________________
નદીના કાંઠે ઊભા રહેલા લોકોને, એકસરખા પ્રવાહમાં વહેતાં પાણીને જોઈને એવો ભ્રમ થાય છે કે જાણે જમીન સરકી રહી છે. આવો જાદુ ઊભો કરીને આ નદી, કાંઠે ઊભેલા લોકોને સ્તબ્ધ બનાવી દે છે. ૩૧.
નદીના કિનારાને અડી રહેલાં પાણીમાં કચાંક પૂજાનાં ફૂલો જમા થયેલા હોય છે. પાણી ઉછળતા હોવાથી ક્યાંક પાણીમાં ફીણ ઊભરાતું હોય છે. આવા અપારદર્શી પાણીમાં લોકોના પડછાયા પડી શકતા નથી. ૩૨.
આ નદી અનેક તીર્થોને મળતી આવે છે, આ નદીના કાંઠે દિવસમાં ત્રણ વા૨ આરતીનાં ઘોષ ઉઠતા હોય છે, અનેકાનેક યાત્રાળુઓ આમાં સ્નાન કરે છે તેને લીધે આ નદી નિર્મળ છે. આવી પવિત્ર નદીને મહર્ષિઓ માતા માનીને નમસ્કાર કરે છે. ૩૩.
આ નદીનાં પાણીને, જુદાં જુદાં મંત્રો દ્વારા અધિવાસિત કરીને અને દરેક પ્રકારની ઔષધિઓથી સુગન્ધિત બનાવીને અમૃત જેવું બનાવ્યા બાદ, તેના દ્વારા મંદિરોમાં રહેલી ભગવાનની મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી.
૩૪.
શરમાળ નવવધૂઓ એકાંત સ્થાનમાં હોંશેહોંશે આ નદીનાં પાણીને શરીર પર છાંટે છે, ત્યારે આ પાણી પોતે પ્રસન્નતા પામે છે અને નવવધૂને પણ પ્રસન્નતા આપે છે. માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૫.
મૃત્યુ પામેલી વ્યક્તિઓના સ્નેહીજનો, મૃતકની ભસ્મની સાથે આ નદીમાં પોતાના આંસુઓ વહેતા મૂકીને પ્રાર્થના કરતા હોય છે અને આ રીતે નદી દ્વારા શાંતિ પામતા હોય છે માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૬.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૧૩