________________
४४
સાપ
વિભક્તિઓનો ઉપયોગ કરવા વિષેના કેટલાક
સામાન્ય નિયમો. ૧. એ. કર્તરિ પ્રયોગમાં કર્તાને નામાર્થમાં પહેલી વિભક્તિ
લાગે છે. આ. કર્મણિ પ્રયોગમાં કર્મને નામાર્થમાં પહેલી વિભક્તિ
લાગે છે. ૨. એ. કર્તરિ પ્રયોગમાં ક્રિયાપદનાં કર્મને બીજી વિભક્તિ
લાગે છે. આ. જયાં જવું હોય તે સ્થાનવાચક નામને પહોંચ્યા ન
હોઈએ ત્યાં સુધીમાં બીજી વિભક્તિ લાગે છે. ૩. , કર્મણિ પ્રયોગમાં કર્તાને ત્રીજી વિભક્તિ લાગે છે. મા. અને ક્રિયાનાં સાક્ષાત્ મદદગાર સાધન (કરણ)ને
ત્રીજી વિભક્તિ લાગે છે. શું. સદ સાથે જોડાયેલા નામને ત્રીજી વિભક્તિ લાગે છે. ૪. એ. કોઈ ચીજને જેની બનતી હોય, તેને ચોથી વિભક્તિનો
પ્રત્યય લાગે છે. આ. ૪. એ.માં જણાવેલા પ્રસંગ સિવાય પ્રાકૃત ભાષામાં
ચોથીને ઠેકાણે છઠ્ઠી લાગે છે. ૫. મ. કર્તા, કર્મ, અને ક્રિયાનું સાક્ષાત્ રીતે કે બુદ્ધિથી
જેનાથી જુદા પડવાનું સમજાતું હોય, તે અપાદાન કહેવાય છે. અપાદાન અર્થમાં પાંચમી વિભક્તિ લાગે
કોઈ પણ જાતના સંબંધના અર્થમાં, તેમ જ ચોથી વિભક્તિ વાપરવાને જયાં પ્રસંગ હોય, નામયોગી
અવ્યયનો સંબંધ હોય ત્યાં છઠ્ઠી વિભક્તિ વપરાય છે. ૭. મ. કર્તા, કર્મ અને ક્રિયાના આધાર એટલે અધિકરણને
સાતમી વિભક્તિ લાગે છે. ૩. સમુદાયમાંથી અમુક ભાગને જુદો પાડી બતાવવાનો
હોય, ત્યારે સમુદાયવાચકને છઠ્ઠી કે સાતમી લાગે છે. તેને નિર્ધારણ છઠ્ઠી કે સાતમી કહેવાય છે. સતિ-(છતાં) અર્થમાં સાતમી વિભક્તિ વપરાય છે. કોઈને બોલાવવા માટે કેટલાક ફેરફાર સાથે પહેલી વિભક્તિ વપરાય છે, તેને સંબોધન કહે છે.
પ્રાકૃત ભાષામાં કોઈ કોઈ વખતA. બીજી ત્રીજી વગેરેને સ્થાને કોઈવાર છઠ્ઠી વપરાય છે. . બીજી અને ત્રીજીને બદલે ક્યાંક સાતમી પણ વપરાય
3. ક્યાંક પાંચમીને બદલે ત્રીજી અને સાતમી વપરાય છે. છું. ક્યાંક સાતમી અને પહેલીને બદલે બીજી વિભક્તિ
લાગે છે. સૂચના- શિક્ષકે ક્યા વાકયમાં કઈ વિભક્તિ ક્યા અર્થમાં વપરાય
છે ? તે વિષે વિદ્યાર્થીઓને પ્રશ્ન કરવા, અને ઉપરના નિયમો સચોટ સમજાવવા. આ ભાગમાં સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં વપરાતા ધોરણ પ્રમાણે કામ લેવું ઠીક પડશે.
આ. કોઈ વખતે ત્રીજીના અર્થમાં પણ પાંચમી વપરાય છે.
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof