________________
શાસનને અજવાળે
૩૩૯
ફેદફતર કરી ભેળા લોકોને ઠગવા શું કામ જોઈએ ?–દીક્ષા તે ત્યાગને માર્ગ ગણાય. ત્યાગપંથે જનારા માનવીને ત્યાગ ભાવ લોકોને નજરે પડે તેવું કરવું જોઈએને ? અરેરે મને તે આ બધું જોઈને રડવું આવી જાય છે. આ બિચારા અજ્ઞાની જીવે આવું કરીને ક્યા ભવે છુટશે...
આવી આવી વાત કરી લોકોને નિરુત્સાહી કરવા પ્રયત્ન કરવા માંડે છે તે વ્યક્તિ શાસનને સમજ જ નથી–સમયે જ નથી સમયે જ નથી તે વાત ઓખી રાખજે–જેણે શાસન પીછાનું જ નથી તે શાસન પ્રભાવના શું કરવાનું કે શાસનને અજવાળે ને સંદેશ શું ઝીલવાને હતો?
લાકેત્તર શાસન પ્રાપ્ત થયાનો એક અનોખો આનંદ હોય છે. એ આનંદમાં પ્રત્યેકને સહભાગી બનાવ્યા સિવાય શાસન રસિક ભક્ત રહી શકે નહીં. કારણ કે શાસન રસિકની એકજ સ્તુતિ હોય
कुवासना पाश विनाशाय नमोस्तु तरमै तव शासनाय કુ-વાસનાઓની જાળને ભેદનાર એવા તારા શાસનને (હે પ્રભુ!] મારા નમસ્કાર હો !
"અનંત અનંત જનમોથી ચાલી આવતી રાગદ્વેષની ધારાઓને સુકવી નાખવાની તાકાત એક માત્ર જિનેશ્વર પરમાત્માના તીર્થમાંવીતરાગ દેવના શાસનમાં જ છે.”—
એવી દઢતાપૂર્વક શાસનથી પ્રભાવીત થયેલા જ શાસનની પ્રભાવના કરી શકે છે. તેમના થકી જ ઉજમણા-ઉદ્યાપન–મહત્સવ વગેરે કરવા પૂર્વક શાસનની પ્રભાવના થઈ શકે છે.
કારણ કે તેમના મનમાં સતત રમતું હોય કે આજ માત્ર એક જિનશાસન છે જેણે મારી કાયા પલટ કરી નાખી. ક્યાં શાસન પ્રાપ્તિ પૂર્વ રખડતો ભટકતો મારો આતમા અને કયાં મારી આજની પરિણતી – તેથી હરહમેશ તીર્થ પ્રભાવના કે શાસન પ્રભાવનામાં મારું મન રત રહો.
તીર્થ પ્રભાવનામાં માત્ર તીર્થને આશ્રીને જ વિચાર કરે તે પણ કહી શકાય કે સંધયાત્રા કે તીર્થયાત્રા દ્વારા વિમલ મંત્રીની જેમ આબુ પર ચૈત્ય કરાવવા દ્વારા પ્રભાવના કરવી, તીર્થ પ્રભાવનાથી અગણિત પુણ્ય ઉપાર્જન થાય છે.