________________
સંયમ રંગ લાગે
३०७
૮૪ લાખ યોનિમાં માંડ માનવભવ મળે. ત્યાં પણ દેવ-નારકીના અસંખ્યાત ભાગે સમકિતિ, સમકિતીના અસંખ્યાતમે ભાગે દેશવિરતિ અને તેના અસંખ્યાતમાં ભાગે સર્વવિરતિ– આ પંકિતમાં મારું સ્થાન કયારે અને તે મનેથ થાય તો સમજજો કે સંયમ રંગ લાગ્યો.
આવા ચરણ પરિણામ વાળો જીવ કેવો હોય તે માટે એક શ્રેષ્ઠ કથાનક છે વજી સ્વામીજીનું
અષ્ટાપદ પર ગૌતમ સ્વામીના પ્રતિબંધથી તીર્યકોંભક દેવના અંતરમાં એક જ્યોતિ જલી ગઈ--બ પામોની. જ્યારે માનવભવ પામુને ક્યારે ચારિત્ર ગ્રહણ કરું?
ચારિત્રના મનોરથી ધનગિરિ લગ્ન કરવા તૈયાર નથી. કન્યાને જઈને ના પાડી દે છે છતાં સુનંદા સાથે લગ્ન થયા. ધનગિરિએ દીક્ષા લીધા પૂર્વેની એક માત્ર સંસારી ભેટરૂપ તીર્યકjભક દેવને જીવ સુનંદાની કુક્ષીએ અવતર્યો. ચારિત્રના મનોરથી પિતાને ચારિત્ર મનોરથી પુત્ર છે. જન્મતાં જ કાનમાં શબ્દપો જે આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો...
બાળકે દીક્ષા શબ્દ પકડી લીધે, થઈ ગયું જાતિ મરણ જ્ઞાન પડોસણ તે પચીસ શબ્દ બેલી પણ બાળકે દીક્ષા શબ્દ જ કેમ પકડ્યો?
પરીક્ષા માં પ૦ છોકરા ફર્સ્ટકલાસ આવે તો પણ તમારા છોકરાને નંબર જોઈ કે આનંદ થાય તેમ અહીં દીક્ષા શબ્દ વીર્યો લાસ માટે મહત્વનું બન્યું. કારણ કે પૂર્વના ભવમાંથી રાત્રિના પરિણામ લઈને બાળક આવ્યો છે. બસ કરી દીધું રડવાનું કામ શરુ. માંડ માંડ માનવ જ-મ મળે. દીક્ષા સિવાય બીજી વાત ન થાય. છ મહિના રડ્યા કર્યું–તમે એક દી' પણ દીક્ષા માટે રોયા છે? છોકરાને છાને રાખવા સુનંદાએ શું નહીં કર્યું હોય ? મોઢામાં સાકર-પતાસા કંઈક મીઠાશ મુકી હશે ને ? છતાં ન ખાવું ન પીવું બસ રોવું છે. કારણ દીક્ષા લેવી છે.
ધનગિરિ આવ્યા વિહાર કરતાં, ગુરુએ કહેલું જે મળે તે લઈ આવજો. ઘેર સુનંદાએ કહી દીધું લઈ જાઓ તમારા લાડકાને. ધનગિરિ મુનિ કહે લઈ જાઉં પણ વાણીયાના ભરોસા ન થાય. પડોસી સાક્ષીમાં રાખો, પછી ન કેતા બાવા છોકરો ઉપાડી ગયા.
આવ્યા ઉપાશ્રયે. વજી જેવા ભાર હતો માટે વજા નામ રાખ્યું. સાદીની વસતિમાં ઉછરતાં ત્રણ વર્ષના થયા ત્યાં ૧૧ અંગ શીખી લીધાં વા એ.