________________
૧૭
છતાં વિકલ્પ અનુસ્વાર થાય છે. પઢમં પીરમાં પદને અંતે – છે. તેની પછી સ્વર નથી. પIRT એમ જ લખવું જોઈએ. પIRTમ્ લખ્યું છે તે ભૂલ છે? જવાબ તો હા છે પરંતુ પ્રભુદાસભાઈએ ભૂલ કરી છે તેવું કહી કેવી રીતે શકાય? આ અનવધાનમાં થયેલી ભૂલ છે તે બીજાં પાને રહેલું મથાળું પૂરવાર કરે છે. વિજ્ઞ પર. આ પારગમ્ જેવી બીજી ભૂલો આ બુકમાં હશે કે નહીં તે વિચારવાનું ટાળીને આખી બુક પુનઃ સંપાદિત કરી છે. સાથે સાથે પ્રભુદાસભાઈની સરળતા પ્રત્યે અનહદ સદૂભાવ બની રહ્યો છે. તેમના વિચારોમાં તેઓ સ્પષ્ટ તો હતા જ. પોતાની રજૂઆતમાં ભૂલ હોવાની સંભાવના વિશે તે સભાન હતા. મુદ્રણ પામી ચૂકેલી આખી પ્રવેશિકામાં તેઓ સુધારાવધારા જરૂરી માનતા હતા. તેમના પ્રકાશિત ન થઈ શકેલાં સાહિત્ય અંગે પણ તેઓ સ્પષ્ટ જ હશે. તેમણે લખીને મૂકી રાખ્યું હોય અને છાપવામાં ન લીધું હોય તેવું સાહિત્ય - એક કાચો ખરડો - તરીકે તેમણે જેમનું તેમ રાખી મૂક્યું હશે, પોતાના એ વિચારને તેમણે સુધારવાની અથવા વધારવાની દૃષ્ટિથી ફેરતપાસ માટે લખી રાખ્યો હશે. તે વિચારને જાહેર રૂપ ન આપીને તેમણે પોતાની સરળતાની સો ટકાની સાચવણી કરી. અને આજે તેમના સ્વર્ગવાસનાં કેટલાય વરસો બાદ તેમનું તિથિનાં અર્થઘટનનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે પ્રભુદાસભાઈની સુધારાવધારાની તૈયારી દાખવતી સરળતાને ઝાંખપ લગાડવામાં આવી હોય તેવું અવશ્ય લાગે છે. પ્રભુદાસભાઈના દરેક વિચારોની પુનઃ સમીક્ષા થાય તેમાં સૌથી વધુ રાજીપો પ્રભુદાસભાઈને જ થાય. તેઓ વિચારશીલ અને શ્રદ્ધાસંપન્ન શ્રાદ્ધવર્ય હતા. તેમણે શાસન માટે દાખવેલી
૧૮ દૂરદર્શિતાનો જોટો જડે તેમ નથી. તો પણ જાહેરમાં વહેતા મુકાયેલા વિચારોમાં ખામી જણાય તો સુધારી લેવાની તેમણે જાહેર તૈયારી રાખી હતી, તે આ પ્રવેશિકાની પ્રસ્તાવના દ્વારા વાંચવા મળે છે. તેમની આ આલા દરજ્જાની સરળતાનો અર્થ એ નથી કે તેઓ ક્યારેક ખોટા પૂરવાર થયા હતા. પ્રભુદાસભાઈની સાચી પડેલી આગાહીઓનું સરવૈયું ખૂબ લાંબું થવા જાય છે. પ્રભુદાસભાઈનો વિચારવૈભવ આપણને આર્યસંસ્કાર અને જૈનઆચારમાં સુદૃઢ બનાવે છે. પ્રભુદાસભાઈનો વિચારવારસો જીવતો રાખવાની સાથે જ એ વિચારશીલ સત્પુરુષનાં સરળ અને નિર્મળ માનસને પણ નજરસમક્ષ રાખવું જોઈએ.
જયારે ગુજરાતી ભાષામાં પ્રાકૃતભાષાનું વ્યાકરણ ઉપલબ્ધ નહોતું ત્યારે તેમણે આ પ્રવેશિકાની રચના કરી છે. પ્રભુશાસનનાં મૂળ શાસ્ત્રોની આગમોની ભાષા માટે તેમણે - આ પ્રવેશિકા રચી તેમાં એમનો ધગધગતો શાસનપ્રેમ વર્તાય છે. વિ. સં. ૧૯૮૯માં પ્રાકૃત પ્રવેશિકાની પહેલી આવૃત્તિ, પ00 નકલમાં છપાઈ હતી. આ કાચા ખરડા - ને ચોક્કસ સ્વરૂપે ઘડાઈ – જવાનો સમય મળે તે પૂર્વે વિ. સં. ૧૯૯૯માં પ્રવૃત્તવિજ્ઞાનપીઠમાતા પ્રકાશિત થઈ ગઈ. આ પાઠમાળાએ જબરજદસ્ત સફળતા મેળવી. એટલે પછી પ્રશિl ને જોઈએ તેવો સુધારો ન મળ્યો અને જોઈએ તેવો અવકાશ કે પ્રચાર ન મળ્યો.
પ્રવેશિકા અને પાઠમાળામાં પાયાનો તફાવત પણ છે. પ્રવેશિકાની અભ્યાસપદ્ધતિમાં પહેલાં વાક્યો આવે છે. પછી નિયમ પછી શબ્દો. પછી વિશેષ નિયમ. પછી રૂપો. પછી ઉદાહરણ વાક્યો. ભૂતકાળ સમજાવવા માટે પ્રવેશિકાનો પંદરમો
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof