________________
સિરિયલો ઠલવાઈ રહી છે. અનેક દેશોમાં પ્રામાણિક સંશોધનો બાદ પૂરવાર થયેલું સત્ય છે કે ટી.વી. માણસને વધુ પડતો મહત્વાકાંક્ષી આક્રમક અને અતૃપ્ત બનાવે છે. સેટેલાઈટ ચેનલો આજે દુઃશાસનની જેમ મર્યાદારૂપી દ્રૌપદીના વસ્ત્રોનું ચીરહરણ કરી રહી છે. પાંડવો હારી બેઠા છે. સભા ચૂપ છે એ સહુથી મોટી કમનસીબી છે. દ્રૌપદીના ચીરની રક્ષા કરનાર કોઈ દેવ નથી.
ટી.વી. જોઈને માહિતી વધી હશે. પણ માણસનાં મન બગડી ગયા છે. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ નામનો બહારવટીયો ત્રાસ ફેલાવતો પણ બહેનો સુરક્ષિત હતી. સ્ત્રીને જોઈને વિકાર જાગી જતાં આંખમાં મરચું નાખી દેનાર નરેન્દ્ર હતો. આજે શરીફ ગણાતા વર્ગમાં પણ માનસિક પવિત્રતા રહી નથી.
ભારતદેશની સંસ્કૃતિ સ્વતંત્રતામાં નહીં, પરતંત્રતામાં માને છે. ઉશૃંખલતામાં નહીં, મર્યાદામાં માને છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં મર્યાદાનું મહત્ત્વ છે. વસ્તુ જેટલી કિંમતી તેટલી સુરક્ષાની વ્યવસ્થા વધુ હોય. વ્યક્તિ જેટલી કિંમતી એટલી મર્યાદા વધુ. સફળ માણસો સફળ બને છે, તેનું એક કારણ એ છે કે તેઓ મર્યાદાને માન આપે છે. પોતાની અને બીજાની મર્યાદાને માનપૂર્વક જાળવે છે. જે વ્યક્તિ પોતાની અને બીજાની મર્યાદાને માનપૂર્વક જાળવે છે, જે વ્યક્તિ પોતાને મળેલી સંસ્કૃતિની યથાર્થ કિંમત સમજે છે તે જ મર્યાદાનું મહત્ત્વ સ્વીકારે છે. અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૫, શ્રા.સુ.૧૫
~€3~
sabada\2nd proof
૫૭
મા-બાપને ભૂલશો નહીં
માણસનું જીવન કેવળ પોતાની શક્તિ પર નથી ચાલતું. જીવન પામવા, ચલાવવા અને સારું બનાવવા અનેક-અનેક વિશિષ્ટ આત્માઓના ઉપકાર છે. પહેલો ઉપકાર પરમાત્માનો. બીજો ઉપકાર ગુરુભગવંતોનો અને ત્રીજો ઉપકાર મા-બાપનો છે. નજદીકી ષ્ટિએ માબાપનો ઉપકાર સર્વપ્રથમ છે. તમે ઉપકારી તત્ત્વોના ઉપકારોને ભૂલી જઈને ગમે તેટલી તરક્કી કરો તો પણ સાચી શાંતિ નહીં પામો.
સફળતા પુણ્યથી મળે છે. શાંતિ આશીર્વાદથી મળે છે. આકાશમાં ઘણી બધી ઊંચાઈ હાંસલ કરનાર પતંગ ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી તેની દોરીનો છેડો કો'કના હાથમાં છે. જીવનના ક્ષેત્રે અનેક સ્તરની ઊંચાઈ હાંસલ કરનારા આપણે ત્યાં સુધી જ સલામત છીએ જ્યાં સુધી આશીર્વાદની દોરી મા-બાપના હાથમાં સલામત છે.
માતાએ આપણા શરીરને આકાર આપ્યો. આપણે પરપોટાથી વિશેષ કાંઈ ન હતા. તેમાંથી આ શરીરના સર્જન માટે ૯-૯ મહિનાનો સમય આપ્યો. આજે આપણે જીવનના નવ મહિના કેવળ બીજાને માટે ફાળવી શકીએ ખરા ? આપણી માતાએ આપણને જન્મ આપ્યો. એર્બોશન ન કરાવ્યું. આપણા જન્મ સમયે મરણ જેવી વેદના સહન કરી. સમાજમાં સ્થાન આપ્યું. પ્રેમ-સંવેદના-લાગણી-નિર્ભયતા અને સારા સંસ્કારો આપ્યા. તમને મોટા કર્યા પછી તમારો હાથ પત્નીના હાથમાં સોંપી દીધો. દુનિયામાં પરમાત્મા પછી સહુથી પવિત્ર શબ્દ માતા છે. છતાં જીવનમાં સહુથી વધુ ઉપેક્ષા માતાની થઈ છે. જે માતાએ બોલતા શીખવ્યું તેને સંતાનો ચૂપ રહેવાનું કહે છે. જેણે ચાલતા શીખવ્યું તેને
-૬૪