________________
- કામ
કરે
.
=
=
"
२४२
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ચકવતની ઋદ્ધિ કેટલી ? ચૌદ રત્ન, નવ નિધાન, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી. ચોરાશી લાખ રથ, છનું કરોડનું પાયદળ, એક લાખ બાણ હજાર સ્ત્રીઓ, ૬ કરોડ ગામને ધણી, છ ખંડ પૃથ્વીને પતિ. એમાંનું કેઈ શરણ ભૂત ન થયું–કેઈ બચાવી શકયું નહીં.
કે નવિ શરણમ્ કે નવિ શરણમ્ મરતાં કણ નવિ પ્રાણી બ્રહ્મદત્ત ને મરતે નવી રાખે જસ હય ગય બહુ રાણી
જસ નવનિધિ ગુણ ખાણી રે બ્રહ્મદત્ત ચકવતી પણ રચવાડીએ ચડયે હતું ત્યારે સામાન્ય ગપાળના છોકરાએ ગલેલના નિશાનથી ચકીના બને નેત્રો ફાડી નાંખ્યા હતા, ત્યારે તેની સેવામાં રહેતા એક પણ દેવતા તેને બચાવનાર થયા નહીં.
ખરેખર ત્રેસઠ શલાકા પુરુષને ઉપદેશ પણ કેટલા સરસ છે. ચકવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ બધાને કેવું ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું છતાં આવા ઉત્તમ પુરુષે પણ આયુ પૂર્ણ થયે ચાલી નીકળ્યા. કાળ આગળ તેઓનું પણ કંઈ ચાલ્યું નહીં. તીર્થકરોને પણ પૂર્વકૃત કર્મોમાંથી કેઈન બચાવી શકયું.
અરે ત્રણ ત્રણ ખંડ એટલે અર્ધ ચક્રવતીની ઋદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમ પુણ્યશાળી જીવે વાસુદેવ કે પ્રતિવાસુદેવ, છતાં તેને નરકમાં જતા અટકાવી શકે તેવું કઈ શરણ ખરું? નહી. નિચે નરક ગામી.
શાસ્ત્રકાર મહારાજા ત્યાં સુધી જણાવે છે કે એક સમર્થ દેવતાનું બળ એટલું બધું હોય છે કે આંખ મીંચીને ઉઘાડો તેટલા ઓછા કે બારિક સમયમાં આ એક લાખ જનના જંબુદ્વિપને ફરતાં ૨૧ વખત આંટા મારીને પાછા આવી જાય. કેટલું બળ હશે એ દેવતાનું?
આટલું બળ-આટલું લાંબુ જીવન છતાં તે દેવ જ્યારે પરલેકને પ્રવાસી થાય ત્યારે ?
કે નવિ શરણમ્ કઈ શરણ ભૂત થતું નથી. અરે જે દેવીઓ તેને સાથે ભેગ