________________
(૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન
ર૫૩ જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોલકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હ૦૫
સંક્ષેપાર્થ:- જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે કોઈના કાનમાં કહેતા ફરતા નથી. પણ જ્યારે એ આત્મઅનુભવમાં તન્મય થાય છે ત્યારે કોઈ યોગ્ય જીવ સાનમાં એટલે તેમના મનવચનકાયાની ચેષ્ટાઓ વડે ઇશારાથી સમજી જાય છે; કે એ આત્મઅનુભવી પુરુષ છે. //પા
પ્રભુગુણ અનુભવ ચંદ્રહાસ ન્ય, સો તો ન રહે મ્યાનમેં, વાચક યશ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં. હ૦૬.
સંક્ષેપાર્થ :- પ્રભુના આત્મગુણોનો અનુભવ તે ચંદ્રહાસ એટલે દેદિપ્યમાન તલવાર જેવો છે કે જે યુદ્ધ સમયે મ્યાનમાં રહે નહીં. તેવી રીતે શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં પણ અનુભવરૂપી તલવારવડે મોહરૂપી મહાન શત્રુને લડાઈના મેદાનમાં જીતી લીધો છે. તેથી અમે પણ શુદ્ધ સ્વરૂપી એવા પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા છીએ, તન્મય થયા છીએ. કા.
૨૫૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અભિલાષી બની ચકોર પક્ષીની જેમ તમારી સામું જ જોયા કરીશ. જ્યારે તમે દિગંદા કહેતા દિવસનો ઇન્દ્ર સૂર્ય છે તે સમાન થશો તો હું ચક્રવાક પક્ષી જેવો થઈ તમારા દર્શનનો જ ઇચ્છુક બની રાત્રિ ગમન કરીશ. આરા
મધુકર પરિ મેં રણઝણું, જબ તુમ અરવિંદા;
ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમ હી ગોવિંદા. મે૩ સંક્ષેપાર્થ:- તમે અરવિંદ એટલે કમળના ફુલ જેવા સુકોમળ બનશો તો હું પણ મધુકર એટલે ભમરા જેવો બની ગુણરસ મેળવવા સદા તમારા ઉપર રણઝણીશ અર્થાત્ ગુંજન કરતો ફર્યા કરીશ. તમે જો ગોવિંદ એટલે વિષ્ણુરૂપ બનશો તો હું પણ આપની સવારી માટે ગરૂડનું રૂપ ધારણ કરી સેવા ભક્તિમાં સદા હાજર રહીશ. /alી.
તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં શિખિનંદા;
તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમદા. મે૦૪
સંક્ષેપાર્થ :- તમે જો ગર્જિત એટલે ગાજતા વાદળાનું રૂપ ધારણ કરશો તો હું શિખિનંદા એટલે મોરનું રૂપ ધારણ કરી આપના દર્શનવડે આનંદમાં નાચી ઊઠીશ.
તમે જો સાયર એટલે સાગરરૂપ બનશો તો હું સુરસરિતા કહેતા ગંગા નદીની સમાન અમંદા એટલે તીવ્ર વેગવાળી બની આપની સાથે આવીને ભળી જઈશ; અર્થાત્ તમારા શુદ્ધસ્વરૂપ સાથે મળી જઈ અભેદતાને પામીશ. IIII
દૂર કરો દાદા પાસજી ! ભવ દુઃખકા ફંદા;
વાચકે જશ કહે દાસર્ક, દિયો પરમાનંદા. મેપ સંક્ષેપાર્થઃ- હે શ્રી પાર્શ્વનાથ દાદા ! હવે આ સંસારમાં રહેલ જન્મજરા મરણરૂપ દુઃખના ફંદને કહેતાં જાળને તોડી નાખી મારાથી તેને દૂર કરો.
એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારા આ દાસને હવે પરમ આત્માનંદ આપી કૃતાર્થ કરો. કેમકે મારા સાહેબ આપ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ છો. અન્ય કોઈનું મને શરણ નથી. /પા.
(૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવના શ્રી યશોવિજયજીત તેર નવનો
(વા-બિલાલ) મેરે સાહેબ તુમ હી હો, પ્રભુ પાસ જિગંદા!
ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મે ૧ સંક્ષેપાર્થ:- હે જિનોમાં ઇન્દ્ર જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! મારા સાહેબ તો તમે જ છો. હું તમારો ખિજમતગાર એટલે સેવક છું, આત્મધનથી રહિત એવો ગરીબ છું તથા તમારી હમેશાં બંદગી કરવાવાલો બંદા છું. આપ સાહેબ સિવાય મારું મન બીજે ક્યાંય ચોટતું નથી. I૧
મેં ચકોર કરું ચાકરી, જબ તુમ હી ચંદા;
ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિગંદા. મે૨ સંક્ષેપાર્થ :- જ્યારે તમે ચંદ્રમા જેવા થશો તો હું તમારી સેવાનો