________________
(૨) શ્રી યુગમંધર જિન સ્તવન
શ્રી યુગમંધર સાહિબા રે, તુમશું અવિહડ રંગ; મનના માન્યા; ચોલમજીઠ તણી પરે રે, તે તો અચલ અભંગ; ગુણના ગેહા. ૧
સંક્ષેપાર્થ:- હે શ્રી વર્તમાન વિહરમાન યુગમંધર સાહિબા! આપની સાથે મને અવિહડ એટલે અપ્રતિહત અર્થાત્ કદી નાશ ન પામે એવો રંગ લાગ્યો છે; તેથી આપ મારા મનને માન્ય થયા છો અર્થાતુ ગમી ગયા છો.
તે આપની સાથેનો મારો ભક્તિનો રંગ કેવો છે? તો કે ચોલમજીઠ એટલે લાલચોળ મજીઠ જેવો પાકો રંગ છે, અર્થાતુ આપની સાથેનો મારો પ્રેમ ચોલ- મજીઠની જેમ પાકો છે. જેમ કાપડ ફાટી જાય પણ ચોલમજીઠનો રંગ ફીટ નહીં; તેમ આપની સાથે બંધાયેલ પ્રીત તે અચલ અને અભંગ છે. તે કદી નાશ પામે એવી નથી. કેમકે આપ ગુણસમુદાયના નેહરૂપ એટલે ઘરરૂપ છો માટે. ||૧|
ભવિજનમન તાંબુ કરે રે, વેધક કંચનવાન; મ0 ફરી તાંબુ તે નવિ હુએ રે, તિમ તુમ નેહ પ્રમાણ. ગુ૨
સંક્ષેપાર્થ :- કંચનવાન એટલે સોનુ બનાવનાર સુવર્ણરસ જે રસથી વેધક એટલે વિધાઈને, તાંબુ સોના સાથે ભળી જઈ સોનારૂપે બની જાય છે, તે ફરી તાંબારૂપે થતું નથી. તેમ આપની સાથે કરેલ સાચો સ્નેહ, જે ભવ્યાત્માઓના મનરૂપી તાંબાને આપના જેવા ગુણના ઘરરૂપ સુવર્ણમય બનાવી દે છે. તેજ સ્નેહ પ્રમાણભૂત છે અર્થાત્ તે જ ભક્તિ સાચી છે કે જેથી પોતે સ્વયં ભગવાન સ્વરૂપ બની જાય છે. રા.
એક ઉદક લવ જિમ ભળ્યો રે, અક્ષય જલધિમાં સોય; મને તિમ તુજશું ગુણ નેહલો રે, તુજ સમ જગ નહિ કોય. ગુ૦૩
સંક્ષેપાર્થ:- એક લવ માત્ર ઉદક એટલે પાણીનું બિંદુ સમુદ્રના જળમાં ભળી જઈ અક્ષય બની જાય છે, તેમ આપના ગુણ સાથે કરેલ સ્નેહનું આજ ફળ આવે છે કે જે અમને સર્વકાળને માટે અક્ષયપદની પ્રાપ્તિ કરાવે છે. માટે હે ગુણના ઘરરૂપ પ્રભુ! આપ સમાન આ જગતમાં બીજાં કોઈ નથી. આપની સાથે મારે મનમેળ થઈ ગયો છે. ૩
તુજશું મુજ મન નેહલો રે, ચંદન ગંધ સમાન; મક
મેળ હુઓ એ મૂળગો રે, સહજ સ્વભાવ નિદાન. ગુ૦૪ સંક્ષેપાર્થ:- આપની સાથેનો મારો નેહલો કહેતાં સ્નેહ કેવો છે? તો
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કે જેમ ચંદન સાથે તેની સુગંધનો છે તેમ; એકમેકપણાને પામેલ છે. આપ આત્માના મૂળ સ્વભાવના કર્તા છો, એવા આપ સાથે મારે મેળ થયો છે. માટે તે જરૂર મારા સહજ આત્મસ્વભાવને કે સ્વરૂપને પ્રગટ કરવાનું નિદાન એટલે કારણ બનશે એવી મને પૂર્ણ ખાત્રી છે. જો
વપ્રવિજય વિજયાપુરી રે, માત સુતારા નંદ; મ .
ગજ લંછન વિપ્રમંગલા રે, રાણી મન આનંદ. ગુ૦૫
સંક્ષેપાર્થ :- વપ્રવિજયના વિજયાપુરીમાં શ્રી સુતારા માતાના નંદ એટલે પુત્ર એવા શ્રી યુગમંધર ભગવાન છો. જેમનું ગજ એટલે હાથીનું લંછન છે. તથા વિપ્રમંગલા નામની રાણીના મનને આનંદ આપનારા છો એવા હે ગુણના ઘરરૂપ પ્રભુ! મને પણ આત્માના આનંદના આપનારા થાઓ, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. //પા
સુદ્રઢરાય કુળ દિનમણિ રે, જય જય તું જિનરાજ મત શ્રીનય વિજય વિબુધ તણા રે, શિષ્યને ઘો શિવરાજ. ગુ૦૬
સંક્ષેપાર્થ :- શ્રી સુદ્રઢરાજાના કુળમાં દિનમણિ એટલે સૂર્ય સમાન એવા મહાવિદેહક્ષેત્રે વિચરતા શ્રી યુગમંધર જિનરાજ પ્રભુ ! આપનો સદા જગતમાં જય જયકાર હો.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે વિબુધ એટલે પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય એવા મને, હે પ્રભુ ! શિવ એટલે મોક્ષનું રાજ્ય આપો કે જેથી હું પણ સર્વકાળને માટે સુખી થઈ જાઉં, એવી આપ મારા ઉપર કૃપાદ્રષ્ટિ કરો. IIકા
(૨) શ્રી અજિત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી
(કપૂર હોઈ અતિ ઉજવું –એ દેશી) વિજયાનંદન ગુણનીલોજી, જીવન જગદાધાર; તેહશું મુજ મન ગોઠડીજી, છાજે વારોવાર. સોભાગી જિન, તુજ ગુણનો નહિ પાર;