન વડે, કે તેમના શુદ્ધ સ્વરૂપના ધ્યાનવડે કે એ પ્રભુના ગુણોના અત્યંત બહુમાન વડે, પોતાના આત્માની અનંત શક્તિને સાધે છે અર્થાત્ પ્રગટ કરે છે. પા.
સકલ અજોગ અલેશ અસંગત, નાહીં હોવે સિદ્ધ રે; નિક દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિં પ્રસિદ્ધ ૨. નિ.૬
સંક્ષેપાર્થ :- એમ સર્વ મન વચન કાયાના યોગથી રહિત અયોગ થઈ, કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને છેલ્લી શુક્લ લેશ્યાઓથી પણ રહિત અલેશી થઈ, તથા સર્વ પરસંગથી નિવર્તી એટલે અસંગ થઈ, નાંહિ એટલે પર પરિણતિને નાહી ધોઈને એટલે સર્વથા નિવર્તાવી સર્વકાળને માટે સાધક સિદ્ધદશાને પામે છે.
શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જે પ્રભુની આજ્ઞામાં ખેલશે અર્થાત્ રહેશે તે જ સિદ્ધિ સુખને પામશે. સિદ્ધભગવાનના સુખને પામવાનો ઉત્તમ અને પ્રસિદ્ધ ઉપાય તે પ્રભુની આજ્ઞા જ છે. IIકા