________________
૨૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
રનમયી આરંતુ પ્રતિમાજી જોઈને તે વિચારે કે આ તે આભૂપણ હશે કે શું ? કંઠે મસ્તકે હૃદયે કયાં પહેરાતું હશે? તે વિચાર્યા કરે છે. એક એક જગ્યાએ પ્રતિમાજી રાખી જોઈ પણ મેળ બેસતા નથી. છતાં આ ક્યાંક જોયું છે, જેયું છે એમ થયા કરે,
ઉહાપોહ કરતાં આદ્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ત્યારે જાણ્યું કે અરે પૂર્વે ત્રીજા ભવે મેં પ્રિયા સહિત દીક્ષા લીધેલી. પરંતુ મારી સી અતિ સ્વરૂપવતી હતી. તેના અનુરાગથી તેને અભિલાષી થયા. તેથી ચારિત્રની પરીણામી એવી તેણે અનશન લઈ મૃત્યુ સ્વીકાર્યું પણ વ્રત ભંગને સ્વીકાર ન કર્યો. હું પણ દુઃખથી મૃત્યુ પામ્ય અને સ્વર્ગ ગયે વ્રત વિરાધના ભાવથી અનાયકુળમાં જન્મે છું.
ધન્ય છે ધમીજન એવા અભયકુમારને કે જેની મૈત્રી અને પ્રતિબોધ પમાડનારી બની.
મિત્ર કેને બનાવશે? પ્રશ્રને સટ જવાબ આ કથાનકમાંથી મળે છે. મિત્ર હોય તો અભયકુમાર જેવા કે જેણે અનાર્યને આર્ય બનાવ્યા.
અભયકુમારના દર્શનની અભિલાષા અને ઉત્સુક્તાથીતે આ દેશમાં આવ્યા. આદ્રકુમારે આહિબિંબ પણ અભયકુમારને મોકલી આપ્યું. દેવતાએ અટકાવવાં છતાં સાહસ કરી વ્રત ગ્રહણ કર્યું. દીક્ષા લીધી. પ્રત્યેક બુદ્ધ થયા.
કેટલાંક વર્ષો બાદ ચારિત્રમાં સ્થિર થયેલા આદ્રકુમારને તેના રાજ્યમાંથી પિતા રાજાએ મેકલેલા સુભટે શોધવા આવ્યા. ત્યારે તેમને પણ પ્રતિબોધ પમાડી દીક્ષા આપી.
વીરપ્રભુના વંદનાથે નીકળેલા તે મુનિ સાર્થને રસ્તામાં હરિત તાપસ આશ્રમ આવ્યો. તે તાપસ હાથીને મારીને ખાતા હતા. તેમને પણ પ્રતિબોધ પમાડી જેન સિદ્ધાંત સમજાવી દીક્ષા આપી. ત્યાંથી સર્વ પરિવાર સહિત વિરપ્રભુ પાસે આવ્યા. પછી વચગાળાના ભેગાવલી કમેના ઉદયાદિક સર્વ પાપની આલોચના પ્રતિકમણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.
એક અભયકુમાર જેવા ધમીજનને સંસર્ગ તેને મોક્ષ અપાવનાર બન્યો. અનેક આત્માને પ્રતિબોધ પમાડી ચારિત્ર માર્ગે વાળ્યા માટે ફરી સ્મરણ કરે. મિત્ર કેને બનાવશે? અભયકુમાર જેવા ઘમીજનને, જે તમને મેક્ષપથના પથિક બનાવે.