________________
(૧) શ્રી સીમંધર જિન સ્તવન થયેલાં છે. કા.
અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજીએ શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીએ ભવભય ટેવ રે સ્વામી, વી૭
સંક્ષેપાર્થ :- શ્રી સીમંધર પ્રભુ ઉપદેશ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારનાર હોવાથી પરમ અવલંબનરૂપ છે. માટે એવા અનુપમ શુદ્ધ નિમિત્તને ભજીએ; અને તે વડે ચાર ગતિરૂપ સંસારના ભયથી સર્વકાળને માટે મુક્ત થઈએ. IITી
શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ ૨મણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી, વી૦૮
સંક્ષેપાર્થ:- અઢાર દૂષણરહિત શુદ્ધ દેવનું અવલંબન લઈને આત્માથી પર એવા રાગદ્વેષરૂપ પરભાવને પરિહરિએ અર્થાતુ દૂર કરીએ, તે પરભાવ જવાથી આત્મસ્વભાવમાં રમણતાનો અનુભવ થતાં સર્વકાળ તેમાં જ રહેવાનો આત્મભાવ પ્રગટ થાય છે. ||ઢા
આતમ ગુણ નિર્મળ નીપજતાં, ધ્યાન સમાધિ સ્વભાવે; પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે સ્વામી, વીલ
સંક્ષેપાર્થ :- આત્માનો સમ્યક્દર્શન ગુણ નિર્મળપણે પ્રગટ થતાં, તે આત્માના સ્વભાવનું ધ્યાન કરીને કે આત્માના જ સ્વભાવની સમાધિ કહેતા સ્વસ્થતા પામીને, આત્માની પૂર્ણ આનંદસ્વરૂપ સિદ્ધતાને સાધી, દેવોમાં ચંદ્રમાં સમાન પરમાત્મપદને તે સ્વયં પામે છે. III
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિજયમાં પુંડરિગિણી નામની સારરૂપ સુંદર નગરી છે. તેમાં શ્રી સીમંધર સાહિબ વર્તમાનમાં જયવંત વર્તે છે, અર્થાત્ વિચરી રહ્યાં છે. તે ત્યાંના શ્રી શ્રેયાંસરાજાના કુમાર એટલે પુત્ર છે.
પણ હે જિનોમાં રાજા સમાન શ્રી નિણંદરાય પ્રભુ સીમંધર સ્વામી, આપ અમારા પ્રત્યે ધર્મસ્નેહ રાખજો, અર્થાતુ અમે પણ સ્વસ્વભાવરૂપ આત્મધર્મને પામીએ તેવો ઉપાય સૂઝાડજો. I/૧
મોટા નાહના અંતરો રે, ગિરુઆ નવિ દાખંત;
શશી દરિશણ સાયર વધે રે, કેરવવન વિકસંત. જિ૦૨
સંક્ષેપાર્થ:- અમે મોટા અને તમે નાના એવો આંતરો ગિરુઆ એટલે મોટાપુરુષો કદી દાખવતા નથી અર્થાતુ બતાવતા નથી. જેમકે શશિ એટલે ચંદ્રમાના દર્શનથી મોટો એવો સમુદ્ર પણ વૃદ્ધિ પામે છે અને કૈરવવન એટલે સફેદ કમળોનું વન પણ ચંદ્રમાના પ્રકાશથી વિકસિત થાય છે અર્થાતુ ખીલે છે. માટે હે જિર્ણોદરાય! અમારા જેવા પામર જીવો પ્રત્યે પણ આપ ધર્મસ્નેહ દર્શાવજો જેથી અમારા પણ આત્મગુણો ખીલી ઊઠે. રા.
ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલધાર;
કર દોય કુસુમે વાસીએ રે, છાયા સવિ આધાર. જિ૦૩
સંક્ષેપાર્થ :- જગતમાં વરસતી જલધાર એટલે વરસાદ તે ઠામ એટલે સારું સ્થાન કે ખરાબ સ્થાનને જોતો નથી. તે તો સર્વત્ર સરખાભાવે જ વરસે છે. તથા કુસુમ એટલે ફૂલ તેને ગરીબ હો કે ધનવાન હો જે સ્પર્શ કરે તેના હાથને તે સુવાસિત કરે છે. તેમજ વૃક્ષની છાયા તે પણ ગરીબ કે તવંગર સર્વને માટે સરખી રીતે આધાર આપનારી થાય છે. માટે હે જિર્ણોદરાય ! મારા જેવા પાપીને પણ આપ આધાર આપી જરૂર ધર્મસ્નેહ રાખજો જેથી મારા આત્માનું કલ્યાણ થાય. ૩.
રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર;
ગંગાજલ તે બિહુતણો રે, તાપ કરે સવિ દૂર. જિ૦૪ સંક્ષેપાર્થ :- ચંદ્રમા અને સૂરજ, ઉદ્યોતે એટલે પ્રકાશ સમયે, રાજા અને રંક એટલે ગરીબને પણ સરખા જ ગણે છે અર્થાત્ બેયને સરખો જ પ્રકાશ આપે છે; તેમાં કંઈ ભેદ રાખતા નથી. તેવી જ રીતે ગંગાજલ પણ રાજા કે રંક તે બેઉમાંથી જે કોઈ પણ તેમાં સ્નાન કરે તેના શરીરનો તાપ શીતળ જળવડે દૂર
(૧) શ્રી સીમંધર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી
(ઈડર આંબા આંબલીએ-એ દેશી) પુષ્કલાવઈ વિજયે જયો રે, નયરી પુંડરિગિણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસ કુમાર,
જિગંદરાય, ધરજો ધર્મસનેહ. ૧ સંક્ષેપાર્થ :- જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં આવેલ પુષ્પકલાવતી