________________
ગ્લૉરીફાય
થોડાક વર્ષો પૂર્વે આબૂ તીર્થે જિનાલયના એક વિભાગમાં શિલ્પોદ્ધાર થયો, તે જોઈને એક વિદ્વાનું પત્રકારે લખેલું–આશ્ચર્ય એ વાતનું છે કે વસ્તુપાલના સમય જેવું શિલ્પસર્જન આજે પણ થઈ શકે છે !'
આ મહાકાવ્ય જોઈને મને પણ કાંઈક આવી જ લાગણી થઈ આવી છે : કાલિદાસના સમય જેવું કાવ્યસર્જન આજે પણ થઈ શકે છે !
HTTળમદ્રમહાવ્યમ્ ની હસ્તપ્રત જોઈ રહ્યો હતો હું અને એક શ્રાવકજી આવ્યા, “શું વાંચો છો, સાહેબ ?” મેં કહ્યું, “મારા એક ગુરુભાઈએ સંસ્કૃતભાષામાં મહાકાવ્યરૂપે યક્ષાધિરાજ માણિભદ્રજીનું જીવનચરિત્ર રચ્યું છે.”
માણિભદ્રજીનું ?”
હું સમજી ગયો એમનો ટોન. મેં કહ્યું, “આ મારા ગુરુભાઈ વિદ્વાનું છે, સમજદાર છે, કોઈક અલગ જ કારણ હોઈ શકે છે આની રચના પાછળ.”
....... અને હા, આખું કાવ્ય જોયા પછી આ કારણ સમજાઈ ગયું મને ! માણિભદ્રજીની અનેક વાર્તાઓ વચ્ચે થી તેમની રિયલ સ્ટોરીને ગ્લૉ રીફાય કરવાનું મન થયું હશે મુનિશ્રીને, કદાચ !
થોડા દિવસ પછી પેલા ભાઈને મેં કહેલું, “આ એટલું સુંદર કાવ્ય છે કે, આની બરોબરીનું કાવ્ય રચી શકે એવા વિદ્વાનો જૈનસંઘમાં અત્યારે માંડ પાંચ-છ મળે તો મળે...”
અને દુઃખે દાઝતાં હૈયે જણાવવાનું કે–આ કાવ્યને સમજી શકે એવા અભ્યાસીઓ પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં મળે.
નિયમ છે કે માથેરાનમહાબળેશ્વર જાય એટલે ટુરિસ્ટ જુદા જુદા પોઇંટ ઉપર જાય જ ! સનસેટ પોઇંટ ઉપર સાંજે ટુરિસ્ટોમાં ટોળેટોળાં ઉમટ્યાં હોય....દૂર ક્ષિતિજ ઢળતા સૂરજનું રંગોમઢવું મનોહર દશ્ય જુએ બધા, પણ સૂર્યની વિદાયવેળાએ “ખયાલો કે આંગન મેં સપનો કે દીપ’ તો કોઈક જ જલાવી શકે !
સામાન્ય માણસને મન જે એક નાનકડી ઘટના માત્ર છે, ત્યાં કવિને મહાકાવ્યનો પ્લોટ દેખાતો હોય છે. જુઓને, એક નાનકડા કથાવસ્તુમાંથી મુનિશ્રીએ કેટલું મોટું અને કેવું સુંદર મહાકાવ્ય સર્જી બતાવ્યું છે !