________________
૩૯
માણસને માણસ પર વિશ્વાસ ન હોય તે ણતા છે
દરેક માનવીમાં અખૂટ શક્તિ છે. જે વ્યક્તિ પોતાની શક્તિને ઓળખીને બહાર લાવે છે તે મહાન બની શકે છે. ભૌતિક દૃષ્ટિએ સફળ બનવું સરળ છે. આંતરિક દૃષ્ટિએ મહાન બનવું અઘરું છે. મહાન બનવા માટે ત્રણ વિશ્વાસ કેળવવા જરૂરી છે. શક્તિનો વિશ્વાસ, વ્યક્તિનો વિશ્વાસ અને ભક્તિનો વિશ્વાસ. જાતનો ભરોસો મહાન બનાવે છે. જેને પોતાની શક્તિ પર ભરોસો નથી હોતો તે વ્યક્તિ ભયમાં જીવે છે. તે સતત પોતાની નિષ્ફળતા વિષે ફરિયાદ કરતી રહે છે. જેને પોતાની જાત પર ભરોસો છે. તેને માટે અન્ય વ્યક્તિ પર ભરોસો કરવો આસાન છે. આજે માણસને માણસ પર વિશ્વાસ રહ્યો નથી, તે કરુણતા છે. માણસ પર વિશ્વાસ ન હોય તો પ્રભુ પર વિશ્વાસ શી રીતે જન્મે ? તમારી ભીતર પડેલી શક્તિ પર વિશ્વાસ જન્માવો. તમારી શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો ? તેની સમજ કેળવી લો.
અર્જુને કૃષ્ણને પાંડવોના પક્ષે રહેવા જણાવ્યું હતું. તે એ માટે જ કે પાંડવો સેનાને નહીં સૈનાનીને ઇચ્છતા હતા. કટોકટીના સમયમાં શક્તિને કઈ રીતે વાપરવી તેની કળા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પાસે જ હોય છે. સ્થિરપ્રજ્ઞ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું માર્ગદર્શન જીવનની મહામૂલી મૂડી છે. અભિમાન શક્તિને હતી ન હતી કરી નાંખે છે. સમર્પણ શક્તિને પૂરબહાર ખીલવે છે. સ્વાર્થ માટે ઘણા કામ કરીએ છીએ. રોજ કમ સે કમ એક કામ કેવળ પ્રભુ માટે કરીએ. એ ભક્તિ છે. શક્તિ અને ભક્તિનો સમન્વય વ્યક્તિને મહાન બનાવે છે.
ન
30 30 30
* રોદ -
*
sabada\2nd proof
૪.
સંપત્તિ કરતાં સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે
દરેક માણસ પાસે જીવન જીવવાની શક્તિ છે અને જીવનને ઊર્ધ્વગામી બનાવતી શક્તિ છે.આ શક્તિને સક્રિય સ્વરૂપ આપવાના પાંચ પગથિયાં છે. ગુરુનું સમર્પણ, ધર્મને સમય, શરીરમાં સ્થિરતા. વાણીમાં સૌમ્યતા, મનમાં એકાગ્રતા. આત્માને પરમાત્મા બનાવતું સામર્થ્ય સાચું છે. નીચે પાડે તે સામર્થ્ય ખોટું છે. વૃક્ષનાં મૂળને પાણી સીંચાય છે તો વૃક્ષની ટોચ ઉપર ફળ પેદા થાય છે. ધર્મને આપેલો સમય ટોચના સદ્ભાવને પલ્લવિત કરે છે. મન જેટલું ધર્મ સાથે એકાકાર બને તેટલું સામર્થ્ય ખીલે છે. મનને સ્થિર રાખવું અઘરું છે. મન સ્થિર ના થાય ત્યાં સુધી તેને શુભ આલંબનમાં જોડી રાખો. શરીરની શક્તિ અને મનની ગતિનો સીધો સંબંધ છે. શરીરની શક્તિ જે હેતુ પાછળ વધારે ખર્ચાય, મન તે હેતુ પાછળ ગતિ કરે છે. બીજાએ બનાવેલી રસોઈ કરતા જાત મહેનતથી બનાવેલી રસોઈ વધુ સ્વાદિષ્ટ લાગે છે. શરીરની શક્તિ પરમાત્મા પાછળ વધુ ને વધુ વાપરો.
સંપત્તિ કરતાં પણ સમય અને શક્તિનું પ્રદાન શ્રેષ્ઠ છે. પરમાત્મા રેડીમેડ પૂજાથી નથી મળતા. પરમાત્મા મહેનતથી કરેલી પૂજાથી મળે છે. પરમાત્મા માટે પૂજારી રાખવા કરતાં પરમાત્માના પૂજારી બનવું વધુ બહેતર છે. પૈસાનું મહત્વ સમજાયું છે તેથી પૈસા નોકરોને નથી સોંપતા. પરમાત્મા પૂજારીને સોંપાય છે તેનો મતલબ સાફ છે, પરમાત્મા સાથે અનુસંધાન થયું નથી. પરમાત્માનું દરેક કામ જાતે કરવું જોઈએ. પરમાત્માની સેવા જાતે કરવાથી અભિમાન જાગતું નથી. મન સ્વાર્થમુક્ત બને છે. વિચારો પવિત્ર બને છે. પવિત્ર વિચારો પ્રસન્નતાની જન્મભૂમિ છે.
-80