________________
(૪) શ્રી મહાજશ જિન સ્તવન
સંક્ષેપાર્થ:- જે સુગુણ સનેહી કહેતા સગુણ પ્રત્યે સ્નેહ ધરાવનાર છે. એવા સાહિબ પ્રત્યે જે હેજ કહેતા પ્રેમ લાવે, તે પ્રભુની દ્રગલીલાથી એટલે દ્રષ્ટિમાત્રથી સુખસેજ અર્થાત્ સુખશધ્યાને પામે છે. શાસ્ત્રોમાં ચાર સુખશા વર્ણવેલ છે. ૧. સ્વાનુભવ, ૨. સંતોષ, ૩. સંયમ અને ૪. ધીરજ. તેને તે ભક્ત પામે છે.
તે ભક્તાત્માને સાચ કહેતા ખરેખર સઘળું વિશ્વ તૃણ સમાન ભાસે છે. અને તે આગળ વધતાં ધરણીરાજ કહેતા આખી પૃથ્વીનો રાજા અર્થાત્ ત્રણ લોકનો નાથ થાય છે. માટે હે શેઠ! એવા અભિનંદન પ્રભુની તમે જરૂર ભજના કરો. રા
અલવે મેં પામ્યો તેહવો નાથ, તેથી હું નિશ્ચય હુઓ રે સનાથ; વાચક યશ કહે પામી રંગરેલ, માનું ફળિય આંગણડે સુરતવેલ.શ૩
સંક્ષેપાર્થ :- અલવે એટલે લીલામાત્રમાં પૂર્વ પુણ્યના ઉદયે હું તેવા સમર્થ નાથને પામ્યો. તેથી હું નિશ્ચય એટલે નક્કી સનાથ થઈ ગયો.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ પ્રત્યે રંગરેલ એટલે પ્રેમરૂપી પાણીની રેલ કહેતા પુર આવવાથી મારા મનરૂપી આંગણામાં સુરતરુ અર્થાતુ કલ્પવૃક્ષની વેલ ફૂટી નીકળી; જેથી મારી સર્વ ઇચ્છાઓ ફળીભૂત થઈ. માટે હે શેઠ! તમે પણ પ્રભુની પ્રેમપૂર્વક સેવા કરી વાંછિત સુખ પામો. સા.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અનુપમ રંગ સ્થલ છે. તેમાં સાચો આનંદ ક્યારે પ્રગટે? તો કે મિથ્થા સાંસારિક વાસનાનો અભાવ થઈ સમ્યગ્દર્શન પ્રગટ થાય તો જ તેમાં રંગ આવે, અર્થાત્ સાચા આત્માનંદની પ્રાપ્તિ થાય.
હે નિજ સુખ કે સપૈયા અર્થાત્ હે શાશ્વત આત્મસુખના સાધક, તમે તો નિજ આત્મગુણરૂપ વસંતમાં જ હમેશાં ખેલ કરો, કારણ કે તે જ સુખનો ભંડાર છે, નાશવંત એવા પુદ્ગલ ભોગોમાં કદી સુખ હોઈ શકે નહીં. કેમકે સુખ ગુણ છે તે જીવનો છે, પુદ્ગલનો નથી.
પર પરિણતિ સ્વરૂપ એવા પુદ્ગલોને સુખ માટે મેળવવાની ચિંતાને છોડી દઈ રાગદ્વેષ અજ્ઞાનને જેણે જિત્યા છે એવા જિનેશ્વર વીતરાગ પ્રભુ દ્વારા મળેલ જ્ઞાન સખા કે સંગ કહેતાં સાચી સમજણરૂપ મિત્રની સાથે હમેશાં ખેલો અર્થાતુ પ્રભુના આપેલા જ્ઞાનને આધારે સદા પ્રવર્તી કે જેથી નિજ આત્મસુખની ખરેખર સિદ્ધિ થાય. ||૧|
વાસ બરાસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે; નિ. આતમ ૨મણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનોદ રે. નિ૨
સંક્ષેપાર્થ :- ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં વાસ કરવારૂપ બરાસની શીતલ સુવાસ લઈને અર્થાત્ પ્રભુની વાર્તા સાંભળીને, તે શુદ્ધ સ્વરૂપ પામવાની સુરુચિરૂપ કેસરનો ઘન એટલે સમૂહ, પરમ પ્રમોદ સાથે પોતાના આત્મામાં પ્રથમ છાંટો અર્થાતુ તે સ્વરૂપ પામવાની પ્રથમ રુચિ ઉત્પન્ન કરો.
પછી આત્મામાં રમણતા કરવારૂપ ગુલાલની લાલીને છાંટો અર્થાત્ તે પ્રમાણે પુરુષાર્થ કરો, જેથી સાધકની આત્મશક્તિ પ્રગટે, અને પરિણામે સાધકને પરમ વિનોદ એટલે પરમ આનંદની પ્રાપ્તિ થાય. રા.
ધ્યાન સુધારસ પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે; નિક રીઝ એકત્વના તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ યોગ રે. નિ૩
સંક્ષેપાર્થ :- આત્માને પર પરિણતિથી વારી, આત્માના ઉપયોગને સ્થિર અકંપ કરવો તે ધ્યાન છે. એવા ધ્યાનરૂપ સુધારસના પાનમાં મગ્નતા એટલે લીનતા કરવી તે સહજ સ્વભાવના ભોગરૂપ ભોજન જાણવું. પછી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં એકત્વતાની તાનરૂપ રીઝ એટલે આનંદ ક્યારે પ્રગટે ? તો કે
જ્યારે મન વચન કાયાના યોગ પરપરિણતિથી પાછા હઠી આત્મગુણ પ્રાપ્તિ કરવા અર્થે સંયમ સન્મુખ થાય ત્યારે તે રૂપ વાજિંત્ર વાગ્યા જાણવા. //
(૪) શ્રી મહાજશ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી
(શક હાથ). આત્મ પ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગદર્શન રંગ રે, નિજ સુખકે સપૈયા; તું તો નિજગુણ ખેલ વસંત રે; નિજ પર પરિણતિ ચિંતા તજી જિનમેં, જ્ઞાન સખા કે સંગ રે. નિ૧
સંક્ષેપાર્થ :- અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યાદિ ગુણોથી યુક્ત એવા આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે જ સાચો આત્માનંદ મેળવવા માટે