________________
લખે લખાવે સૂત્રને
૩૨૭ અછાફ્રિકાના વ્યાખ્યાનમાં વાર્ષિક કતમાં છઠું કર્તવ્ય પુસ્તક લેખન આવે છે તે સાંભળો છો કે પછી પોથીમાના રીંગણ જેવું?
સાંભળે બધું પણ વ્યાખ્યાન પુરું થયું કે જાજમ પર ખંખેરીને જવા માટે જે કંઈ લઈ પણ જવાનું?
પ્ર – સાહેબ હવે તે કેટલાંય આવું લખાવ્યા કરે છે પછી કેટલાં શાસ્ત્ર લખાવશે?
સમાધાન – ભાઈ! આ તમારું અજ્ઞાન હેલો છે. તમે કદી વિચ્છેદ પામેલા ચીર પૂર્વાને વિચાર કર્યો છે ખરો?
ઋષભદેવ પરમાત્માના કાળને હાલમાં વિચારો તે મહાવિદેહ ક્ષેત્રના હિસાબનો એક હાથી લે. - અત્યારે જુએ છે તેવો હાથી નહીં હોં! હું જે હાથીની ઓળખ આપી રહ્યો છું તે ઋષભ દેવ પરમાત્માનો કાળ છે. જ્યારે ભગવંતની પિતાની કાયા ૫૦૦ ધનુષની હતી તે કાળનો હાથી અહીં લેવાનો છે.
આવા એક હાથીના દેહ પ્રમાણ શાહીથી પહેલું પૂર્વ લખાય, બે હાથીના દેહ પ્રમાણ શાહીથી બીજુ પૂર્વ લખાય, ચાર હાથી પ્રમાણે શાહીથી ત્રીજુ પૂર્વ લખાય, આઠ હાથી પ્રમાણુ શાહી વડે ચોથું પૂર્વ લખાય, સેળ હાથીના દેહ પ્રમાણ શાહી વડે પાંચમું પૂવ લખાય. એમ કરતાં ૮૧૯૨ હાથીના દેહ પ્રમાણ શાહી વડે ચૌદમું પૂર્વ લખાય.
કુલ સોળ હજાર ત્રણ ચાંદી [૧૬૩૮૩) હાથીના દેહ પ્રમાણ શાહી વડે ચૌદ પૂર્વો લખાયા.
હવે તમારા પ્રશ્નને ઉત્તર તમે જ વિચારી લો કે તમે આગમ સાહિત્ય સમુદ્રમાં એક બિંદુ જેટલું પણ લખી–ાખાવી શકયા છે ખરું?
કુમારપાળ રાજા તે પુચ ટિદાં કર્તવ્યની પરિપાલના માટે કૃત નિશ્ચયી હતા. તેણે ગુરુ મહારાજ પાસે ઉપવાસનું પચ્ચકખાણ માંગ્યું.
ગુરુ મહારાજ કહે કેમ? રાજન કહે જ્યારે તાડપત્રો પ્રાપ્ત થાય ત્યારે જ મારે ભોજન કરવું.
રાજન, તાડના વૃક્ષે તે ઘણું જ દૂર છે, તે તે જલ્દી કઈ રીતે મેળવશે?
છતાં કુમારપાળ રાજાએ ઉપવાસનું પચ્ચખાણ કર્યું ત્યારે શ્રી સંઘે પણ કહ્યું કે ખરેખર કુમારપાળ રાજાની જિનાગમ વિશે કેવી ભક્તિ છે?