________________
२२६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
:
-
SET
-
(૪) વરશીલધારી–બ્રહ્મચર્ય પાલન (૫) પૃથ્વી પરના સુનારા–સંથારે સુવું તે (૬) એકલ આહારી–એકાસણું કરનારા
સમ્યક્ત ધારીને બદલે આવકારી [બંને સમય પ્રતિકમણ ને પણ પાઠ મળે છે.
* આ રીતે છ પ્રકારની “રીનું પાલન કરવા પૂર્વક તીર્થયાત્રા કરવી જોઈએ. અહીં “આવશ્યકારી પાઠને તમારે ધ્યાનમાં લેવા ખૂબજ જરૂરી છે. નહીં તે ઉભકાલ પ્રતિકમણને ગૌણ કરી દેતા, તીર્થ યાત્રા-સંઘને બદલે યાત્રા પ્રવાસ બની જાય છે.
ધર્મસંગ્રહમાં પણ તીર્થયાત્રા વિધિ જણાવતાં લખ્યું કે–સવ પ્રથમ રાજ્યની જરૂરી અનુમતિ મેળવવી, શક્તિ મુજબ યાત્રામાં સાથે રાખી શકાય તેવા જિનાલયે તૈયાર કરવા, અનેક જાતિના વસ્ત્ર મંડપ [તંબુ લેવા, રસેઈના સાધને રાખવા, ચાલતા કુવા [પાણીના ટાંકા] રાખવા. અનેક જાતના વાહનો રાખવા. પછી બહુમાન પૂર્વક ગુરુજનને, શ્રીસંઘને તથા સ્વજન વર્ગને નિમંત્રણ કરવું.
ત્યારબાદ અ–મારિ પ્રવર્તન કરાવવું શ્રી જિનમંદિરમાં પૂજા મહત્સવ કરે. દીનરાંકને દાન આપીને, જેઓને સગવડ ન હોય તેવા નિરાધારને સામગ્રી આપવાની ઉદષણ કરાવીને, સંધરક્ષા માટે શસ્ત્રધારી સુભટો લઈને, ગીત વાજીંત્ર નૃત્ય તૈયાર કરાવી, શુભ દિવસે પ્રસ્થાન કરવું.
પ્રસ્થાન સમયે ત્યાંના સમગ્ર સમુદાયને વિશિષ્ટ ભોજન કરાવીતાંબુલાદિ મુખવાસ કરાવી–ઉત્તમ વસ્ત્રોની પહેરામણી કરી, પ્રતિષ્ઠા વંત વડી પૂજ્ય એવા ભાગ્યવત પાસે સંઘપતિનું તિલક કરાવવું. પછી
ત્યાં શ્રી સંઘની પૂજાને મહત્સવ કરવો. તીર્થસ્થાનમાં અષ્ટ પ્રકારી મહાપૂજા ભણવવી. વિધિપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરે, તીર્થમાળ પહેરવી ઘીની ધારાવાળી કરવી, શ્રી જિન પૂજન કરવું, કિંમતી ધ્વજ ચઢાવ, યથાશક્તિ તપ કરે, સુંદર ફળ નૈવેદ્ય મુકવા, વિવિધ વસ્તુ ભેટ મુકવી, તીર્થ નિર્વાહમાં કંઈક રકમ લખાવવી, શ્રી ગુરુ મહારાજ તથા શ્રી સંઘની પહેરામણી કરવી, વાચકને દાન દેવું. વગેરે વિધિ જાળવવી.
યાત્રામાંથી પાછાં ફરી નગર પ્રવેશ મહોત્સવ કરે, સંઘને ભોજન સત્કારાદિ કરી વિસર્જન કરે. તીર્થયાત્રા તિથિએ યથાશક્તિ તપ કરવે,