________________
સાંભળવાની કળા
પરૂપે
લાપરે (1) સાધુ
ચા સૌ પ્રથમ
कृन्तत्य पुण्यानि सुसाधु सेवनात्
___अतोऽपि तं श्रावक माहुरुतमाः શ્રાવક એટલે શું? (૧) પદાર્થ- તત્વના ચિંતન પૂર્વક શ્રદ્ધાને દઢ કરે. (૨) પાત્રમાં નિરંતર ધન વાપરે. (૩) સાધુની સેવા-વૈયાવચ્ચેથી પાપને કાપે–તેને ઉત્તમ પુરૂ શ્રાવક કહે છે.
સૌ પ્રથમ લક્ષણ મુકયું. “શ્રદ્ધાને દઢ કરવી તે પણ શ્રદ્ધા દઢ થાય કઈ રીતે? તત્વની વિચારણાથી. પણ તત્ત્વ એટલે શું ?
ત નવ છે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
जीवा जीवा पुण्णं पावा सव संवरो य निज्जरणा
बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा નવ તત્ત્વમાં આ રીતે જણાવ્યું છે. માટે પ્રત્યેક શ્રાવકે આ નવે તોની શ્રદ્ધા કરી મેક્ષાથી બનવું.
પ્રશ્રન :-- તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે (અધ્યાયઃ ૧ સૂત્ર : ૪) ગીવાળીવાવવધસંવરનિર્જરા મોક્ષાસ્તવમ (સ્થાનાંગ સ્થાન : ૯ સૂત્ર : ૬૬૫ ) માં જીવ અજીવ આશ્રવ બન્ધ સંવર નિર્જરા મેક્ષ એ સાત તો કહ્યા છે. વળી કેટલાંક બે તો ગણવે છે જીવ અને અજીવ. અમારે ક્યા તત્વચિંતનથી શ્રદ્ધા દઢ કરવી.
સમાધાન – જુઓ તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતીજી મહારાજાએ પાપ-પુણ્ય બંને તત્ત્વોને આશ્રવમાં સમાવ્યા છે. શુભ આશ્રવ તે પુણ્ય અને અશુભ આશ્રવ તે પાપ. હવે સાત અને નવ બંનેમાં મૂળ તત્ત્વ સરખા થયા કે નહીં ?
જેઓ બે તત્તે જણાવે છે તે પણ નવે નવ સ્વીકારે છે. કેમ કે પાપ-પુણ્ય બંને તત્ત્વોને સમાવેશ આશ્રવમાં કર્યો. આશ્રવ એ વ્યવહારનયની અપેક્ષાએ જીવને મિથ્યા દર્શનાદિ પરિણામ છે. માટે તેને સમાવેશ છવમાં થઈ શકે અને નિશ્ચયનયની અપેક્ષાએ મિથ્યા દર્શન નાદિ રૂપ જીવને કર્મજન્ય વિભાવ પરિણામ એટલે કે કર્મ હોવાથી તેને સમાવેશ અજીવમાં થઈ શકે.
સંવર તે કર્મબઘના હેતુને રોકવારૂપ છવનું શુદ્ધ સ્વરૂપ છે, નિર્જરા કર્મનાશ કરનાર જીવનું શુદ્ધ સ્વરૂપ છે. માટે તેને સમાવેશ જીવ તત્ત્વમાં કર્યો.