SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણને અનુરાગ ૩૬૫ આદર હોવો જોઈએ કેમકે ગુણીના ગુણ પ્રત્યે આદર ધરાવનાર વ્યકિત -તેમના ગુણોથી પ્રમુદિત થનાર વ્યકિત પણ પ્રશંસનીય છે. વિ વદુળા મળuT' વિવા તવેગ વિધવા રાળ इकक गुणाणुराय सिक्खह सुक्रवाण कुलभवण અરે બહુ ભણવાથી, બહુ તપ કરવાથી કે દાન આપવાથી પણ શું? જે કઈ ગુણ જ ન વિકસ્યો હોય તો તે દાન તપાદિ પણ નિરર્થક છે. દાનથી દયા ગુણ વિકસે, તપથી ઈરછા નિધિ તથા ભણવાથી નમ્રતા ઋજુતા કે ભવ ભિરુતા વિકસે તે તે સાર્થક છે. સામાન્ય ભાષામાં કહીએ તો ગુણના અનુરાગ વિના દાન-તપ કે અધ્યયનાદિ સેવે નિરર્થક બનનાર છે. શ્રી કૃષ્ણ એક વખત યાદવ મિત્રો સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં એક તરફ કચરાને ઢગ પડેલો હતો. તેમાં એક કુતર મલે પડ હતા. તેના શરીરમાંથી માથું ફાટી જાય તેવી અસહ્ય વાસ આવી રહી હતી–પ્રસરી રહી હતી વાતાવરણમાં. યાદવ મિત્રો તે મેઢાં આડું કપડું રાખીને જાણે નાસભાગ કરતાં હોય તેવી રીતે ઝડપથી ચાલવા માંડયા. પણ કૃષ્ણ મહારાજા શાંતિથી પસાર થઈ ગયા. મનોમન ચિંતવતા હતા કે વાહ વાહ આ કુતરાના દાંતની પંક્તિઓ કેટલી સુંદર છે? વાહ–કેટલી ઉજજવલ અને ત. ખરેખર માનવીએ પણ જીવનમાં આવી ઉજજવળતા પ્રાપ્ત કરવી જોઈએ. આ થયે ગુણાનુરાગ, ગુણે તે સુવર્ણ જેવા ચળકતા છે. ગુણો કયાંય અભડાતા નથી. ચાંડાલ કે શુદ્ર પણ ગુણવાન બનીને વિશ્વવંદ્ય બની શકે છે. આવા કુતરા જેવાને મૃતકમાંથી પણ તેના દાંતની સુંદરતાને જ ગ્રહણ કરનાર શ્રી કૃષ્ણનું ગુણાનુરાગી પણું કેટલું ? नइवि चरसि तवं विउलं पढसि सुयं करिसि विविह कट्ठाइ न धरसि गुणाणुरायं परेसु ता निष्कलं सयलं ખરેખ નિર્મલ તપ કરવા છતાં, ચારિત્ર પાળવા છતાં, શાસ્ત્ર વગેરે ભણવા છતાં કે અનેક કષ્ટ સહન કરવા છતાં પણ જે પ્રમોદ
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy