________________
પ્રાતઃકાળની સ્તુતિ
કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો;
છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું. સ૦ ૪ અર્થ–કોપ એટલે ક્રોધ તથા માન, માયા, લોભ આદિ કષાય ભાવોને કરી કરી કર્મોના બંધ પાડ્યા, તથા બીજી અનેક પ્રકારની આશા એટલે સાંસારિક સુખની ઇચ્છાઓના પાશ એટલે જાળમાં હું બંધાયેલો છું અર્થાત્ ફસાયેલો છું. કર્મો પણ આધિ વ્યાધિ ઉપાધિરૂપે ઉદયમાં આવી અનેક પ્રકારે મને અત્યંત માર મારવા છતાં, ફરી કામવાસનાનો જ અભિલાષ રાખું છું. પણ આપ સદા નિર્વિકારી છો તેથી મને આપની પાસે રાખો, જેથી હું પણ વિકારી ભાવોને ભુલી જઈ, આપની ભક્તિ દિલમાં ધારણ કરીને, મનને પવિત્ર કરું. ll
નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી;
સ્થિર એક સદ્ગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું. સ. ૫ અર્થ-નિજધામ એટલે પોતાના માનેલ ઘર દુકાન આદિ બધા, પુલ પરમાણુના સંયોગથી બનેલા હોવાથી ચંચળ એટલે અસ્થિર છે. વિત્ત એટલે ધન અલંકાર આદિ પણ ચંચળ છે. પુણય પરવાર્યે જતાં રહે છે. અથવા હું આ બધી ઉપાધિને છોડી તેના ફળ ભોગવવા બીજા ભવમાં ચાલ્યો જઈશ. આ સર્વ કરતાં ચિત્ત એટલે મન તો અત્યંત ચંચળ છે. ઘડીવાર પણ સ્થિરતાને પામતું નથી. તેથી આત્મશાંતિના સ્વાદને પણ જાણતું નથી. હિતકારી મિત્ર હો કે સુકલત્ર એટલે સારા સ્વભાવવાળી પોતાની સ્ત્રી હો, તે પણ ચાલી જાય છે, અથવા પોતે બધાને મૂકી પરભવમાં ચાલ્યો જાય છે. આ વિષયમાં વિશેષ હું મુખથી શું કહ્યું; કેમકે આ બધું તો જગજાહેર છે. પણ હે સદ્ગુરુદેવ પરમકૃપાળુ પરમાત્મા! આપ પોતાના સહજ આત્મસ્વરૂપમય સ્વભાવને પામેલા હોવાથી, તથા સર્વકાળ તે સ્વરૂપમાં જ રહેવાના હોવાથી સ્થિર છો. નિશ્ચયનયે મારા આત્માનું પણ એવું જ સ્થિર, સુખમય સ્વરૂપ છે તો તે પ્રાપ્ત કરવાની જ હવે ટેક અંતરમાં રાખી, તેને પ્રગટાવવાનો પુરુષાર્થ આદરું. તેના માટે સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુ પ્રભુના ચરણકમળમાં વારંવાર ભાવપૂર્વક વંદન કર્યા કરીશ. //પા.
ભવ મંડપે કરી પ્રીત માયાસેજ સુંદર પાથરી;
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી,
જાગ્રત કરી ગુરુ રાજચંદ્ર, બોધદાન કર્યું શરૂ. સ. ૬ અર્થ–આ ભવ એટલે સંસારરૂપી મંડપમાં પ્રીતિ કરીને, ત્યાં મોહમાયારૂપી સેજ એટલે પથારીને સુંદર રીતે પાથરી, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ આદિમાં અત્યંત મોહનું આચરણ કરી, ગાઢ મોહ નિદ્રામાં હમેશાં સૂતો હતો. પણ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ આ જગતમાં આવી અને મોહનિદ્રામાંથી જાગ્રત કરીને, સંસારના જન્મજરામરણાદિ ભયંકર દુઃખોથી મુક્ત કરવા માટે બોધનું દાન આપવાનું શરૂ કર્યું. જેથી મારા આત્માને ઘણી જ શાંતિનો અનુભવ થયો, અને પરમપદરૂપ મોક્ષ પ્રાપ્તિની અભિલાષા જાગ્રત થઈ. હવે એવા સહજાત્મસ્વરૂપી પરમગુરુના ચરણકમળમાં સદા વંદન કરી તેમની જ આજ્ઞારૂપે સેવા ઉઠાવ્યા કરીશ. કા
જયકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહીગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો;
ગુરુ ધર્મધારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ધરું. સ. ૭ અર્થ–હે ભવ્યો! પરમકૃપાના કરનાર એવા શ્રી સદ્ગુરુદેવની મહિમાનો જયકાર, તમારા ઉત્તમ આચરણ વડે જગતમાં ગજાવજો. ભક્તના જે શુભ ધર્મ એટલે ઉત્તમ આચાર જે ભગવંતે વર્ણવેલા છે, તે પ્રભુ પ્રત્યેની અત્યંત ભક્તિ કરતાં સાથે બજાવજો અર્થાત્ તે તે આચારવિચારોનું પૂર્ણપણે પાલન કરજો; તો જ પરમકૃપાળુ પરમાત્માનો મહિમા જગતમાં પ્રસરશે. શ્રી સદગુરુ ભગવંત સદૈવ આત્મધર્મના ધારક છે, કર્મના વારક એટલે નિવારનાર છે, એવા સહજાત્મસ્વરૂપી પ્રભુને હું નિત્યે મારા ધ્યાનમાં ધારણ કરું; જેથી નિશ્ચયનયે મારું પણ તેવું જ સ્વરૂપ હોવાથી તે પ્રગટ થાય, અને હું પણ અનંતસુખસ્વરૂપ એવા શુદ્ધ આત્મપદને પામી મોક્ષમાં બિરાજમાન થાઉં. તે અર્થે સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુ પ્રભુના સેવવા યોગ્ય ચરણકમળનો સદા દાસ રહી, વિધિપૂર્વક તેમની જ આજ્ઞાનું આરાધન કર્યા કરીશ, એવી મારી હાર્દિક પૂર્ણ અભિલાષા છે. કા. (આ કાવ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવની ભક્તિથી રચેલ છે.)
() દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહી વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧