________________
२८८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
-
-
રહ્યા છે. ત્યારે મંત્રીને રાજા પૂછે છે કે આ મુંડો, જડ અને અજ્ઞાની લોકોને શું સમજાવે છે?
થાકેલા રાજાને આરામના બહાને મંત્રી ત્યાં લઈ ગયા અને કહ્યું તમે જ સાંભળે. હું તો કઈ જાણતા નથી કે તેઓ શું સમજાવે છે.
રાતએ કેશી ગણધરની વાણી સાંભળી પછી જીવનું સ્વરૂપ પૂછ્યું. આચાર્ય મહારાજે તેને જીવનું સ્વરૂપ સમજાવતા કહ્યું કે “ચેતના લક્ષણ તે જીવ.” બંને વચ્ચે લાંબો વાદ ચાલ્યા. પ્રદેશ રાજા કહે કે એક ચારને મેં લેઢાની કોઠીમાં પૂર્યો. કોઠી બંધ કરી. અમુક સમયે બારણું ઉઘાડ્યું તો ચોર મરી ગયેલા. કોઠીમાં કોઈ છિદ્ર પહેલાં ન હતું પછી પણ ન થયું. વળી ચેરના રાકમાં અનેક જીવડાં પડી ગયા હતાં. જે જીવ હોય તો કોઠીમાં છિદ્ર કેમ ન થયું અને નવા જીવડાં અંદર કયાંથી આવી ગયા. માટે જીવ છે કે કેમ?
કેશી મહારાજાએ તેને સમજાવ્યું. સાંભળ રાજન! કઈ પુરુષ ને તું ગર્ભાગારમાં રાખી સર્વ દ્વારા બંધ કરાવી દે પછી તે પુરુષ અંદર બેઠો બેઠો શંખ ફુકે અથવા ભેરી વગાડે તો શંખનો અવાજ કે ભેરીના શબ્દો બહાર સંભળાય કે ન સંભળાય?
રાજા કહે બરાબર સંભળાય છે. તો શું ગર્ભાગારમાં કોઈ છિદ્ર પડી જાય છે ખરું ? ના નથી પડતું
જે રૂપી શબ્દો પણ છિદ્ર પાડવા માટે સમર્થ ન હોય તે અરૂપી જીવ બહાર નીકળે ત્યારે કયાંથી છિદ્રો પાડવાના હતાં.
પ્રદેશી રાજાએ બીજો પ્રશ્ન કર્યો કે તમારી વાત માની લઉં કે જીવ ખરેખર છે. પણ મારા બાપદાદા અત્યંત પાપી હતા. તમારા મતે તો તે નરક જવા જોઈએ. ત્યાંથી મને કહેવા કેમ ન આવ્યા કે પાપ કરતા નહીં. અન્યથા નરકે જઈશ.
કેશી મુનિ કહે તારી વાત સત્ય છે. પણ તે પહેલા એ કહે કે તારી રાણી સાથે પરપુરુષ વિષય સેવન કરતો હોય તે તું નજરેનજર જે તો તું શું કરે ?
ટુકડા કરી નાખું મહારાજ ! મારી રાણીના. એક ક્ષણ માટે તેને કુટુમ્બમાં પણ મળવા જવા ન દઉં.
બસ આજ વાત છે રાજન! નારકીઓ ત્યાં કમથી બંધાયેલ છે. તું તારા બાપદાદાને પ્રિય હતા તે વાત સાચી પણ તેઓ નરકમાંથી અહીં આવી શકતા નથી.