________________
સ્વ”નું અધ્યયન
આનંદના અતિરેકમાં ડૂબેલા હતા. હવે તેની ધર્માચાર્ય બનવાની ઈરછા પણ ખાખ થઈ ગઈ હતી. પાહિત્યના અહંકારને બદલે આમ જ્ઞાનને આનંદ છવાયો હતો.
સમ્રાટે વિનંતી કરી, ચાલો ધર્માચાર્ય પધારે. ભિક્ષુ કહે હવે મને તેની જરૂર નથી. જ્ઞાન આવરણની વસ્તુ છે, માત્ર ઉપદેશની નહીં. હવે મને પૂરી મા–તું તારા આત્માને દીપક બન] સૂત્ર સમજાઈ ગયું.
ભિક્ષુને “સ્વ” નું અધ્યયન શરૂ થઈ ગયું.
આધ્યાત્મિક જ્ઞાન સિવાય ભૌતિક જ્ઞાન વિજ્ઞાનની જેટલી પણ શાખા છે. તેમાં પણ ઉચજ્ઞાન પ્રાપ્તિ માટે ગંભીર અધ્યયન જરૂરી જ છે. તેને બદલે હવે પલ્લવ ગ્રાહી પણ્ડિત્ય થઈ ગયું છે.
સ્વાધ્યાય ના અર્થને વધુ સ્પષ્ટ કરવા માટે તેના વાચનાદિ પાંચ ભેદને જણાવતા લખ્યું કે –
वायणा पुच्छणा चेव तहेव परियट्टणा
अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे વાચના :- ગુરુ ભગવંત પાસે વિનયપૂર્વક સૂત્ર લેવા કે ભણવું તે વાચના.
પૃચ્છના :- ભણેલા શાસ્ત્રમાં અધ્યયન સમયે ઉદ્દભવેલ સંશોનું પૂછીને નિવારણ કરવું તે પૃચ્છના.
પરાવતના :- ભણેલા સૂત્ર અને અર્થ સંબંધિ વારંવાર ઉચ્ચારણપૂર્વક આવૃત્તિ કરવી તે પરાવતના.
અનુપ્રેક્ષા :- સૂત્ર અને અર્થની મનમાં ને મનમાં જ વિચારણા કરવી તે અનુપ્રેક્ષા.
ધર્મકથા – વાચના, પૃચ્છના પરાવર્તન અને અનુપ્રેક્ષા દ્વારા અવધારેલ અને સ્થિર કરેલા જ્ઞાનને ધર્મકથન અને કહાની દ્વારા લેક સુધી પહોંચાડવું તે ધર્મકથા.
આ પાંચ પ્રકારે સ્વાધ્યાયને જણાવેલો છે. છતાં બધાના હાર્દમાં સ્વાધ્યાય દ્વારા “સ્વ” નું અધ્યયન તે અભિપ્રેત સમજવું.