________________
(૯૨) જિનસ્તવ
–તે જીભને પણ ધન્ય છે
एग दुग ति सिलोया, थुतिमो अन्नेसि होइ जासन्न
देविदत्थयमादि, तेणंतु परं थया होइ એક—બે–ત્રણ શ્લોક સુધી સ્તુતિ કહેવાય, બીજા મતે સાત ફ્લાક સુધી સ્તુતિ કહેવાય છે. જેમકે દેવેન્દ્ર સ્તવ વગેરે. ત્યાર પછી વધુ લેક હોય તે તે સ્તવ કહેવાય છે.
જિનેશ્વર પરમાત્માનું સ્તવન કે સ્તુતિ એટલે તેમના ગુણોનું કર્તન. મનહ જિણાણે સજઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તવ્ય કહ્યા તેમાં વીસમું કર્તવ્ય જણાવ્યું નિળ .
અહી જિન સ્તવ કે સ્તવના એવો શબ્દશઃ અર્થ નીકળે છે છતાં ભાવથી સ્તુતિ કે સ્તવના બંને દ્વારા જિન ભક્તિ જ મુખ્ય કર્તવ્ય છે
શ્રાવકોએ નિરંતર જિનેશ્વર પરમામા ના ગુણોનું કિર્તન કરવું જોઈએ.
જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. જિન–સ્તવમાં બે શબ્દ મુક્યા. જિન અને સ્તવ. તે બંનેનો અર્થ સમજીને પછી નિા યુi કર્તવ્યની પરિપાલના કરો તે “તે જીભને પણ ધન્ય છે” ઉક્તિ સાર્થક બને.
ચેત્રીશ અતિશયે કરીને યુક્ત અને જેમની વાણી પાત્રીશ ગુણ વડે સભર છે, જેઓ સંસાર સમુદ્રને પાર પામી ગયા છે, જેમની ભક્તિ થકી આપણે આ વિષ કાળમાં પણ કામો થવાના અને ભવ– અટવીમાંથી મુક્ષપથની દિશા ખુલી જવાની છે, જેઓએ કર્મક્ષય થકી ત્રિલોકનું નાથ પણું મેળવ્યું છે, કેવળજ્ઞાન-કેવળ દશનના બળે આ જગતના તમામ પદાર્થોને જાણે છે જુએ છે. જે શાશ્વત ધામમાં બિરાજમાન થયા છે ત્યાંથી કદી પાછા આવવાના નથી, તેમજ જેમની ભક્તિ વડે તેઓ પોતાની સમાન પદવી આપણને આપે છે.