________________
sabada\2nd proof
ખૂણામાં પડી રહેવાનું કહે છે. જેણે અક્કલ આપી તેને ‘અક્કલ વગરની’નો શિરપાવ મળે છે. જેણે શરીર આપ્યું તેને ટેકો આપતા શરમ આવે છે. જેણે દુનિયા ઓળખાવી તેને “ખબર ન પડે” એવું સર્ટિફિકેટ મળે છે. પાંચ દીકરાને ઉછેરનારી મા પાંચ દીકરાના ઘરમાં સચવાતી નથી. પાંડવો અન્યાય અને ઓછા સાધનો વચ્ચે સફળ થયા. તેનું કારણ તેમણે મા અને સલાહકાર સારા મળ્યા. તેમણે છેલ્લે સુધી બન્નેને સાચવી રાખ્યા. કુંતી અને કૃષ્ણ પાંડવોના વિજયના કર્ણધાર છે. દુર્યોધનની માતા ગાંધારી આંખે પાટા બાંધીને જીવતી. રામચંદ્રજીએ વનવાસથી પાછા ફર્યા પછી સહુથી પહેલા કૈકયીની મુલાકાત લીધી. ચક્રવર્તી ભરત રોજ દાદીનો ઠપકો પ્રેમથી સાંભળતા.
માતા કરતા પિતા વધુ ઉપેક્ષિત છે. માએ આપણને સાચવ્યા તો પિતા મા-ને સાચવે છે. આપણને સગવડ સલામતી અને સંપત્તિ પિતા દ્વારા મળી. ઇજ્જત, આબરુ અને ભરોસો પિતાએ આપ્યો. આપણાં સુખ માટે ૧૦-૧૨ કલાક મજૂરી કરી. દુનિયાના સ્વાર્થથી આપણને બચતા રાખ્યા. માતા જો ફૂલ જેવી કોમળ છે. તો પિતા નારિયેળ જેવા છે. બહારથી કઠોર ભલે હોય. ભીતરથી કોમળ. રામચંદ્રજીએ પિતા માટે વનવાસ સ્વીકાર્યો. કુણાલે પિતાજીના વચન ખાતર આંખોનું બલિદાન આપ્યું. ભીષ્મ પિતાના સુખ ખાતર લગ્ન અને રાજગાદી બને છોડ્યો.
આજે માતાપિતાની સ્થિતિ અનાથ બાળક જેવી બની ગઈ છે. ઢળતી ઉંમરે થતી નાની બિમારી પણ શરીરમાં કાયમી ઘર કરી જાય છે. વૃદ્ધોને સહાનુભૂતિ નથી મળતી. વૃદ્ધો વધુ ને વધુ ઘરની બહાર રહે છે. ઘણીવાર મા-બાપે સંતાનો પર ભરણ-પોષણનો દાવો કરવો પડે છે. માબાપને સંતાનો તરફથી જોઈતો સદ્ભાવ મળતો નથી. મા-બાપની અપેક્ષા નાની જ છે–“મારું” સંતાન ‘મારું' રહે, એવો વિશ્વાસ. તેમનો આ વિશ્વાસ તૂટે છે ત્યારે તેમનું અસ્તિત્વ હચમચી જાય છે. તેમની
હતાશા યાતો સ્વભાવમાં યાતો શરીરમાં પ્રતિબિંબિત થાય છે.
તમારા મા-બાપ પાસે ૧૦ મિનિટ બેસો તેમને સાંભળો. તેમના પગ દબાવો. માતા-પિતાના આશીર્વાદ લેજો, અભિશાપ ન લેશો.
માતાપિતા અને સંતાનો વચ્ચે ખાઈ બનવાનું કામ મોટે ભાગે પત્નીઓ કરતી હોય છે. ગૃહલક્ષ્મી પતિના ઘરને પોતાનું ઘર સમજે તો ઘર-ઘરની સમસ્યા ઘણી સહેલાઈથી ઉકેલાઈ જાય.
તમારા સંતાનો તમારી વૃદ્ધાવસ્થામાં એવો જ વ્યવહાર કરશે જેવો આજે તમે તમારા માતાપિતા સાથે કરો છે ! મા-બાપને શ્રવણની જેમ ખભે ન ઉપાડીએ તો કંઈ નહીં, તેમનો સહારો તો ન ઝૂંટવીએ. કુણાલની જેમ આંખો ન આપીએ પણ તેમની આંખમાં આંસુ તો ન પડાવીએ. રામચંદ્રજીની જેમ વનવાસ ન જઈએ પણ તેમને ઘર બહાર તો ન કાઢીએ.
અવસર : જીવન જાગૃતિ પ્રવચનશ્રેણી-૬
=
=
=
=