________________
(૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
૨૪૩ સંક્ષેપાર્થ :- મારા સાંઈ કહેતા સ્વામી શ્રી પદ્મપ્રભ જિનેશ્વર, તે સલૂના કહેતાં સર્વ પ્રકારે સુંદર છે, મનોહર છે. તેથી મને તે ઘડી ઘડી કહેતાં ક્ષણે ક્ષણે સાંભરે છે.
શ્રી પદ્મપ્રભ પ્રભુ! મારા હૃદયમાંથી ભુલાતા નથી. હું એમ માનું છું કે તેમણે પોતાના ગુણોને અનેકગુણા અધિક બનાવી દીધા છે; કે જેના દર્શન માત્રથી જ હું તો સુખ પામું છું. તમારા વિના તો હું ઉના દૂના એટલે ઉંચોનીચો થઈ જાઉં છું, અર્થાતુ તમારા વિના હવે મને ચેન પડતું નથી. તમે ઘડી ઘડી મનમાં સાંભર્યા જ કરો છો. i/૧ાા.
પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છૂના. ઘ૦૨
સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણનું જ્ઞાન કરવું, ધ્યાન કરવું, વિધિપૂર્વક ચાલવું તેમજ તે ગુણોની જીવનમાં રચના કરવી અર્થાત્ તે ગુણો પ્રગટાવવા; તે તો ક્રમશઃ પાન, સુપારી, કાળા અને ચૂના જેવું છે. આ સર્વ દ્રવ્યો સાથે પાન ખાવાથી હોઠ લાલ થઈ જાય છે તે છાના છૂપા રહી શકે નહીં. તેમ પ્રભુ પ્રત્યે રાગ એટલે પ્રેમ પ્રગટવાથી પ્રભુ મારા હૃદયમાં પધાર્યા તે કંઈ છૂપાવવાથી છૂપું રહી શકે નહીં. રા
પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પાસે લઈ ઘરકાબૂના; રાગ જગ્યો પ્રભુશું મોહિ પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘ૩
સંક્ષેપાર્થ:- પ્રભુના ગુણો સાથે સબ સાખે કહેતાં સર્વ સંઘની સાક્ષીએ સંસારનો ત્યાગ કરી મારા મનને જોડ્યું છે. તો હવે ડરીને ઘરનો ખૂણો માત્ર પકડી કોણ બેસી રહે ? અર્થાત્ પોતાનો મતાગ્રહ માત્ર પકડીને કોણ બેસી રહે; પણ સ્યાદ્વાદ તત્ત્વનું જ્ઞાન કરી પ્રભુની આજ્ઞામાં જ વિચરણ કરવું યોગ્ય છે.
પ્રભુ સાથેનો મારો રાગ એટલે પ્રેમ તો સર્વ જગતવિદિત છે. તેને તમે નવો કહો કે જૂનો કહો તેથી મને કંઈ ફરક પડતો નથી. મને તો ઘડી ઘડી મારા નાથનું સ્મરણ રહ્યા કરે છે અને તે ભુલાતું નથી. સગા
લોકલાજસેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ઘ૦૪ સંક્ષેપાર્થ:- પ્રભુ સાથે પ્રેમ થયા પછી લોકલાજથી તે પ્રેમને મનમાં
૨૪૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છુપાવવાની જે કોશિશ કરે તે તો સહેજે વિવેકન્ય છે. કેમકે પ્રભુગુણના ધ્યાન વગર તો આખું જગત આત્મભ્રાંતિમાં પડ્યું છે. અને જે આત્મલક્ષ વગરની માત્ર જડ ક્રિયા કરી રહ્યાં છે તે તો રાને કહેતાં જંગલમાં રૂના એટલે રડવા જેવું કરે છે. જંગલમાં તેનું રોવું કોણ સાંભળે; તેમ આત્મલક્ષ વગરની ક્રિયાજડની ક્રિયાઓ નિષ્ફળ જાય છે અર્થાતુ મોક્ષના કારણભૂત થતી નથી. સા.
મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તો થઈ હૂના; જશ કહે તો વિનુ ઓર ન લેવું, અમિર ખાઈ કુન ચાખે સૂના. ઘ૦૫
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મેં તો એક માત્ર આપની સાથે જ નેહ કહેતાં સ્નેહ, પ્રેમ કર્યો છે. હવે એ પ્રેમનો નિર્વાહ તો આપનાથી જ થઈ શકે.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો તમારા વિના બીજાને કદી સેવું નહીં; કેમકે અમિય એટલે આત્માનુભવરૂપ અમૃત ચાખીને લૂના અર્થાત્ લૂણ જેવા ખારા ફળને આપનાર એવા વિષયોનું સેવન કોણ કરે અર્થાત્ વિચારદશાવાન જીવ તો ન જ કરે.
હે નાથ! તમે મને ઘડી ઘડી સાંભર્યા કરો છો, કદી પણ વીસરાતા નથી. એ મારા સદ્ભાગ્યનો જ ઉદય માનું છું. પણ
(૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો
(રાગ-કલ્યાણ) ઐસે સ્વામી સુપાર્શ્વસેં દિલ લગા,
દુઃખ ભગા, સુખ જગા જગતારણા-ઐસે. રાજહંસકું માનસરોવર, રેવા જલ જવું વારણા;
ખીર સિંધુ ન્યું હરિકું યારો, જ્ઞાનીકું તત્ત્વવિચારણા. ઐ૦૧
સંક્ષેપાર્થ – સ્વામી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ સાથે મારું મન લાગવાથી મારા દુઃખના દિવસો ભાગી ગયા અને સુખરૂપ પ્રભાતનો ઉદય થયો. જગતારણા કહેતાં જગત જીવોના તારણહાર એવા પ્રભુ સાથે મારું મન સારી રીતે લાગી ગયું છે. પ્રભુ સાથે મારું મન કેવી રીતે સંલગ્ન થયું? તો કે જેવી રીતે રાજહંસને