________________
૬૩
(૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન
તું તો દોલતનો દાતાર. સો-૧ સંક્ષેપાર્થ :- જે વિજયમાતાના નંદન છે, ગુણના ભંડાર છે, જગત જીવોના જીવન આધાર છે. એવા શ્રી અજિતનાથ પ્રભુ સાથે મારે ગોષ્ઠી કહેતા મિત્રતા થઈ છે; તેથી મારી પણ જગતમાં વારોવાર કહેતા વારંવાર છાજે કહેતા શોભા થવા પામી છે; અર્થાત્ આપનો સેવક થવાથી મારા પણ જગતમાં વખાણ થવા લાગ્યા છે.
એવા હે સોભાગી એટલે સર્વોત્કૃષ્ટ ભાગ્ય છે જેના એવા શ્રી જિનેશ્વર પ્રભુ! તારા ગુણનો કોઈ પાર નથી. તું તો અનંત ગુણોનો ધણી છું. તથા ભવ્ય પ્રાણીઓને દોલત એટલે ધન, વૈભવ આદિ ભૌતિક કે સર્વ આત્મિક રિદ્ધિનો દાતાર પણ તું જ છો. એક અંશ શાતાથી કરીને ઠેઠ મોક્ષ સુધીના સર્વ સુખના ઉપાયને બતાવનાર પણ તમે જ છો. ||૧||
જેહવી કૂઆ છાંહડીજી, જેહવું વનનું ફૂલ;
તુજશું જે મન નવિ મિન્વેજી, તેહવું તેહનું ફુલ. સો૨ સંક્ષેપાર્થ :- કુઆના અંદર પડતી છાયા કે જંગલમાં ઊગેલ ગમે તેટલું સુંદર ફૂલ પણ કોઈ કામનું નથી. તેમ ગમે તેટલી ભૌતિક સામગ્રી પ્રાપ્ત થઈ હોય પણ જો તેનું મન તમારી સાથે મળ્યું ન હોય અર્થાત્ તમારી સાથે પ્રેમ પ્રગટ્યો ન હોય તો તે સર્વ સામગ્રી શ્લરૂપ છે અર્થાત્ તે સામગ્રી જીવને મોહ કરાવી માત્ર દુઃખ જ ઉપજાવનાર છે. રા.
માહરું તો મન પુરિ થકીજી, હળિયું તુજ ગુણ સંગ; વાચક યશ કહે રાખજોજી, દિન દિન ચડતો રંગ. સો-૩
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મારું તો મન પુરિ થકી એટલે પહેલાથ જ આપના ગુણો સાથે હળિઉં કહેતા પ્રેમપૂર્વક સંલગ્ન થયું છે. શ્રી યશોવિજય મહારાજે પાંચ વર્ષની ઉંમરમાં દીક્ષા લીધેલ; માટે હવે તો દિનદિન પ્રતિ ચઢતા રંગ રાખશો અર્થાતુ દિવસે દિવસે ભક્તિના બળે મારા આત્માની દશા વૃદ્ધિ પામે એમ કરજો. એ જ મારી આપને ભક્તિસહિત વિનંતિ છે. રૂા.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
(વીરજી ઠારા હો વીરજી ારા.....એ દેશી) પ્રણમું ચરણ પરમ ગુરુજિનના, હંસ તે મુનિજન મનના; વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના,
મોરા સ્વામી હો, તોરો ધ્યાન ધરીજે; ધ્યાન ધરીજે હો સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે. મો-૧
સંક્ષેપાર્થ:- પરમગુરુ એવા નિર્વાણી જિન પરમાત્માના ચરણકમળમાં ભાવભક્તિપૂર્વક પ્રણામ કરું છું કે જેણે આત્માના ગુણોને ઘાતે એવા ચારેય ઘાતીયા કર્મનો નાશ કર્યો છે. જેથી પ્રભુ મુનિજનોના મનરૂપી માનસરોવરમાં હંસરૂપે રમે છે, હંસ જેમ દૂધથી પાણીને ભિન્ન કરીને પીએ છે તેમ મુનિ મહાત્મા પણ પાણી જેવા દેહનો ભાવ ત્યાગી, દૂધ જેવા આત્માને પોતાના હૃદયમાં ધારણ કરે છે.
પ્રભુ તો આત્મઅનુભવરૂપ નંદનવનમાં વસનારા છે. અને તેથી ઉત્પન્ન તાં આત્માના અનંત આનંદના ભોગી છે. એવા હે પ્રભુ! હે મારા સ્વામી ! અમે તો આપનું જ ધ્યાન ધરીએ; સંસારની પુદ્ગલાદિક વસ્તુઓનું ધ્યાન ધરતાં તો મારો આત્મા અનંત ક્લેશ પરિણામને પામે છે, માટે આપનું જ ધ્યાન ધરીએ કે જેથી શાશ્વત સુખશાંતિ સ્વરૂપ એવી આત્મસિદ્ધિને પામીએ. તથા આત્મઅનુભવથી ઉત્પન્ન થતાં અમૃતનું પાન અમે પણ કરીએ. | હે મારા સ્વામી ! ઉપરોક્ત કારણોને લીધે અમે પણ આપનું જ નિશદિન ધ્યાન ધરીને આનંદ મગ્ન રહીએ. ૧||
સકલ પ્રદેશ સમાગુણ ધારી, નિજ નિજ કારજ કારી;
નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી. મો૨ સંક્ષેપાર્થ :- પ્રભુના સકલ એટલે અસંખ્યાત પ્રદેશોમાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણો, તે સમાગુણધારી એટલે સમાન ગુણધર્મવાળા છે, અર્થાત્ એક પણ પ્રદેશે એક પણ ગુણ અંશમાત્ર ઓછો અધિકો નથી; જેમ સોનાના સર્વ દેશે તેનું ભારેપણું, પીળાશ કે ચિકાશાદિ સરખા છે તેમ. પ્રત્યેક પ્રદેશે સર્વ ગુણો પોતપોતાનું કાર્ય સર્વ સમયે કર્યા કરે છે. કોઈપણ ગુણની પ્રવૃત્તિ કદી રોકાતી નથી. તેમજ જ્ઞાનગુણ કદી દર્શનગુણ આદિનું કાર્ય કરતો નથી. સર્વ ગુણો પોતપોતાના ગુણોમાં સમયે સમયે પ્રવર્તે છે. એવો વસ્તુનો પારિણામિક ધર્મ
(૨) શ્રી નિર્વાહનીપ્રભુ જિન સ્તવન