________________
લખે લખાવે સૂત્રને
૩૨૩ આ રીતે એકઠી થયેલ ૩૬૦૦૦ સેનામહોરનું જેટલું દ્રવ્ય થાય તેટલું સઘળું દ્રવ્ય એકઠું કરી તે તમામ દ્રવ્ય ખરચીને આગમન પુસ્તકો લખાવ્યા. તે બધાં જ પુસ્તકોની બન્ને પ્રતે કરાવી એક પ્રત સોનેરી શાહી વડે અને બીજી પ્રત મેષની શાહી વડે લખાવી. આ રીતે લખાવેલા આગમ-શાસ્ત્રોને રેશમી વસ્ત્રોમાં બાંધ્યા. તે પ્રતે ભરુચ-સુગિરિ-માંડવગઢ–અબુદાચલ આદિ સાત સ્થાનમાં મુકી એ રીતે સાત જ્ઞાન ભંડારો કરાવી પુણ્ય કમાયા.
આ પ્રકારે તમારે પણ યથાશક્તિ દ્રવ્યને વ્યય કરીને આગમના પુસ્તક લખાવવા જોઈએ. કેમકે ધર્મશાસ્ત્રોમાં આપણે ઉત્તમ વાર છે તે વારસો જેટલું વધારે સચવાય, પ્રસારાય તેટલે આપણને જ્ઞાનઆરાધન, જ્ઞાનભક્તિ અને જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરવાનો મહાન લાભ પ્રાપ્ત થાય છે. માટે પુસ્થય ટિળ કર્તવ્ય રૂપે લખે લખાવે સૂત્રને પંક્તિને ચિત્તસ્થ કરી ધર્મશાસ્ત્ર લખાવવા કંઈક અંશે પણ પ્રવૃત્તિ કરવી.
પાંચમાં આરામાં દિવસે દિવસે કાળના પ્રભાવથી બુદ્ધિની મંદતા આવવાની જ છે. અને જિનવચન ઉર છેદ સરખું થતું જશે એટલે પાંચમાં આરાના અંતે બધું વિનાશ પામશે. એમ સમજી ને ભગવાન શ્રી નાગાર્જુન, શ્રી સ્કંદિલ ચાર્ય વગેરે પ્રવ પુરુષોએ પણ આગને પુસ્તકારૂઢ કર્યા છે. માટે શ્રી જિનાગમ પર બહુમાનવાળા જીએ તેનાં પુસ્તક લખવવા અને વસ્ત્રો રને સુવર્ણ—મતી વડે કરીને, પુસ્તકો રૂઢ થયેલા શ્રત જ્ઞાનની પૂજા ભક્તિ કરવી.
શાસ્ત્રકાર મહષિ પણ ફરમાવે છે કે – पठति पाठयते पठता मसौ, वसन भोजन पुस्तक वस्तुमिः प्रतिदिनं कुरुते य उपग्रह, स इह सर्वविदेव भवेन्नरः
જે સ્વયં આને જૈિન આગમને ભણે છે, બીજાને ભણાવે છે, કે ભણનારાઓને વસ્ત્ર આહાર પુસ્તક વડે હમેશાં સહાય કરે છે તે સિવિ સર્વજ્ઞ જ થાય છે.
વળી લખેલા પુસ્તકોનું સંવેગી એવા ગીતાર્થ ગુરુ પાસે વ્યાખ્યાન પણ કરાવવું જોઈએ.
પ્રશ્ન :- ગીતાર્થ ગુરુ પાસે કેમ કહ્યું? જેઓને સાચેસાચ સંસારના સુખે બેટા લાગ્યા છે, જેને મેક્ષ