________________
(૮૪) પરોપકાર
–બીજાનું ભલું કરો
ज्येष्ठः पुमर्थेषु सदैव धर्मा, धर्म प्रकृष्टश्च परोपकारः करोति यश्चैनमन्य चेताः, सधर्म कर्म ज्यऽ रिवलेऽधिकारी ધર્મ-અર્થ-કામ અને મોક્ષ રૂપ પુરુષાર્થ માં ધર્મરૂપ પુરુષાર્થ જ હંમેશાં મોટો ગણાય છે તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે. તે પરોપકાર એક રિાત્તવાળા થઈ જેપુરુષ કરે છે તે પુરુષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. - મનહ જિણાણે સજઝાયમાં શ્રાવકના કર્તવ્ય જણાવતાં સત્તરમું કર્તવ્ય પરોપકાર કહ્યું. શ્રાવકે પરોપકાર પરાયણ થવું જોઈએ.
પણ પરોપકાર એટલે શું ?
પર પ્રત્યે વાર તે પરોવર બીજાનું ભલું કરવું તેને પરોપકાર કહેવાય છે. જગતમાં રહેલા પ્રાણીઓને વસ્ત્ર-ધન–વગેરે આવશ્યક વસ્તુ આપવા પૂર્વક ઉત્તમ શ્રાવકે હમેશાં પરોપકાર કરવું જોઈએ.
- પુણ્યના ફળને ભેગવનાર કેટલાંક મનુષ્યો ઘણું ધન ઉપાર્જન કરી તેને સંગ્રહ કરે છે અને બીજા કેટલાંક મનુષ્ય તે ધન વડે પરોપકાર કરીને પુણ્યને સંગ્રહ કરે છે. માટે જે તમારે પુષ્યને સંગ્રહ કરે હોય તો બીજાનું ભલું કરે.
क्षेत्र रक्षति च'चा सौधं लोलत्पटी कमान रक्षा
दन्तात्त तृणं प्रागान् नरेण किं निरुपकारेण ચાડીયા પુરુષ ખેતરનું, ચપળ વિજા પ્રાસાદનું, રાખ [ભસ્મી: અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલ તૃણ પ્રાણનું રક્ષણ કરે છે. અર્થાત્ આવા અચેતન પદાર્થો પણ પ્રાણીઓને ઉપકાર કરનાર હોય છે. ત્યારે બીજાને ઉપકાર નહીં કરતા [ નિરૂપકારી] સચેતન પુરુષો તૃણ વગેરેથી પણ નકામાં છે.