________________
૩૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
બીજે કેણ કોને પાપમાંથી અટકાવી શકે? માટે હે ચેતન ઉદાસીનતા [માધ્યસ્થતા જ આત્મહિતનું કારણ છે તેમ સ્વીકાર.
જગત જીવ હૈ કરમાધીના અચરજ કછુ અ ન લીના આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહેના
કુડપુર નગરમાં મહા ઋદ્ધિવાન ક્ષત્રિય રહેતો હતો. યુવાવસ્થામાં મહાવીર મહારાજાની પુત્રી સાથે તેના લગ્ન થયા. કાળક્રમે પ્રભુની વાણીથી વૈરાગ્યવંત બનેલા જમાલીએ ૫૦૦ રાજકુમાર સાથે અને તેની પત્નીએ ૧૦ ૦૦ સ્ત્રીઓ સાથે ચારિત્ર અંગીકાર કર્યું.
જમાલીએ સંયમ ગ્રહણ કર્યા બાદ અગીયાર અંગને અભ્યાસ કર્યો અને છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરે છે. એક વખત તેણે અલગ વિહાર કરવા માટે આજ્ઞા માંગી, પણ ભગવાને આજ્ઞા આપી નહીં.
જમાલીએ પિતાના પાંચસે શિષ્યોને લઈને ભગવંતની આજ્ઞા વિના જ વિહાર કર્યો. તેને કેષ્ટક વનમાં પહોંચ્યા ત્યાં દાહ જવર ઉત્પન્ન થયો. એટલે શિષ્યને સંથારો કરવા કહ્યું. શિષ્યએ સંથારે કરવા માંડે, પણ જમાલીથી વેદના સહન થતી ન હતી. તેણે ફરી પ્રશ્ન કર્યો સંથારો થઈ ગયો ? શિષ્ય ઉત્તર આપ્ય–હા.
તે સાંભળી જમાલી ત્યાં આવ્યા. હજી તો તું સંથાર કરે છે છતાં એમ કહે છે કે સંથારો તૈયાર છે. આ તે કેવું અસત્ય?
શિષ્ય કહે છે માળે હે ભગવાનનું વચન છે કરવા માંડયું તે કર્યું જ કહેવાય. જમાલી કહે ભગવાનનું આ વચન પ્રત્યક્ષ વિરુદ્ધ જ દેખાય છે માટે તે વચન અસત્ય છે.
શિષ્યએ ઘણું સમજાવ્યું કે જેમ વાસણ ડું પણ ભાંગે તે ભાગ્યે જ કહેવાય છે. વસ્ત્ર થોડું પણ ફાટે તે ફાટયું જ કહેવાય છે. એ વચન વ્યવહાર છે તેમ કરાતું કર્યું જ કહેવાય એ હે માને નિશ્ચય સૂત્ર છે.
જે પ્રથમ સમયે કાર્યની ઉત્પત્તિન માનીએ તો બીજી–ત્રીજી કે ચોથી ક્ષણે પણ કાર્ય થયું નહીં ગણાય, માત્ર છેલ્લે જ કાર્ય સિદ્ધ કહેવાશે. તેમ માનવા જતાં પ્રમાદિક ક્ષણેની વ્યર્થતા થશે. છતાં જમાલી ન માને તેથી કેટલાંક શિખ્ય ભગવંતના શરણમાં ચાલ્યા ગયા.