________________
૨૪૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની નિર્વિકાર મુદ્રાના દર્શન કરવાથી અત્યંત આનંદ પામીને આપના પર હું કોડી એટલે ક્રોડો વાર ઉવારણ થાઉં છું, અર્થાત્ વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું, સર્વસ્વ અર્પણ કરું છું. માટે પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ ! અનાદિની મોક્ષાભિલાષરૂપ ભૂખ તરસને મેટવા સમતારૂપી રસથી પારણું કરાવી મને કૃતાર્થ કરો. જેથી હું શાશ્વત સુખશાંતિ પામી સદી સંતુષ્ટ રહું. /પા
(૯) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
૨૫ માનસરોવર પ્રિય છે, રેવા એટલે નર્મદા નદીના જલમાં રમવાનું વારણા એટલે હાથીને ગમે છે, ખીર સિંધુ કહેતા ક્ષીર સમુદ્ર હરિ એટલે વિષ્ણુને પ્યારો છે, તથા જ્ઞાની પુરુષોને મન નવતત્ત્વાદિની વિચારણા પ્રિય છે. તેવી રીતે મારા મનને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ વહાલા છે, અત્યંત પ્રિય છે. ૧૫
મોરકું મેહ, ચકોરકું ચંદા, મધુ મનમથ ચિત્તઠારના; ફૂલ અમૂલ ભમરકું અંબહી, કોકિલકું સુખકારના. ઐ૨
સંક્ષેપાર્થ :- મોરને મન મેહ એટલે વરસાદ પ્રિય છે. ચકોર પક્ષીને મન ચંદ્રમા, મનમથ એટલે કામદેવને મધુ એટલે વસંત મહિનો ઠારના એટલે ચિત્તને શાંતિ પમાડનાર જણાય છે. ભમરાને મન ફૂલ તે અમૂલ એટલે અમૂલ્ય સુખ આપનાર ભાસે છે. તથા કોકિલના મનને આંબાની માંજર સુખકર લાગે છે. તેમ મારા મનને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું શુદ્ધસ્વરૂપ સુખનું કારણ જણાય છે. રા.
સીતાકું રામ, કામ ક્યું રતિકું, પંથીકું ઘર-બારના; દાનીકું ત્યાગ, યાગ બ્રહ્માનકું, જોગીકું સંજમ ધારના. ઐ૩
સંક્ષેપાર્થ :- સીતાને મન શ્રી રામ, રતિ સ્ત્રીને મન કામદેવ, પંથી એટલે રાહગીરને મન ઘર કુટુંબીઓને મળવું સુખપ્રદ લાગે છે, દાનવીરને મન વસ્તુનો ત્યાગ કરવો તે સુખ ઉપજાવે છે. બ્રહ્મન એટલે બ્રાહ્મણને મન યાગ એટલે યજ્ઞ સુખકર જણાય છે. તથા યોગીને મન સંયમ ધારણ કરવો હિતાવહ લાગે છે; તેમ મારે મન શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરવું એ જ શ્રેયસ્કર ભાસે છે. ૩.
નંદનવન જ્યુ સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના;
હું મેરે મન તું હી સુહાયો, ઓર તો ચિત્તશેં ઉતારના. ઐ૦૪
સંક્ષેપાર્થ:- દેવતાઓને મન નંદનવન વલ્લભ છે, ન્યાય કરનારના મનમાં ન્યાય થયેલો નિહારના એટલે જોવાની ઇચ્છા છે. એવી રીતે મારા મનમાં તો હે સુપાર્શ્વનાથ પ્રભુ! તમે જ સુહાયા છો અર્થાત્ ગમ્યા છો. જેથી ઓર એટલે બીજા કુદેવોને ચિત્તમાંથી ઉતારી દીધા છે, અર્થાત્ તેમના પ્રત્યેની શ્રદ્ધાને સર્વથા છોડી દઈ, સમકિતને દ્રઢ કર્યું છે. જો
શ્રી સુપાર્થ દર્શન પર તેરે, કીજે કોડી ઉવારણા; શ્રી નયવિજય વિબુધ સેવકકું, દિયો સમતારસ પારણા. ઐ૦૫
(૯) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો
(રાગ-સામગ્રી) શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમ ચંદ રે;
ભવિક લોક ચકોર નીરખત, લહે પરમાનંદ ૨. શ્રી ૧
સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રપ્રભ જિનરાજનું વદન કહેતાં મુખકમળ તે તો પૂનમના ચંદ્રમાની સમાન દેદીપ્યમાન થઈ રાજે કહેતા શોભી રહ્યું છે. ભવિક જીવોરૂપી ચકોર પક્ષીઓ તો તેમના મુખકમળને નીરખી એટલે એકટકે ધારીધારીને જોઈ પરમાનંદ પામે છે. [૧]
મહમહે મહિમાએ જશભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભમર રસિયા, લહે સુખ મકરંદ ૨. શ્રીર
સંક્ષેપાર્થ:- જસ એટલે જેવી રીતે સરસ અરવિંદ એટલે કમળનું ફૂલ તેના સુગંધ વડે મહમહે કહેતા મહેકી ઊઠે છે, તેમ શ્રી ચંદ્રપ્રભ ભગવાનના યશનો મહિમા ત્રણેય લોકમાં ભરપૂર રીતે મહેકી રહ્યો છે. તે સુગંધને માણવા ભક્તકવિઓ રૂપી ભમરાઓ તેમાં રસિક બનીને રણઝણી રહ્યાં છે, અર્થાત્ તેમના ગુણનું ગુંજન કરીને ફુલના મધરૂપ મકરંદનો આસ્વાદ પામી આત્મઅનુભવરૂપ સુખને અનુભવી રહ્યા છે. રા.
જસ નામે દોલત અધિક દીપે, ટળે દોહગ દંદ રે; જસ ગુણકથા ભવવ્યથા ભાંજે, ધ્યાન શિવતરુ કંદ ૨. શ્રી૩