________________
અલંકારયુક્ત (ક્યારેક અલંકારરહિત પણ) શબ્દ–અર્થ !
કાવ્યશાસ્ત્રોએ દોષો અને ગુણોનું વર્ણન એટલું વિસ્તારપૂર્વક કર્યું છે કે સંપૂર્ણ દોષમુક્ત અને સર્વગુણસંપન્ન કાવ્ય અતિશય દુષ્કર બની જાય ! જેટલું દુર્લભ છે દોષમુક્ત અને પૂર્ણગુણી શુભમુહૂર્ત, એટલું જ દુર્લભ છે દોષમુક્ત અને પૂર્ણગુણી કાવ્ય !! છતાં એટલું નક્કી કે સર્વથા ગુણરહિત શબ્દાર્થને તો કાવ્યનો દરજજો નથી જ અપાતો. વાસ્તે, કવિએ પોતાનાં કાવ્યમાં વધુ ને વધુ ગુણો પ્રગટાવવાનો તથા વધુ ને વધુ દોષ રહિતતા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.....અલંકારો તો કવિપ્રતિભા દ્વારા સહજતાથી ગુંથાઈ જાય, અલંકારો ન હોય તો પણ ચાલે.
આ લક્ષણોથી સહિત કાવ્ય પણ ત્રણ પ્રકારનું છે : ધ્વનિપ્રધાન, ગુણીભૂતવ્યંગ્ય અને શબ્દચિત્ર.
જયાં વાચ્ય અર્થથી વ્યંગ્ય અર્થ અતિશાયી હોય તે ધ્વનિપ્રધાન. જયાં વાચ્ય અર્થ વ્યંગ્ય અર્થ કરતાં વધુ ચમત્કારી હોય તે ગુણીભૂત વ્યંગ્ય અને જ્યાં વ્યંગ્યાર્થ સર્વથા નથી તે ગુણાલંકાર પ્રધાન શબ્દચિત્રો ! કાવ્યપ્રકાશકાર મમ્મટ આ ત્રણેયને ક્રમસર ઉત્તમ, મધ્યમ અને અધમ માને છે... ધ્વનિકાર આનંદવર્ધને આવા કોઈ ભેદ પાડ્યા નથી. ધ્વનિકારે યથાસ્થાન ત્રણેયનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
ધ્વનિ પણ ત્રણ પ્રકારના : રસ, વસ્તુ અને અલંકાર. આ ત્રણેયમાં પણ રસધ્વનિ સર્વોપરિ. રસ પ્રગટાવવા કાવ્યમાં જોઈએ-આલંબન, ઉદ્દીપન, વિભાવ અને સંચારીભાવ.
રસસંખ્યામાં પણ મતભેદ છે. કેટલાક આઠ રસ માને છે, કેટલાક નવ રસ. નવમો રસ છે– શાન્ત રસ. સ્વાભાવિક રીતે-જૈન અને બૌદ્ધ કવિઓ નવ રસ માને છે. અનુયો ગદ્વાર’માં ઉલ્લેખ છે, “નવ વરસા'.
પ્રસ્તુત મણિભદ્રમહાવ્યમ્ શાન્તરસ-પ્રધાને મહાકાવ્ય છે. અહીં પરમાઈત માણિક્યસિંહ ‘આલંબન' છે, સદ્દગુરુસંગ, મૂર્તિવિષયક ચર્ચા ‘ઉદીપન' છે, મૂર્તિપૂજા વિભાવ છે, અને પાપજનિત પશ્ચાત્તાપ તથા પૂજાજનિત પ્રમોદ સંચારીભાવ છે.
અને હવે પ્રસ્તુત છે પ્રસ્તુત મહાકાવ્યની કેટલીક મનગમતી વાતો . + સર્વપ્રથમ કેટલાંક મજેદાર પદ્યો— સર્ગીક | પદ્યાંક ૧૮, ૧૯, ૧૧૬ , ૧/૩૧, ૧૪૬, ૧/
૪૮, ૧પ૬, ૨૩, ૨૨૪, ૨/૧૯, ૨૨૫, ૨૩૬, ૨/૩૯, ૨/૪૩, ૨૪૫, ૩૪, ૩૫૭,
૩પ૮, ૭૬, ૭૧૯, ૭, ૨૧, ૭૨ ૨. + સર્ગ ૩ અને સર્ગ ૪–શ્રેષ્ઠી સાથે પત્ની અને માતાનો સંવાદ-ભાવવાહી અને સુંદર ! + સર્ગ ૫ આખો પ્રાસાદિક અને રસમય !