________________
૩૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
–પ્રત્યાખ્યાન એટલે વિરમે તે બચે –એ વાત સાચી. પણ આરંભનું અનુસંધાન જેડ. મનz for મા-જિનેશ્વરની આજ્ઞા માને. પણ આજ્ઞા શું? માથવ: સર્વથા . આશ્રવ સર્વથા ત્યાજ્ય છે. પ્રત્યાખ્યાન પણ પાપના ત્યાગનું હોય. આશ્રવનું હેય. સંવરનું નહીં.
એક ગામમાં એક ભાઈને સમજાવ્યું કે પરિગ્રહનું પાપ શું ? તેમણે ધન રાશિને પરિગ્રહ નક્કી કર્યો. એક લાખ કરતાં વધારે રોકડ રાખવી નહીં. બસ બીજે દિવસથી તે ભાઈ ઉપાશ્રયમાં જ ન આવે. બે દિવસ ગયા-ચાર દિવસ ગયા અરે પંદર દિવસ વીતી ગયા પણ શ્રાવક ભાઈ દેખાયા જ નહીં.
ઉપાશ્રયે બોલાવી તે શ્રાવકને પૂછયું કે બધી આરાધનાએ બંધ કરી દીધી કે શું ? ત્યારે તેણે જવાબ આપ્યો, મહારાજ સાહેબ! તમે જ બાધા દીધી છે પરિગ્રહ પરિમાણની. હવે એક લાખ રૂપિયા ભેગા ન થાય તે હું બાધા કેવી રીતે પાળીશ?
માટે જ સમજવાનું છે પચ્ચકખાણ આશ્રવ ત્યાગના હોય. સંવરના નહીં. સંવર તે ઉપાદેય છે–આદરણીય છે.
પ્રત્યાખ્યાન કર્તવ્ય સાથે બીજું અનુસંધાન જોડે અંતીમ પંક્તિનું. મનહ જિણાણુંમાં છેલ્લું મુક્યું ની સુપુરવા. ગુરુના ઉપદેશ પૂર્વક આ કર્તવ્યનું પાલન કરવું જોઇએ. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે હિ સવિલકો ઘર્મ ગુરૂસાક્ષીએ ધર્મ કર.
प्रत्याख्यानं यदाचीत्तन करोति गुरु साक्षिकम् , विशेषेणाऽथ गृहणाति धर्मोऽसौ गुरू साक्षिकम् પહેલા જે પ્રત્યાખ્યાન કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચકખાણ ગુરુ સાક્ષીએ કરવું. કેમ કે ધર્મ ગુરુ સાક્ષીએ કરવાને કહ્યો છે તેથી પરિણામોમાં દઢતા આવે છે અને જિનાજ્ઞાનું પાલન થાય છે. હવે વિચારીએ પ્રત્યાખ્યાનને “નિત્ય સંબંધ”—સવારનો