________________
સંયમ રંગ લાગ્યો
૩૦૫
તમારો પ્રશ્ન જ અસ્થાને છે. આ ઓધે માત્ર ઉનને ગુચ્છ નથી પણ સંયમનું–ત્યાગનું પ્રતિક છે. કેવળજ્ઞાન પછી પણ દેવે વેશ આપી વંદન કર્યું તે ચારિત્રના પરિણામને દર્શાવતું શ્રેષ્ઠ સાધન ગણીને. શાસ્ત્રીય નિયમ છે કે અંતર્મુહૂત કરતા વધારે આયુ બાકી હોય તો તે કેવળી એ દ્રવ્ય ચારિત્રને લેવાનું-લેવાનું ને લેવાનું જ.
સુંદરીને રજા આપી તે પણ આરિત્ર અને રાત્રિી પરના બહુમાન કે રાગથી. આજકાલ તમારે ચારિત્ર લેવું નથી કે ત્યાં છાપ મારવી છે કે દક્ષિાઓ આડેધડ દેવાય છે. સમજવા વગરની દેવાય છે.
સગર ચક્રવતીએ ૬૦ હજાર પુત્રો મર્યા તે દીક્ષા લીધી. – સનત્ ચકીને રોગ થયે ને દીક્ષા લીધી. બાહુબલીને મુઠી ઉગાડ્યા પછી મોટા ભાઈને ખ્યાલ આવતા દીક્ષા લીધી. વાસુદેવના મોતથી જ બળદેવ દીક્ષા લે—કે દેવાદાને ઋષભદરો દીક્ષા લીધી. આ બધાં તમારે મન તો દુઃખ ગભીતને મેહ ગભીત દીક્ષાવાળા ને?
એક તો દીક્ષા લેવી નહીં ને ટાઈટલ મારવા કે આડેધડ દીક્ષા થાય છે, પણ ભાઈ! એટલું યાદ રાખ કે ચરણ પરિણામ વગરના સમ્યગ જ્ઞાનને પણ જ્યાં જ્ઞાન નથી ગમ્યું અને કેવળી એવા ભરત કે કુર્મા પુત્રને પણ ચારિત્રની મર્યાદામાં રહેવું પડે તે દ્રવ્ય અને ભાવ ચારિત્રની મહત્તા કેટલી હશે? માટે ભરતે સુંદરીને દીક્ષાની રજા આપી.
તમને પણ મુનિ વેશ જતાં મસ્તક ઝુકે, મુનિનું દર્શન અપૂર્વ વિર્ષોલ્લાસ જગાવી દે. સહેજે મ0 વંદા બોલાઈ જાય તે સમજવું કે સંયમ રંગ લાગ્યો. બાકી જેના હૃદયમાં ચારિત્ર કે ચારિત્રિયાને રાગ નથી, વેશ જોઈ મસ્તક ઝૂકતું નથી તેને ચારિત્ર પરિણામ હોય જ નહીં, શ્રાવક સુતી વખતે મને રથ કરે કે –
सावय धरंमि बरहुज्ज चेडओ नाणदसण समेओ मिच्छत मोहिअ मई, मा राया चक्कवट्टीवि कइया संविग्गाणं गीअत्थाणं गुरुण पय मूले
सयणाइ संग रहिओ पवज्जं संपवज्जिस्स' શ્રાવકના ઘેર જ્ઞાનદર્શન ધરતો દાસ ભલે થાઉં પણ મિથ્યાત્વથી મેહિત બુદ્ધિવાળે ચકવતી કે રાજા (કદી) ન થાઉ, તેમજ સ્વજનાદિકને સંગ મૂકીને હું ગીતાર્થ ગુરુના ચરણ કમળમાં કયારે પ્રવજ્યા ગ્રહણ કરું
बहवोऽविरता जीवा स्तेभ्योऽल्पास्तु सुदृष्टयः
સ્વપતસારતતા: શ્રદ્ધાઃ સાધવોડપતમારતથા २०