________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
(૨૧) શ્રી શુદ્ધમતિ જિન સ્તવન
૨૨૧ સહિત વંદના કરો. જેથી તમારા પૂર્વે સંચિત કરેલા સર્વ દુઃખદાયી કર્મોનો નાશ થાય. ||૭નાં
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(ગાપમનો dશ રાણાપ-દ0) મુજ મન પંકજ ભમર લે, શ્રી નમિજિન જગદીશો રે;
ધ્યાન કરું નિત તુમ તણું, નામ જપું નિશ દીશો ૨. મુ૧
સંક્ષેપાર્થ :- મારું મન, પંકજ કહેતા કમલ જેવું છે. અને આપ શ્રી જગદીશ્વર પ્રભુ ભમરા જેવા છો. તેથી આપને મારા મનમાં વસાવી દીધા છે. હવે નિત કહેતા હમેશાં તમારું ધ્યાન કરું છું. અને તમારું જ નિશદિન નામ જપું છું. ||૧||
ચિત્ત થકી કઈયેં ન વીસરે, દેખિયે આગલિ ધ્યાને રે;
અંતર તાપથી જાણિયે, દૂર રહ્યા અનુમાને રે. મુર
સંક્ષેપાર્થ:- મારા ચિત્તમાંથી કોઈ રીતે આપ વિસરતા નથી. કેમકે આગલિ કહેતા આગળ કરેલા આપના સ્વરૂપના ધ્યાનથી જે આત્મઅનુભવ થયો છે તેથી હવે તે અનુભવના વિરહનો તાપ હોવા છતાં, દૂર રહ્યા રહ્યા અનુમાનથી પણ તે આત્મઅનુભવના સુખને જાણી શકીએ છીએ કે તે આત્મ અનુભવ જ સુખરૂપ છે; બાકી સર્વ અન્ય પરિતાપરૂપ જ છે. રા
તું ગતિ તું મતિ આશરો, તુંહિ જ બાંધવ મોટો રે; વાચક યશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટો રે. મ૦૩
સંક્ષેપાર્થ:- મારે મન તો તુજ ઉત્તમગતિનો કે શ્રેષ્ઠ મતિનો આધાર છો, તમે જ મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી મારા ખરા બંધવ છો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તારા વિના એવર કહેતા બીજા સર્વ જગતના પ્રપંચ તે ખોટા છે. શુદ્ધ આત્મા સિવાય જગતના પુદ્ગલની લેવડદેવડના સર્વ પ્રપંચ તે મિથ્યા છે, કર્તવ્યરૂપ નથી. માટે મારે મન તો હે પ્રભુ!તું જ સર્વસ્વ છો. તારા વિના જગતમાં ક્યાંય શાંતિ નથી. lla
(૨૧) શ્રી શુદ્ધમતિ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (% જિનમતિષા હો જિન સરખી કહી- દેed) શ્રી શુદ્ધમતિ હો જિનવર પૂરવો, એહ મનોરથ માળ; સેવક જાણી હો મહેરબાની કરી, ભવસંકટથી ટાળ. શ્રી ૧
સંક્ષેપાર્થ :- હે શ્રી શુદ્ધમતિ જિનેશ્વર પ્રભુ! મારી મનોરથ માળાને પૂરી કરો. તે મારો મનોરથ એ છે કે આ પામરને આપનો સેવક જાણી મહેરબાની કરીને ચારગતિરૂપ સંસારના સંકટોથી એટલે દુઃખોથી હવે ટાળો, બચાવો, પાર ઉતારો. ||૧||
પતિત ઉદ્ધારણ હો તારણ વત્સલ, કર અપાયત એહ; નિત્ય નીરાગી હો નિઃસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ. શ્રી૨
સંક્ષેપાર્થ :- પાપથી પતિત થયેલા પાપીઓને સંસારસમુદ્રથી ઉદ્ધારનાર તથા સર્વ પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સર્વને તારવાવાળા હે પ્રભુ! અમને પણ પોતાના જાણી અપણાયત અર્થાતુ અપ્રમાદી કર. આપ તો નિત્ય છો, નિરાગી છો. પરવસ્તુ પ્રત્યે નિસ્પૃહતા એ જ આપના જ્ઞાનની શુદ્ધ અવસ્થા છે અને એ જ આપનો દેહ છે. માટે હે શુદ્ધમતિ પ્રભુ ! અમારી શુદ્ધમતિ કરી અમારો પણ મનોરથ પૂર્ણ કરો. રા.
પરમાનંદી હો તું પરમાતમા, અવિનાશી તુજ રીત; એ ગુણ જાણી હો તુમ વાણી થકી, ઠહરાણી મુજ પ્રીત. શ્રી૩
સંક્ષેપાર્થ:- હે પ્રભુ ! તમે તો હમેશાં આત્માના પરમાનંદમાં જ રમનારા હોવાથી પરમાત્મા છો. આપના આનંદની રીત અવિનાશી છે. આપ સર્વ સમયે અખંડ આત્માનંદના જ ભોગી છો. આવી આપના સુખની અવિનાશી રીત આપની વાણીથી જ જાણી, આપના પ્રત્યે મારી પ્રીત ઠહરાણી છે અર્થાતુ સ્થિર થઈ છે. માટે હે શુદ્ધમતિ જિન મારો પણ આત્માનંદનો મનોરથ પૂર્ણ કરો. ||૪||
શુદ્ધ સ્વરૂપી હો જ્ઞાનાનંદની, અવ્યાબાધ સ્વરૂપ;