________________
૫૩
(૧) શ્રી કષભ જિન સ્તવન કરે છે. માટે હે જિર્ણોદરાય! આપ પણ મારા જેવા પરમાર્થે સાવ રંક એવા જીવ સાથે ધર્મસ્નેહ રાખી, આત્મશીતળતા પ્રગટાવવાની કૃપા કરજો. જો
સરિખા સહુને તારવારે, તિમ તુમે છો મહારાજ;
મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ, જિ૫
સંક્ષેપાર્થ:- પુણ્યાત્માઓને કે પાપીઓને સરખી રીતે ઉદ્ધાર કરવાને સમદ્રષ્ટિવાળા એવા હે સીમંધર મહારાજ ! આપ સર્વથા સમર્થ છો તો મારી સાથે આપ કેમ અંતર એટલે ભેદ રાખો છો. મેં તો આપનું શરણ સ્વીકાર્યું છે. તમારી બાંહ્ય ગ્રહી છે. હવે મને નહીં તારશો તો તેમાં તમારી જ લાજ જશે. તે લાજ રાખવા માટે પણ મને તમારે તારવો પડશે. માટે હે જિર્ણોદરાય ! મારી સાથે જરૂર ધર્મસ્નેહ રાખજો. //પા
મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પરમાણ;
મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિ.૬
સંક્ષેપાર્થ:- ભક્ત જોઈને તેનો ઉદ્ધાર કરે અર્થાત્ તેના કપાળે સમક્તિનો ચાંદ ચોઢે અને પાપીઓની સામું પણ ન જાએ, તે આપના જેવા માટે પ્રમાણભૂત નથી. પણ રાય કે રંક સર્વના ગુજરાને માન આપે અર્થાત્ સર્વની વાત સાંભળે તે જ સુજાણ એટલે વિચક્ષણ છે અને તેજ ખરેખરા સાહિબ પદને યોગ્ય ગણાય. ફા!
વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન મિણી તંત; વાચક યશ એમ વીનવ્યો રે, ભયભંજન ભગવંત. જિ૦૭
સંક્ષેપાર્થ :- વૃષભ એટલે બળદ છે લાંછન જેમનું એવા સત્યકી માતાના નંદન, તેમજ મિણીના છે કંત એટલે સ્વામી, એવા શ્રી સીમંધર પ્રભુને વાચક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં ઉપરોક્ત પ્રકારે અમારા ઉદ્ધાર માટે વિનંતિ કરી છે; કેમકે એ ભગવંત સર્વ પ્રકારના ભયને ભાંગવા સમર્થ છે, માટે હે જિર્ણોદરાય ! આપ જરૂર અમારા જેવા ચારગતિરૂપ સંસારમાં રઝળતા પ્રાણીઓના ઉદ્ધાર માટે ધર્મસ્નેહ રાખજો, જેથી અમારું કલ્યાણ થાય અને આપનું તારણતરણ એવું બિરૂદ પણ સચવાય. llણા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયાત વર્તમાન બીજી યૌવીશી
(પૈરો પ્રભુ નીકો મેરો પ્રભુ નીકોએ દેશી) ત્રકષભ જિનંદા, ઋષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજશું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી. ૪૦૧
સંક્ષેપાર્થ:- હે ઋષભ જિનંદા! હે જિનોમાં ઇન્દ્ર જેવા પ્રભુ ! તમે તો મારા સાહિબ છો અને હું તમારો બંદા કહેતા બંદગી કરવાવાળો સેવક છું. તમારી સાથે મારી સાચી પ્રીત બની છે; જેથી મારું મન તે તમારા ગુણોમાં જ રાચી માચીને તલ્લીન રહે છે. |૧||
દીઠા દેવ ચે ન અનેરા, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા; સ્વામી શું કામણડું કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું. ૦૨
સંક્ષેપાર્થ :- તેથી અનેરા કહેતા બીજા હરિહરાદિક દેવ દેવીઓ દીઠા પણ ગમતા નથી. તેમાં મારું મન કિંચિત્ પણ આકર્ષણ પામતું નથી. પણ તુજ પાખલિ કહેતા તારી ચોફેર જ મારું ચિત્ત સદા ફર્યા કરે છે.
હે સ્વામી આપે અમારા પ્રત્યે એવું શું કામણ કર્યું કે જેથી અમારું ચિત્ત તમે ચોરી લીધું, તેથી સંસારમાં તમારા સિવાય બીજું કંઈ સારભૂત અમને જણાતું નથી. રા.
પ્રેમ બંધાણો તે તો જાણો, નિર્વહેશ્યો તો હોશે પ્રમાણો; વાચક યશ વીનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ. ઋ૩
સંક્ષેપાર્થ :- આપની સાથે પ્રેમ બંધાણો, તે તો તમે જાણો છો પણ હવે તે પ્રેમનો નિર્વાહ આપ જો કરો તો તે પ્રેમ પ્રમાણભૂત માની શકાય.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી જિનરાજને વીનવે છે કે મારી બાંહ્ય આપે ગ્રહી છે તો હવે મને સંસાર સમુદ્રમાં ડૂબતાં ખેંચી લેવો તે આપની ફરજ છે, હવે જો મને નહીં ઉગારશો તો લાજ તમારી જશે, કેમકે હું તો તમારે શરણે આવેલો પામર સેવક છું. ૩
૧. શ્રી ઋષભ જિન સ્તવન
(૧) શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન