________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
(૭૫) સ્વાદયાય
_“સ્વ”નું અધ્યયન
मणवयण काय गुत्तो, नागावरणं च खबई अणुसमयं
सज्झाए वट्टतो खणे खणे जाइ वेरगां સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન વચન કાયાની ગુપ્તિએ કરીને પ્રતિ સમયે જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
મન્નહ જિણોણ માણુમાં શ્રાવકના કર્તવ્યોને વર્ણવતા એક કર્તવ્ય જણાવ્યું “સ્વાધ્યાય” –પરંતુ
સ્વાધ્યાય એટલે શું?
+ગડ્યa. ૨ એટલે પોતાનું અથવા તે આત્માનું અને ધ્યાય એટલે અધ્યયન કે મનન - વિશિષ્ટ અર્થમાં વિચારીએ તે આત્માને હિતકર એવા શાનું અધ્યયન અને અધ્યાપન તે સ્વાધ્યાય.
આપણા પરિશીલન માટે તે ધ્રુવ પંક્તિ નક્કી કરી દીધી કે સ્વાધ્યાય એટલે.
“સ્વ” નું અધ્યયન જે કે આવશ્યક નિર્યુક્તિમાં તેના કરતા પણ આગળ વ્યાખ્યા કરતા લખ્યું કે – '
बारसंगो. जिणवखाओ - सज्झाओ कहिओ बुहेहिं શ્રી જિનેશ્વર દેએ કહેલા બાર અને એટલે કે દ્વાદશાંગીને જ પંડિત પુરુએ સ્વાધ્યાય કહેલ છે.
ગંભીરતા અને વિશ્લેષણ સાથે સમ્યક રૂપે અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે. તેમાં સ્પષ્ટ પણે ત્રણ ભાગ પાડી શકાય છે.
+બધિ -- સુ-રાહુ સારી રીતે અથવા સમ્યફ પ્રકારે, આપચારે તરફથી, લચ જે અભ્યાસ થાય તે, સ્વાધ્યાય.