________________
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન
૨૧૯ જોઈતું નથી. એ માટે હું આપના સઉપદેશના નિમિત્તરૂપ એવા મુખકમળ ઉપર સદા વારી જાઉં , બલિહારી જાઉં , ન્યોછાવર થાઉં છું. IIકા
કલશ શ્રી દેવચંદ્રજીત
(રામ-ધન્યાશ્રી) વંદો વંદો રે જિનવર વિચરતા વંદો; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે,
જિનવર વિચરંતા વંદો ૧ સંક્ષેપાર્થ – હે ભવ્યાત્માઓ! તમે વંદન કરો, વંદન કરો. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રે વિચરતા એવા જિનેશ્વરોને વંદન કરો. તે મહાપુરુષોના ગુણોનું કીર્તન કે સ્તવના કે ભાવભક્તિસહિત નમન કરતાં પૂર્વના પાપોનું નિકંદન થાય છે અર્થાતુ જડમૂળથી નાશ પામે છે. માટે તે વિચરતાં જિનવરોની ભાવોલ્લાસથી વંદના કરો. ||૧||
જંબુદ્વીપે ચાર જિનેશ્વર, ધાતકી આઠ આણંદો; પુષ્કર અર્થે આઠ મહામુનિ, સેવે ચોસઠ ઇંદો રે. જિ૨
સંક્ષેપાર્થ:- વર્તમાનમાં જંબુદ્વીપમાં ચાર જિનેશ્વર વિચરે છે, ધાતકી ખંડમાં આઠ જિનેશ્વર તથા પુષ્પાર્ધમાં આઠ મહામુનિ એટલે જિનેશ્વરો વિચરી રહ્યા છે, તેની સેવા સર્વ ચોસઠ ઇન્દ્રો પણ કરે છે માટે તમે પણ તે જિનેશ્વરોને ભાવથી વંદન કરી આત્મલાભ પ્રાપ્ત કરો. //રા
કેવલી ગણધર સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા વૃદો; જિનમુખ ધર્મ અમૃત અનુભવતાં, પામે મન આણંદો રે. જિ૩
સંક્ષેપાર્થ:- કેવળજ્ઞાની મહાત્માઓ, ગણધરો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ આદિનો વૃંદ એટલે સમૂહ, જિનેશ્વર પ્રભુના મુખકમળથી અમૃતમય ધર્મનું આસ્વાદન કરીને મનમાં અતિ આનંદ પામે છે. એવા પ્રભુની હે ભવ્યો! તમે પણ ભાવસહિત વંદના કરો. આવા
સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાયો જિનગુણ છંદો;
૨૨૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ૦૪
સંક્ષેપાર્થ :- શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે સિદ્ધાચલ એટલે પાલિતાણામાં ચૌમાસુ રહીને વીશ વિહરમાન જે મહાવિદેહમાં હાલ વિચરી રહ્યાં છે તે શ્રી જિનેશ્વર પ્રભુની ચોવીશીરૂપે છંદોની રચના કરી પ્રભુના ગુણગાન ગાયા કેમકે શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવી એ જ મુક્તિનો ઉત્તમ માર્ગ છે. તથા એ જ અનુપમ એવા શિવસુખ એટલે મોક્ષસુખ પ્રાપ્તિનું મૂળ છે. માટે હે આત્માર્થીઓ! તમે પણ એવા વિચરતા વીતરાગ પરમાત્માની ભાવથી વંદના કરો. //૪
ખરતર ગચ્છ જિનચંદ્ર સૂરિવર, પુણ્ય પ્રધાન મુણદો; સુમતિસાગર સાધુ રંગ સુવાચક, પીધો શ્રુતમકરંદો રે. જિપ
સંક્ષેપાર્થ :- ખરતર ગચ્છમાં પુણ્યવડે પ્રધાન એવા શ્રી જિનચંદ્ર નામના સૂરિ એટલે આચાર્ય, તેમજ સાધનાનો છે રંગ જેને એવા શ્રી સુમતિસાગર નામના સુવાચક એટલે સારી રીતે ભણાવનાર એવા ઉપાધ્યાય થયા. જેમણે શ્રત એટલે જિન આગમોનો ખૂબ મકરંદ પીધો અર્થાત્ સારભૂત તત્ત્વનો ખૂબ અભ્યાસ કર્યો. સારભૂત તત્ત્વના મૂળ ઉપદેષ્ટા એવા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં શ્રી જિનેશ્વરોની હે ભવ્યો! તમે ભાવથી વંદના કરો. //પા.
રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધર્મ દિiદો; દીપચંદ સગુરુ ગુણવંતા, પાઠક ધીર ગયંદો રે. જિ૦૬
સંક્ષેપાર્થ:- રાજસાર નામના પાઠક એટલે ઉપાધ્યાય મારા ઉપકારી છે કે જેમણે મને જ્ઞાનધર્મ એટલે સમ્યકજ્ઞાનરૂપ ધર્મનો બોધ આપ્યો. તથા શ્રી દીપચંદજી નામના મારા ગુણવંતા સદ્ગુરુ છે. તેમનાથી અને પૈર્યવાન એવા ઉપાધ્યાયવડે મારો અજ્ઞાનરૂપ અંધકાર ચાલ્યો ગયો અર્થાતુ નાશ પામ્યો. કા
દેવચંદ્ર ગણિ આતમ હેતે, ગાયા વીશ જિગંદો;
ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપત્તિ પ્રગટે, સુજશ મહોદય વંદો રે. જિ૦૭
સંક્ષેપાર્થ:- શ્રી દેવચંદ્રજી ગણિ કહે છે કે મેં આત્માના હિતને અર્થે આ વીશ વિહરમાન જિનેશ્વરની સ્તવના કરી છે. એ પ્રભુની સ્તવના કે ગુણગાન કરવાથી સર્વ પ્રકારની ભૌતિક કે આત્મિક ઋદ્ધિની વૃદ્ધિ થઈ સુખસંપત્તિ પ્રગટે છે તથા સુયશના સમૂહનો મહાન ઉદય થાય છે. માટે હે મોક્ષના ઇચ્છુક ભવ્યાત્માઓ! તમે વર્તમાનમાં વિચરતા એવા જિનેશ્વર પ્રભુની ભાવભક્તિ