________________
(૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
૨૫૧ છે. જો આપના ગુણોના રસમાં મગ્નતા કહેતા તલ્લીનતા થઈ ગઈ તો કોણ કંચન અને કોણ દારા એટલે સ્ત્રી; તે બધું ભુલાઈ જાય છે અર્થાત્ કંચન અને કાંતા પ્રત્યે રહેલો અનાદિકાળનો અમારો મોહ પણ મટી જાય છે. માટે આપ જ અમને પ્રિય છો. Ifજા
શીતલતા ગુન હોર કરત તુમ, ચંદન કાહુ બિચારા? નામ હી તુમચા તાપ હરત છે, વાંકું ઘસત ઘસારા. સાશીપ
સંક્ષેપાર્થ :- તમારામાં રહેલ આત્મશીતળતાના ગુણ સાથે ચંદન પોતાની શીતળતાની હોડ કરવા જાય; પણ તે જડ એવું ચંદન બિચારું આપના આગળ શું વિસાતમાં છે. આપનું તો નામ માત્ર સંસારના ત્રિવિધ તાપને હરે છે,
જ્યારે ચંદનની બાહ્ય શીતળતા મેળવવા માટે તો ચંદનને ખૂબ ઘસવાની મહેનત કરવી પડે છે. માટે ‘યથા નામા તથા ગુણા’ ની જેમ આપનું શીતલનાથ એવું નામ સર્વથા યથાર્થ છે. આપણા
કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા; જશ કહે જન્મમરણ ભય ભાગો, તુમ નામે ભવ પારા. સોશી ૬
સંક્ષેપાર્થ:- જગતમાં ઘણા લોકો આત્મશીતલતા મેળવવા માટે ઘણા તપ વગેરે કષ્ટો ઉઠાવે છે. પણ અમારે મન તો હે પ્રભુ! એક તમારા નામનો જ આધાર છે. અર્થાત્ અમને તો એક તમારું જ શરણ પ્રિય છે.
- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અમારા જન્મમરણનો ભય ભાગી ગયો; કેમકે તમારા નામથી અમારી ભવસાગરમાં પડેલી નાવ જરૂર પાર ઊતરશે એવી અમને સંપૂર્ણ ખાત્રી છે, પૂર્ણ વિશ્વાસ છે. તેથી અમને શ્રી શીતલનાથ પ્રભુ પ્યારા છે, ઘણા જ પ્યારા છે. IIકા
રપર
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણગાનમેં. હ૦૧
સંક્ષેપાર્થ:- અમે શુદ્ધ સ્વરૂપી એવા શ્રી શાંતિનાથ પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા. અચિરાસુત એટલે અચિરામાતાના પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનના ગુણોનું ભક્તિપૂર્વક ગાન કરતાં અમારા તન મનની દુવિધા એટલે અસ્થિરપણાને લઈને થતું બધું દુઃખ તે ભુલાઈ ગયું. l/૧
હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કો માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતા રસકે પાનમેં. હ૦૨
સંક્ષેપાર્થ :- હરિ કહેતાં વિષ્ણુ, હર કહેતા શંકર અને બ્રહ્મ કહેતા બ્રહ્મા તથા પુરંદર કહેતાં ઇન્દ્રની રિદ્ધિ તે સર્વ શુદ્ધસ્વરૂપી એવા પ્રભુના માનમાં કહેતાં માપમાં અર્થાત્ તુલનામાં આવી શકે એમ નથી. શુદ્ધ સ્વરૂપથી પ્રગટતો એવો સમતા રસ, તેના પ્યાલા ભરી ભરીને પાન કરતાં અમે પણ ચિદાનંદ એટલે આત્માનંદની મોજ માણી રહ્યાં છીએ. માટે જ પ્રભુના ધ્યાનમાં અમે મગ્ન બન્યા છીએ. રા
ઇતને દિન – નાહિ પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. ૨૦૩
સંક્ષેપાર્થ - આટલા દિવસ સુધી તો હે પ્રભુ! તારા સ્વરૂપની પિછાન એટલે ઓળખાણ થઈ નહીં. તેથી મારો જન્મ અજાન એટલે અજ્ઞાનદશામાં જ વ્યતીત થયો. પણ હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી પ્રભુના ગુણરૂપ અક્ષય ખજાનાને મેળવવા માટે અમને પણ અધિકાર પ્રાપ્ત થયો. તેનું કારણ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. all
ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે ૨સ આગે, આવત નહિ કોઉ માનમેં. હ૦૪
સંક્ષેપાર્થ:- અનાદિકાળથી આત્મગુણો વગર હું દીન જ હતો. પણ હવે હે નાથ ! આપે આપેલ સમકિતના દાનથી મારું અનાદિનું યાચકપણું મટી ગયું. હવે પ્રભુના આત્મગુણોને અનુભવવામાં જે રસ આવે છે, તેના માનમાં એટલે તેની તુલનામાં જગતમાં કોઈ એવો બીજો રસ નથી કે જે આવી શકે. માટે અમે તો તે આત્માનુભવરસ માણવામાં જ મગ્ન રહેવા ઇચ્છીએ છીએ.
(૧૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો
(રામનારંગ). હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં; (ટેક)