________________
૩૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
એ
–“પ્રતિમા વાહક સાધુના સત્કારથી તીર્થની વૃદ્ધિ થાય છે. પ્રવચનને અતિશય જોઈ ઘણું ભવ્ય આ સંસારમાં વૈરાગ્ય પામે છે,”– એ પ્રમાણે વ્યવહાર ભાષ્યમાં પણ વર્ણવેલું છે.
માટે શ્રાવકોએ વાર્ષિક કૃત્યમાં જણાવ્યા મુજબ તેમજ મનહ જિણીર્ણમાં ના છેલા-૩૬માં કર્તાય રૂપે વર્ણવ્યાનુસાર જમવા - તીર્થ પ્રભાવના કરવી.
શાસન પ્રભાવના ને ઉત્કૃષ્ટ ફળને દર્શાવતા શ્રાદ્ધ દિન કૃત્યમાં જણાવે છે કે-આ રાસાર સમુદ્રમાં પૂર્વ નહીં પામેલા એવા તીર્થકર પણની પ્રાપ્તિ રૂપફળ શાસનની પ્રભાવના વડે જીવ પામે છે. એટલે કે તીર્થ-શાસન પ્રભાવના તીર્થકર નામકર્મ બંધાવનાર છે.
શ્રાદ્ધદિન કૃત્ય ગાથા-૪૧ માં લખ્યું કે જે રીતે યદુવંશતિલક સમુદ્રવિજય આદિ દશ બાંધવોના કુળમાં સિંહ સમાન શૌર્યવાળા એવા શ્રીકૃષ્ણ મહારાજાએ થાવરચા પુત્રને દીક્ષા મહોત્સવ કરવા વડે કરીને ભવ્ય શાસન પ્રભાવના કરી તે તેના પ્રભાવે તીર્થકરપણાને પામશે.
એ જ રીતે શ્રીવીરપરમાત્માની અપૂર્વ ભક્તિ વડે કરેલી શાસન પ્રભાવનાથી શણિક રાજા તીર્થકપણાને પામવાવાળા થશે.
મતલબ કે પ્રવેશ મહોત્સવ ઉપરાંત દીક્ષા મહોત્સવ તથા અપૂર્વ ભક્તિ વડે પણ શાસનની પ્રભાવના થઈ શકે. પણ તે ક્યારે બને ?
શાસનને અજવાળા” એ સંદેશ ઝીલી લઈને હું, શાસનને અને શાસન માહરુ એવી ભાવના હૃદયમાં ઉગી નીકળી હોય તો–“મારુ એટલું શાસન” હોય તે નહીં.
આપણી નિશ્રામાં દિક્ષા મહોત્સવ થવાને હોય તો હાથી લાવે ને, બગી લાવને, કમાન બધાને, શણગાર સજાને, રાત્રિના રોજ સાંજી રખાને, ભાવના ગવડાવાને એવું કંઈક કંઈક કરીશું.
ગલીએ ગલીએ ગુજેનાદ–દીક્ષાથીને યજયકાર” એવા કંઈ કેટલાયે પાટીયા ચીતરાવવા ને કંઈ કંઈ ધમાધમ કરી મુકવી. ત્યાં શાસન પ્રભાવના ના લેબલ લગાડી દેવા.
દાચ એ જ દીક્ષા મહોત્સવ બીજાની નિશ્રામાં કરવાનો નિર્ણય થઈ જાય તો ?–અરેરે આવા કારમા દુષ્કાળમાં આવા ખોટા ખર્ચા કરવાની શી જરૂર ? આવા ડાળ અને આડંબરોથી છે ફાયદો? આવા