________________
sabada 2nd proof
માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના
મોટાભાગના વિચારો ખરાબ-નકામા-નેગેટીવ અને પાપમય છે. જે પાપ કરે છે, તે પાપી છે, એ વ્યાખ્યા અધૂરી છે. પોતાના પાપને કબૂલ ન કરે, તે પૂરેપૂરો પાપી છે. આપણા પાપ દેખાય તે આલોચના છે. આલોચનાથી જ આત્મશુદ્ધિ થાય છે. પ્રામાણિકપણે મનોમન કરેલા પાપનો પસ્તાવો કરો. દોષોની નિંદા કરો. યોગ્ય અને ગંભીર ગુરુ સમક્ષ તમારા પાપોને કબૂલ કરો. દોષોનો સ્વીકાર કરો.
ભૂલ કરીને ભૂલનો બચાવ કરે તે પાપાત્મા. ભૂલ કરે પણ ભૂલનો સ્વીકાર કરી લે તે ધર્માત્મા. જેના જીવનમાં ભૂલ જ ન થાય તે પરમાત્મા. આલોચના પરમાત્મા બનવાનો દરવાજો છે.
અવસર : પર્યુષણ પર્વ
એક ભવની મહેનતથી ભગવાન નથી મળતા. ભવોભવની સાચી મહેનત હોય તો ભગવાન મળે છે. સંસાર અને વ્યવહાર ચલાવવા પૈસાની જેવી જરૂરત અને ઝંખના જાગે છે તેવી પ્યાસ પ્રભુ માટે ાગવી જોઈએ. સાચા દિલની પોકાર પરમાત્માને કાને પડવી જોઈએ. પરમાત્મા માટે સાચો પ્રેમ જાગવો જોઈએ. જંગલમાં ભૂલો પડલો પ્રવાસી જેમ સલામતી શોધે, બળબળતાં રણમાં મુસાફર શીળો છાંયડો ઝંખે તેવી પરમાત્મા મિલનની ઝંખના જનમવી જોઈ. સંસાર પાછળ પાગલ બનેલો આદમી ક્યારેય પરમાત્માનો પ્રેમી નથી બની શકતો. જ્યાં પ્રેમ હોય; ત્યાં મિલનની ઝંખના હોય, વિરહની વ્યથા હોય.
પરમાત્મા પાસે લાગણી હોય, માંગણી ન હોય. જ્યાં માંગણી હોય ત્યાં લાગણી ના હોય. જેમાં શરત હોય તે પ્રેમનો ભ્રમ હોઈ શકે, પ્રેમ ન હોઈ શકે. માંગણી વિનાની લાગણીની અભિવ્યક્તિનું નામ પ્રાર્થના. પરમાત્મા પ્રાર્થનાથી મળે છે. દુનિયાની તમામ પ્રાર્થનાનો સૂર એક છેપ્રભુ દ્વારા સ્વીકૃતિ મળે.’ સાગર જે ઉમળકાથી નદીને સ્વીકારે છે, મા; દીકરાને જે મમતાથી આવકારે છે એવો સ્વીકાર પ્રભુ દ્વારા થાય એ સ્વીકૃતિ માટેની મહેનતનું નામ પૂજા છે. આપણી ભીતરમાં છુપાયેલી પરમાત્મશક્તિ, પૂજા અને પ્રાર્થના દ્વારા પ્રગટ થાય છે. ‘હું પરમાત્મા બની શકું છું,' એ વિશ્વાસ જાગ્રત બને અને “મારે પરમાત્મા બનવા મહેનત કરવી જ છે” આ સંકલ્પ જન્મે ત્યાર પછી જે સભાવ ખીલે છે. તેના સહારે પરમાત્મા બની શકાય છે. તે સદભાવની પ્રાપ્તિ જ પરમાત્માની કૃપા છે.
અવસર : સંઘવી નગર - ચૈત્યપરિપાટી આસો સુદ-૧
* ૭૫ જ